SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જેન ચિત્રકલ્પદ્રુમ સમ્રાટ અકબર પછી જૈનાચાર્ય શ્રી વિજયસેનસૂરિના હાથ નીચે કેળવાએ શહેનશાહ જહાંગીર૨૩ પણ જૈન ધર્મનો એટલો જ પક્ષપાતી બન્યા અને શાહજહાંએ પણ આ ધર્મ તરફ સંપૂર્ણ સહાનુભૂતિ બતાવી પિતાનો પુત્રધર્મ બજાવ્યો. આ બધાં વર્ષો દરમિયાન પોતાની લાગવગ અને મેગલ શહેનશાહોની સહિષ્ણુતાને યોગ પ્રાપ્ત થતાં જેને જોશભેર જીર્ણ પ્રાસાદે ઉદ્ધાર અને જરૂર જણાઈ ત્યાં નવાની સ્થાપના કરવા માંડી. ફરી એક વખત ભારતભરમાં જૈન પ્રાસાદનો અને તેમના અણમોલ સિદ્ધાંત અહિંસાને પ્રચાર થશે. આજના વિદ્યમાન જૈન પ્રાસાદો પૈકી પણ તે સમયના છે. - શાહજહાંને યુવરાજ ઔરંગઝેબ ધર્મઝનૂની વધારે હતો. પિતાના છત્ર નીચે પોતાની ગુજરાતની સુબાગીરી દરમ્યાન તેણે ધર્મઝનૂનથી પ્રેરાઈને અમદાવાદમાં શાંતિદાસ નગરશેઠનું બંધાવેલું ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર તોડી નાખ્યું. જેનો અને તેમને નાયક નગરશેઠ આ ન સાંખી શક્યા. તેમણે બાદશાહ પાસે ફરીઆદ નોંધાવી, ઔરંગઝેબ પાસેથી નુકસાન વસુલ કર્યું અને તે પૈસામાંથી નવું ચૈત્ય બંધાવ્યું, જે આજે પણ અમદાવાદના ઝવેરીવાડમાં વિદ્યમાન છે. અનુક્રમે મુસલમાન પણ ગયા અને મરાઠા તથા અંગ્રેજો ધીમેધીમે જોર ઉપર આવતા ગયા. એ બસો વર્ષને ઈતિહાસ અંધારામાં છે. પણ જે અદ્વિતીય ગ્રંથભંડારો, સુંદર કલાવો, રમ્ય ચૈ, સ્થાપત્યના સુંદર નમૂના સમ પ્રાસાદો રૂપે અસામાન્ય પ્રતિષ્ઠા અને ગૌરવનો વારસો તેઓ આપણા માટે મૂકી ગયા છે તે ચોક્કસ બતાવે છે કે તેઓ પણ એટલા જ બળવાન અને પ્રતિષ્ઠાવાન હશે. ગુજરાતની જૈનાશ્રિત કળા ચિત્રકળાનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયમાં બદ્ધ શ્રમણોએ શો ફાળો આપ્યો હતો તેનો ઈતિહાસ સુલભ થયો નથી. પરંતુ શ્રમણ સંપ્રદાયમાં જૈન શ્રમણએ અને તેમાં પણ તાંબર જૈન શ્રમણોએ કેવો અને કેટલો મહત્ત્વનો ફાળો આપે છે તેને અ ટુંકમાં પરિચય કરાવ્યો છે. સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત રવિશંકર રાવળ આ કળા માટે નીચે પ્રમાણે અભિપ્રાય આપે છે:૨૪ હિંદી કળાનો અભ્યાસી જૈન ધર્મને જરા યે ઉવેખી શકે નહિ. જૈન ધર્મ તેને મન કળાને મહાન આશ્રયદાતા, ઉદ્ધારક અને સંરક્ષક લાગે છે. વેદકાળથી માંડી ઠેઠ મધ્યકાળ સુધી દેવી દેવતાઓની ર૩ શહેનશાહ જહાંગીર તરફથી વિવેકહર્વગણિ અાપવા અહિંસાના ફરમાનના ચિત્ર માટે જુઓ જે. સા, સાધક વર્ષ ૧ લું ખંડ ૩ જે. ૨૪ જૈન સા. સંશોધક વર્ષ ૩ નું પા ૭૯-૮૩.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy