SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૮૭ આ ચિત્ર પ્રતના પાના ૩૨ ઉપરથી લેવામાં આવ્યું છે પાનાનું કદ ૯ ઇંચ છે, ચિત્રનું કદ ૪૪૪ ઈંચ છે. ચિત્રમાં સિંહાસન ઉપર કૃષ્ણ બેઠા છે. કૃષ્ણના શરીરનો રંગ વાદળી છે, ગળામાં તુલસીની માળા તથા વક્ષસ્થળ ઉપર કૌસ્તુભમણિ શોભી રહ્યો છે. કૃષ્ણના ઉપરના બંને હાથમાં ગદા તથા ચક્ર અને નીચેની જમણે હાથ અભયમુદ્રાએ તથા ડાબા હાથમાં શંખ છે. તેમની સન્મુખ એક ભક્તપુરુષ વસ્ત્રાભૂષણથી સુસજિત થએલો બંને હાથમાં ફૂલની માળા પકડીને ઉભે છેઆ પ્રસંગને લગતું રંગીન ચિત્ર મિ. બ્રાઉનની “કાલકકથા'માં પ્રસિદ્ધ થએલું છે. ૧ આ આખું એ ચિત્ર લખાણના વર્ણનને અનુસરીને ચીતરેલું છે. ચિત્ર ૨૫૨ પ્રતના પાના ૨૧ ઉપરથી. ચિત્રનું કદ ૪છૂ૪૧ ઈચ. “કૃષ્ણની દાણલીલા'ને લગતું આ ચિત્ર છે. પાનાના લખાણમાં કૃષ્ણની સ્તુતિ જ છે ચિત્રના પ્રસંગને લગતું વર્ણન બીલકુલ નથી. લખાણનું વર્ણન नारायणाय नम इत्ययमेव सत्य संसारघोरचिषसंहरणाय म(मंत्रः। અગ્રતુ સર્વમુન મુકિતતુ - સરજતરામુરિશ્વર્ણવાડુ: |૧૦૮ | इति श्रीपरमहंसप्रवाजकश्रीपादबिल्वमंगलविरचिता श्रीबालगोपालस्तुतिः। इति माघपुराणे भगवद्वाक्यं ॥१०॥छ। ભાવાર્થ સંસારરૂપ ઘોર-ઉગ્ર વિશ્વને નાશ કરવા માટે “નારાયણને નમસ્કાર' એ એક જ ખરો મંત્ર છે. તેને પ્રેમથી પ્રસન્ન થએલા દરેક મુનિઓ સાંભળે; એમ હું હાથ ઊંચો કરીને ભારપૂર્વક ઉપદેશ આપું છું.–૧૦૮ પરમહંસ પરિત્રાજક શ્રીપાદબિવમંગલે રચેલી શ્રીબાલગોપાલ સ્તુતિ | માથે પુરાણમાં ભગવાનનું વચન.-૧૦૯ ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં સ્થાના પરિચયની શરૂઆત ઉપરના કૃષ્ણના ચિત્રથી થાય છે. કૃષ્ણને ઉપરના એક હાથમાં વાંસળી–મોરલી અને બીજા હાથમાં કમળનાં ફૂલ જેવું કાંઇક નીચેના ડાબા હાથમાં દંડે (હાલની હકીની માફક નીચેથી વાળેલો) તથા જમણે હાથ ખાલી રાખીને નાચતા અને દૂરથી માથે માખણની મટુકી લઈને આવતી ગોપાંગના તરફ જોતા અને રાજી થતા ચીતરેલા છે. ગેપી અને કણની વચ્ચે એક ઝાડ છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં એક ગોપી બે હાથે દેરડું પકડી માખણ લેવતી લાગે છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના નંદ તથા યશોદાનો પ્રસંગ જેવાને છે. ચિત્રની ડાબી બાજુએ મકાનની અંદર એક સ્ત્રી ઘણું કરીને યશોદા બેઠેલાં છે, ઉપરની છતના ભાગમાં છીંકામાં માખણ અગર મહીની મટુકીએ મુકેલી છે, એક મટુકી નીચે જમીન ઉપર પણ પડી છે અને જમણી બાજુ એક પુરુષ, ઘણું કરીને નંદ ઉભો હોય એમ લાગે છે. તેની સામે એક સ્ત્રી બે હાથ લાંબો કરીને પોતાની આવડી મટુકી ફેડી નાખી તેમ બતાવતી કુણુના તોફાનની ફર્યાદ કરતી હોય તેમ લાગે છે અને નંદ તે સાંભળીને ૬ જુઓ The Story of Kalak Eig. 13 પાના ૧૨૪ ની સામી બાજુમાં
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy