SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઇતિહાસ ૧૫ ૭રમા સમવાયમાં ૭૨ કળાઓનુંઙ વર્ણન કરતાં ત્રીજી કળા તરીકે ‘રૂપ નિર્માણ’ને ઉલ્લેખ કરેલા જોવામાં આવે છે, (૨) નાયાધમ્મકહા-જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગસૂત્રના પહેલા ‘ખિતણાય' નામના અધ્યયનમાં આ પ્રમાણે ઉલ્લેખ છે:૮ તે શ્રેણિક રાજાને ધારિણી નામની બીજી રાણી હતી. તે રાણી શ્રેણિક રાજાને હૃષ્ટ-પ્રિય હતી. તે ધારિણી એકદઃ કાઇ સમયે એવા પ્રકારના વાસગૃહમાં વસતીહતીઃ ષટ્ કાષ્ટક-ધરની બહારના ભાગમાં છ કાનું આણંદક નામનું કાવિશેષ, તથા લષ્ટ એટલે સુંદર, ભૃષ્ટ એટલે કોમળ અને સંસ્થિત એટલે કે વિશિષ્ટ સંસ્થાન(આકાર)વાળા થાંભલા, તથા ઊંચે ઊભી રહેલી અત્યંત શ્રેષ્ઠ શાલલિકા (પુતળીએ) તથા ઉવળ ચંદ્રકાંતાદિક મણિએ, સુવર્ણ અને કર્યંતનાર્દિક રત્નાની રૂપિકા (શિખર), તથા વિંટકકપાતપાલી એટલે પારેવાને બેસવાનું સ્થાન, તથા જાલ (જાળી), તથા અર્ધચંદ્ર (અર્ધચંદ્રના આકારવાળા પગથિયાં), તથા નિવૃદ્ધક (દ્વારની પાસે રહેલા ટૅડલા), તથા અંતર (પાનિયાંતર નામના ધરના એક અવયવ વિશેષ), તથા કણકાલિ-એક જાતના ધરના અવયય, તથા ચંદ્રશાલા (અગાશી અથવા ઉપરના માળ),—આ સર્વ ઘરના અવયવાની રચનાવાળાએ કરીને સહિત, સરસ અને સ્વચ્છ ધારૂપલ એટલે ગેરુ વગેરે વડે જેને રંગ કરેલેા છે, બહારથી મેળેલું અને કામળ પથ્થર વગેરે ધસીને કામળ કરેલું છે, જેના અંદરના ભાગમાં ઉત્તમ અને પવિત્ર ચિત્રકર્મ કરવામાં આવ્યું છે, વિવિધ પ્રકારનાં પચરગી ણુ અને રત્નનું ભૂમિતળ બાંધેલું છે, પદ્મના આકારવડે, અશાકાદિક લતાના આકારવર્ડ, પુષ્પની લતાઓ વડે અને માલતી વગેરે શ્રેષ્ડ પુષ્પની જાતિની આકૃતિઓ વડે જેના ઉલ્લેચનું તળિયું ચીતરેલું છે એવું, તથા વંદન એટલે માંગલિક શ્રેષ્ઠ સુવર્ણના કળશે! કે જે ચંદનાદિક વડે પૂજેલા અને મુખ ઉપર સરસ પદ્મવડે આચ્છાદિત કરેલા છે તેવા કળશે। વડે જેના દ્વારના પ્રદેશે। સુશોભિત છે, પ્રતર નામના સુવર્ણના અલંકારાના અગ્રભાગ ઉપર લટકાવેલી મણિ અને મેાતીની માળાએ વધુ સારી રીતે જેના દ્વારની શોભા કરેલી છે, સુગંધી શ્રેષ્ઠ પુષ્પાવર્ડ કેમળ અને સૂક્ષ્મ (ઝીણા) શયનને ઉપચાર કરવામાં આવેલા હોવાથી હૃદયને ૭ જુઓ ટિપ્પણી ૨. ८ तस्स णं सेणियस्स रनो धारिणी नाम देवी होत्था जान सेणियस्स रनो इट्टा जाव विहर। (सूत्रं ८ ) तए णं सा धारिणी देवी अन्नया कयाइ तंसि तारिसगंसि छकटुकलमट्टसंठियखंभुग्गयं पवरवर सारभंजियउज्जलमणिकणगरतणभूमियं विडक जालद्वचं दणिज्जूहकं तरकणयालिचंद सालियाविभत्तिकलिते सरसच्छधालवणर बाहिर घिमट्टे अभितरओ पत्तसुविलिहियचित्तकम्मे णाणाविद्दपंचवण्णमणिरयणको हिमतले पउमलयापुचव लिवरपुप्फजातिउष्ोयचिसियतले वंदणवर कणगकलससुविणिम्मियपडिपुंजियसरसपउमसोहंतदारभाए पयरगा लंबतमणिमुत्तदामसुविरइयदारसोहे सुगंधवरकुसुममउयपम्हलसयणीवयारे मणहिययनिव्वुइयरे कप्पूरलवंगमलयचंदनकालागुरुपवर कुंदुरकतुरुक धूवड ज्यंतसुरभिमघमघंतगंधुद्धुयामिरामे सुगंधवरगंधिए गंधवभूते मणिकिरणपणासियंधकारे किं बहू ? , ય. યાં. P. ૧૨.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy