SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જેન ચિત્રક૯પમ પૌરાણિક યાદવોથી લઈ કેjક પેશ્વાઓ સુધીના શક્તિશાલી ભારતીય રાજન્યોએ આ ભૂમિને પિતાના સામ્રાજ્યની સામ્રાજ્ઞી બનાવવા માટે મહાન પ્રયત્નો કર્યા છે, તેમજ યવને અને ગ્રીકથી લઈ બ્રિટિશ સુધીના વિદેશીય રાજ્યલોલુપ રાજ વર્ગોએ પણ એ સુંદરીના સ્વામી થવા માટે અનેક કષ્ટ અને દુ: વ્યાં છે. રાયલોલુપ ક્ષત્રિની માફક ધનલોલુપ વચ્ચે ૫ણ આ ભૂમિની આરાધના કરવા ઓછા નથી આવ્યા. યવન, ચીની, ગ્રીક, પારસિક, ગાંધાર, કંબોજ, માલવ વગેરે પ્રાચીન જગતના વિસ્યો તેમજ , વલંદા, પોર્ટુગીઝ, ફ્રેંચ, જર્મન અને અંગ્રેજ અમેરિકન વગેરે અર્વાચીન દુનિયાના સોદાગરે પોતાનું દારિદ્રવદુ:ખ દૂર કરવા માટે હમેશાં આ ભૂમિના કૃપાકટાક્ષની આશા કરતા રહ્યા છે. “સજાવ્યા જેને રસથાણુગાર'-કવિવર હાનાલાલની આ ઉક્તિ યથાર્થ જ છે. જેનોએ આ ભૂમિને અને તેની પર્વતમાળાઓને જગતમાં જેની જોડ નથી તેવા કળાના ઉત્તમ નમૂના સભા ભવ્ય પ્રાસાદોથી અલંકૃત કરેલી છે. જ્યાં નજર નાખો ત્યાં આ ભૂમિની વિશિષ્ટતા રૂપ જૈન પ્રાસાદે શોભી રહ્યા છે. જૈન સંરકૃતિ અને તેના અજોડ “અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતની છાયા સમસ્ત ગૂર્જર પ્રજાના જીવન સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે ગિરિગુફાથી શરૂ કરી સમૃદ્ધ શહેર લગીના આ ભૂમિના કોઈ પણ ભાગમાં વસનાર ગૂર્જરપુત્ર તેની અસરમાંથી મુક્ત નથી, લગભગ આખા યે ગુજરાતમાં પ્રજાના નૈતિક જીવન ઉપર જૈન ધર્મે ઊંડી અસર કરી છે. ગુજરાતની મહાજન સંસ્થાઓના વિકાસમાં જેનેનો કાળો ઘણો મોટો છે. પ્રાચીન કાળથી હમેશાં તેઓ રાજકીય અને નાણું વિષયક બાબતમાં મોખરે રહ્યા છે. યાદવકુળતિલક, બાળaહ્મચારી, તીર્થકર અરિષ્ટનેમિ અને તેમના પિતરાઈ ભાઈ શ્રીકૃષ્ણની બેલડીએ નૈષ્ઠિક બ્રહ્મચર્યયુક્ત સાધુજીવન અને નિષ્કામ કર્મયોગના આદર્શો ગૂર્જરસંતાનો પાસે મૂક્યા. આ ઉચ્ચ આદર્શોનો વારસ મેળવનાર અને તેને ધ્વનમાં ઉતારી પ્રગતિ સાધનાર પ્રજાને, તે પછીના લગભગ ત્રણ હજાર વર્ષને રસિક ઇતિહાસ આજ લગી અણુશ પડવ્યો છે. ત્યાર બાદ જૈન રાજર્ષિ ચંદ્રગુપ્ત મૌર્યે આ પ્રદેશ જીતી લઈ મહાન મૌર્ય સામ્રાજ્ય સાથે જોડી દીધું. તેના પ્રપાત્ર મહારાજા સંપ્રતિએ ગૂર્જરસંતાનોને જગતના અજોડ સંત પ્રભુ મહાવીરના “અહિંસા પરમો ધર્મના પાઠ ભણાવ્યા અને આ પુણ્યભૂમિને અસંખ્ય જૈન પ્રાસાદોથી વિભૂષિત કરી. આ અણમોલા પાઠ ગૂર્જરસંતાનોએ સુંદર રીતે વિકસાવ્યા અને ભવિષ્યને માટે જેવા ને તેવા જાળવી કાળાંતરે મૌર્ય સામ્રાજય નબળું પડી નાનાનાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું. આર્યાવર્તમાં બળવાન બનેલે બોદ્ધ ધર્મ ગુજરાતમાં પણ આવ્યું અને થોડા વખત માટે જૈન તને ઝાંખી કરી. થોડા સમયમાં જૈનાચાર્ય શ્રી ધનેશ્વરસૂરિએ વલ્લભિપુરના સૂર્યવંશી મહારાણા શીલાદિત્યને ઉપદેશ આપી, જૈન ધર્મને રાજ્યધર્મ બનાવ્યું. અને તેની પાસે શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યા. વલ્લભિપુર જૈન ધર્મનું કેન્દ્ર બન્યું. એક સમયે ત્યાં ૮૪ જિનમંદિર જૈન ધર્મનો વિજયધ્વજ ફરકાવી રહ્યાં હતાં. ૨૦ જુએ પુરાતત્ત્વ વર્ષ ૫મું ૫. ૧-૩,
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy