SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પદ્રુમ પણુથી નબળો પડેલો જોઈ મુસલમાનોએ પાટણ ઉપર આક્ર ર્યું અને રાજપૂત સત્તાને સખત ફટકે માર્યો. મુસલમાનેએ પાટણ જીત્યું, પણ ગુજરાતમાં સ્થિર થઈ તે રાજસત્તા સ્થાપી શક્યા નહિ. પાટણની સત્તા નબળી પડતાં જ વીરમંત્રી વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલના પ્રયત્નના પરિણામે ધોળકાના વાઘેલા રાણા વીરધવલની સત્તા મજબૂત થઇ. સેંકડો અજોડ પ્રાસાદો અને હજારો કેપયોગી કામ કરી ચક્રવર્તી કરતાં પણ વધારે કીર્તિ મેળવનાર આ બે ભાઈઓએ સમસ્ત ગુજરાતને ફરીથી આર્ય સત્તા નીચે આપ્યું. આખા ભારતવર્ષમાં જે વખતે ઈસ્લામ સત્તા સર્વોપરિ હતી, દિલ્હી, કનોજ, અજમેર, બંગાળા અને બિહાર જેવાં મેટાં રાજ્ય હારીને જ્યારે ઇસ્લામ સામ્રાજ્યને એક ભાગ બન્યાં હતાં ત્યારે આ બે ભાઈઓએ ગુજરાતને સ્વતંત્ર બનાવ્યું, એટલું જ નહિ પણ દિલ્હીના સુલતાનની સવારી થતાં ગુજરાતમાં તે લશ્કર પ્રવેશ કરે તે પહેલાં જ આરાવલી ડુંગરોમાં તેમનો સામનો કરી બાદશાહના અજેય લશ્કરને જીતી લીધું. પાછળથી તક મળતાં બાદશાહની માતાની સરભરા કરી બાદશાહ સાથે મિત્રી બાંધી, અને તેની પાસેથી સરસ આરસ પથ્થરો માગી લઈ તેની જૈન મૂર્તિઓ ઘડાવી જૈન ધર્મનો ઉત્કર્ષ કર્યો. ગુજરાતના કેટલા સ્વતંત્ર હિંદુ રાજા વાઘેલા રાણું કર્ણદેવના પ્રધાન માધવ અને કેશવ નામે નાગર બ્રાહ્મણ હતા. કમનસીબે કર્ણદેવની નીતિ બગડી અને માધવને દગો દઈ તેને રાજધાનીથી દૂર કરી કર્ણદેવ તેની સ્ત્રીને બળાત્કારે ઉપાડી ગયો. માધવથી આ ન સહન થયું અને કર્ણદેવના વેરનો બદલો વાળવા તેણે દિલ્હીના ખૂની બાદશાહ અલ્લાઉદ્દીનનો આશ્રય લીધો. માધવન્દ્ર મદદ, ગુજરાતને કુસંપ અને કર્ણદેવના દુષ્ટ સ્વભાવને લીધે ગુજરાત પડ્યું. સેંકડો વર્ષ સુધી અસાધારણ કુનેહ અને બહાદુરીથી જૈન મંત્રીઓએ જાળવી રાખેલી ગુજરાતની સ્વતંત્રતા નષ્ટ થઈ. ગૂર્જર ભૂમિને મુસલમાનોને–અલાઉદ્દીન ખીલજીને હસ્તનો સ્પર્શ થયો ત્યારથી ગુજરાત નવા જગતમાં દાખલ થયું. વિજય મળવાથી ઉન્મત્ત થએલા ધર્મઝનૂની મુસલમાને પાણીના રેલાની માફક ગુજરાતના દરેકે દરેક ભાગમાં ફરી વળ્યા. પ્રાણીમાત્રને અભય આપનાર જૈન સંસ્કૃતિથી પષાએ અને તેનાથી સમૃદ્ધ બનેલે ગુજરાતને બગીચે સુકાવા લા. છેલ્લાં સો વર્ષના શાંતિના યુગમાં સ્થપાએલાં અનેક ભવ્ય શહેરો, સુંદર પ્રતિમાઓ, ભવ્ય પ્રાસાદો અને કળાના અદ્વિતીય નમૂનાઓ, ધાર્મિકતાની ઝનૂની ભાવનાઓને લીધે ધર્મઝનુની મુસલમાનોએ સારાસારને વિચાર કર્યા વિના નષ્ટ કર્યાં. સર્વે પ્રાચીનતા મૂળમાંથી જ ખળભળી ઉઠી. સર્વને આધાત થયે-પૂર્વે કદી નહિ થએલો એ પ્રબળ આઘાત થયો. જીવન બદલાયું–જીવનના માર્ગ બદલાયા; સાહિત્ય બદલાયું–સાહિત્યની ભાષા બદલાઈ. આ બધું એ કાળમાં થયું. સ્વતંત્ર ગુજરાતના પરાધીન જીવનને આરંભકાળ તે આ જ, ઉલગખાનનાં પગલાંની સાથે જ આ નવા અનુભવને આરંભ થયો હતો અને તે દિનપ્રતિદિન વિશ્રામ પામતે હતો. ૨૧ જિનપ્રભસૂરિ જણાવે છે કે “વિ. સં. ૧૭પ૬માં સુલતાન અલ્લાદ્દીનને ના ભાઈ દલગખાન દિલ્હી નાથી ગુજરાત પર ચઢો.’ વિવિધ તીર્થક૫, ૫. ૩૦.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy