SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પદ્રુમ આખરે તેમની આજ્ઞા લઈ પ્રવજ્યા વીકારી અને તે સંયમી બજે-૧૦, ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના વહાણુના ચિત્રથી થાય છે. વહાણમાં પાલિતની સ્ત્રી–સમુદ્રપાલની માતા સૂતેલી ચિત્રકારે ચીતરીને સમુદ્રપાલને જન્મ વહાણમાં થવાના પ્રસંગને સૂચવવા પ્રયત્ન કર્યો છે, પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં મસ્તકના વાળનો લોચ કરીને શ્રમપણું અંગીકાર કર્યાનો પ્રસંગ તેની પાસે એક સાધુની આકૃતિ ચીતરીને દર્શાવે છે. ચિત્ર ૨૬૩ ઉત્તરાધ્યયન સૂત્રના “રથનેમિય' નામના ૨૨મા અધ્યયનને એક ચિત્રપ્રસંગ.. એકદા ગીરનાર પર્વત પર જતાં જતાં માર્ગમાં અત્યંત વૃષ્ટિ થવાથી રાજિમતીનાં ચીરે ભીંજાયાં અને અંધકાર થવાથી એક નજીકની ગુફામાં જઇ તે ઊભાં રહ્યાં. ગુફામાં કોઈ નથી તેમ અંધારામાં જણાયાથી રાજિમતી સાવ નગ્ન થઈ પિતાનાં ભજાએલાં ચીરો મેકળા કરવા લાગ્યા. આ દશ્યથી રથનેમિ અકસ્માતથી જે ગુફામાં રાજિમતી આવી લાગ્યાં તે જ ગુફામાં સમુદ્રવિજયના નાના પુત્ર રથનેમિ કે જે યુવાનવયમાં ત્યાગી બન્યા હતા તે ધ્યાન ધરી ઊભા હતા.' ભગ્નચિત્ત (વિયાકુળ) થઈ ગયા. તેવામાં જ એકાએક રાજિમતી એ પણ તેમને દીઠા-૩૩-૩૪. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના રથનેમિના કાઉસગ્મધ્યાનના ચિત્રથી થાય છે. રથનેમિ કાઉસધ્યાનમાં ઉભેલા છે (ચિત્રકારે રથનેમિ સાધુ હોવા છતાં ગૃહસ્થનાં કપડાં તેમને પહેરાવ્યાં છે તે તેની ભૂલ છે). આ પછી ચિત્રના અનુસંધાને રાજિમતી ચીર સુકવે છે તે પ્રસંગ જેવા છે. રાજિમતી હાથમાં ચીત્ર-વસ્ત્ર લઈને ગુકામાં સુકવવા જતાં હોય એમ દેખાય છે. તેમની સામે રથનેમિ મુનિ વિકારદૃષ્ટિથી જોતાં હોય એમ લાગે છે. રથનેમિની સાધુ અવસ્થા બતાવવા માટે ચિત્રકારે તેમના ડાબા હાથમાં, દાંડે તથા બગલમાં એધો લઈને ઊભેલા ચીતરેલા છે. ચિત્ર ૨૬૪ ઉત્તરાધ્યયન સૂત્રના “કેશિગૌતમિય' નામના ૨૭મા અધ્યયનને લગતું ચિત્ર. પ્રથમ તીર્થંકર (શ્રીવભદેવ)ના સમયના મનુષ્ય ઋજુ અને જડ હતા, જ્યારે છેલ્લા તીર્થંકર (શ્રી મહાવીરદેવ)ના સમયમાં મનુષ્યો વદ અને જડ છે તે દર્શાવવા એક નટડીનું દૃષ્ટાંત જૈનગ્રંથોમાં ઘણે ઠેકાણે આપવામાં આવેલ છે તેને અનુસરીને આ ચિત્ર ચિત્રકારે દેરેલું છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં ઉપરના ચિત્રમાં ભદ્રાસન ઉપર સાધુ મુનિરાજ બેઠા છે, સામે નટડી નાચી રહી છે અને તેની નજીકમાં નટ ઢોલ વગાડી રહ્યું છે. નીચેને પ્રસંગ પણ લગભગ તેને મળતો છે. આ ચિત્ર ચીતરીને ચિત્રકારનો આશય તે બતાવવાનો છે કે પહેલા તીર્થકરના સમયના સાધુઓ કોઈવાર બહાર ગયા હતા ત્યારે રસ્તામાં એક નટને નાચતો જેવાથી તેમને મોડું થયું. એ મારું થવાનું કારણ પૂછતાં તેઓ સ્વભાવે સરલ હોવાથી જે બન્યું હતું તે કહી દીધું. પછી ગુએ કહ્યું કે ત્યાગી એવા મુનિને આ પ્રમાણે નટનું નાટક જેવું ના ઘટે. એક વખત ફરી કે કાર્ય પ્રસંગે તેઓ બહાર ગયા ત્યારે એક નટડીને નાચતી જોઈ છતાં પણ ગુએ ના કહેલ હોવાથી પોતે જોયા વગર ચાલ્યા. આ જ પ્રસંગ ચાવીસમા તીર્થંકરના
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy