SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જૈન ચિત્રક૯પમ માથે નાથ ન રપજે, કિશું કર્ભે મુનિરાય; પરમકૃપાળુ કૃપા કરી, તે મુજ કહો ઉપાય.-૨. કહે સાધુ જે વ્રત ગ્રહે, તૂ જીમ છેડે આથ; નાથ ને માથે તેહને, હુએ તે સહુનો નાથ.-- ૩. સાધુ વચન સવિ સહે, દહાં કહુ મીન ન મેષ; આવી માતાને કહે, એણી પેરે વયણ વિશેષ.–૪. ધર્મદેશના સાંભળી માતા પાસે આવી સંસારત્યાગ-દીક્ષા માટે આજ્ઞા માગે છે. માતા ફરી યુતિઓથી રામજાવે છે. છેવટે માતા દશ દિવસ રહેવાને અત્યાગ્રહ કરે છે અને શાલિકુમાર તે પ્રમાણે કબૂલ થાય છે, અનુક્રમે શાલિકુમાર રજની એકએક નારીનો ત્યાગ કરે છે અને તે પ્રમાણે ચાર દિવસમાં ચાર નારીને ત્યાગ કરે છે. - અહીંથી કવિ ધરાવૃત્તાંત કહેવા માંડે છે, પરંતુ અત્રે તે પ્રસંગ નહિ હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. માતાએ માગેલી મુદત પૂરી થતાં શાલિભદ્ર દ્રવ્યને સુમાર્ગે વ્યવસ્થિત કરી પ્રભુ મહાવીરના હસ્તદીક્ષિત સાધુ બને છે. શાલિભદ્ર મહાવીર પ્રભુ સાથે સામાન્તર ફરતાં ફરતાં, વિવિધ પ્રકારથી કર્મને તપાવતાં તપાવતાં એક સમયે ફરી રાગૃહમાં આવે છે. શાલિમુનિ તપસ્યાના પારણા નિમિત્તે ભિક્ષાર્થે જવા શ્રી વીર પ્રભુ પાસે આદેશ માગીને ભદ્રાને ત્યાં વહોરવા ગયા, પણ ભદ્રા અને પરિવારાદિ પુત્રવંદનની સામગ્રી–તૈયારીમાં ધુંટાયા હોવાથી કોઈએ તેમને જોયા નહિ, તેથી તેઓ પાછા ગયા. રસ્તામાં તેઓને ગેરસ વેચનારી તેમની પૂર્વભવની માતા ધન્ના મળે છે. તે તેને જોતાં એકદમ અટકે છે, પૂર્વપ્રીતિને લીધે તેના સ્તનમાંથી પય ઝરે છે, અને માતાને અત્યંત પ્રેમ થવાથી પોતાની પાસેનું સામટું ગારસ તેઓને વહરાવી દે છે. ત્યાંથી શાલિમુનિ પ્રભુ મહાવીરનો આદેશ લઇ ગિરિશિખરે અનશનત્રત આદરવા માટે જાય છે. આ પ્રમાણે બધે વ્યતિકર બની ગયા પછી ભદ્રા માતા વહુઓ સહિત પ્રભુ મહાવીર અને શાલિમુનિને વંદન કાજે આવે છે (જુઓ ચિત્ર ૨૬૮). પ્રભુને વાંદી પુત્રને ન જેવાથી પૂછતાં, પોતાના ભાગ્યને અત્યંત ધિકકારે છે. છેવટે ગિરિ પર ચઢે છે અને પિતાના પુત્રને શિલા ઉપર અનશન કરેલી અવસ્થામાં જુએ છે તે સમયનું વર્ણન કરતાં કવિ કહે છે કે પિખિ શિલાક્ટ ઉપરે, પિથો પુત્રરતને; હિયડે જે તું ફાટતો, તો જાણત ધનધન્ન–૧. રે હિયડા તું અતિ નિફર, અવર ન તારી જોડિ; એવડે વિરહ વિહસતો, જતન કરે લખ કોડિ–૨. હિયડા તું ઈણ અવસરે, જે હોવત શત ખંડ; તે જાણત હજાઓ, બીજા સહુ પાખંડ.-- ૩.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy