SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૨૦૧ એણે ભવે કીધી નહીં, પરંતર પણ સેવ; ખર કર ફરસેં ન ખમી શકેં, એ પાતલીયા દેવ.'–૪.૫ શ્રેણિકને પોતાનો સ્વામી જણી શાલિને વૈરાગ્ય થયો અને સ્ત્રી આદિ પરિવાર ઉપર અપ્રીતિ થઈ. બત્રીસે સ્ત્રીઓએ વિવિધ જાતના ઉપાય યોજ્યા. માતાએ પણ ઘણી રીતે સમજાવ્યા, પરંતુ શાલિ વૈરાગ્યથી પાછો ન હઠયો. એવામાં ઉદ્યાનમાં શ્રીધર્મઘોષસૂરિ પધાર્યાની વનપાળકે વધામણી આપી. શાલિભદ્ર સપરિવાર વંદના ચાલ્યા. કવિ આ પ્રસંગનું વર્ણન નીચે પ્રમાણે કરે છે? આવી દીધ વધામણી, વનપાળક તિણિવાર; ધર્મષ આવ્યા હાં, ચૌનાણી અણગાર.—૧. શાલિકુમાર મન ચિતવે, ભલે પધાર્યા તેહ; મુહ માગ પાસા ઢન્મા, દુધે વુડા મેહ.—૨. પહેલી પણ વ્રત આદરણ, મો મન હતિ જ; હિવે જાણે નિદ્રાળુઓ, લહી બિહાઇ સેજ,--- ૩. કુમર સાધુ વંદન ચલ્યો, રિદ્ધિ તણે વિસ્તાર; પાંચે અભિગમ સાચવી, બે સભા મઝાર.—૪. સંગી શિર સેહરે, સૂરિ સકલ ગુણખાણ; ભવ સપ ઈમ ઉપદિશે, મુનિવર અમૃત વાણુ.-૫. શ્રીધર્મઘોષસૂરિએ કોમળ વચન વડે આ સંસારની અસારતાનો ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળી શાલિમાર શુને હસ્તની અંજલિ જોડી પૂછે છે કેઃ “હે પરમકૃપાળુ ! માથે કોઈ ધણી ન રહે એવો મને કોઈ ઉપાય બતાવો'. (જુઓ ચિત્ર ૨ ૬૭). કવિ આ પ્રસંગને નીચે પ્રમાણે વર્ણવે છે: ધરમદેશના સાંભળી, હરખ્યો શાલિકુમાર; કર જોડી આગળ રહી, પૂછે એક વિચાર.—૧. ૬ ઉપરશતરંગિકાર શાલિભદ્રના આ અદભુત પ્રસંગનું એક જ માં વર્ણન કરતાં કહે છે? ચત્રોમ: મુરરિતો(વૃત્ત) માળાથે ય ज्जातं जायापदपरिचितं कम्बली रत्न जातम् । पण्यं यश्चाजनि नरपतिर्यच सर्वार्थसिद्धिः तदानस्याद्भुतफलमिदं शालिभद्रस्य सर्वम्' ॥१॥ ભાવાર્થવાથી પરિવૉલ એવા ગભદ્રદેવે જેને આભૂષણાદિ આપ્યાં, રત્નકંબલ જેની સ્ત્રીઓની પાદરજ સાથે મિશ્ર થયાં, જેને રાજા વસાણારૂપ થશે અને જેણે અંતે સર્વાર્થસિદ્ધ વિમાન મેળવ્યું, એવા તે શાલિભદ્રને આ સે અદભુત દાનફળથી પ્રાપ્ત થયું.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy