SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૮૩ સંધવી કાલિદાસની સ્ત્રી હરસિનિ શ્રાવિકા કે જે સાધુ (વ્રતધારી શ્રાવક) સહસરાજની પુત્રી હતી, તેણીએ પોતાના પુત્ર ધર્મદાસ સહિત આ કલ્પસૂત્ર (બારસાસ્ત્રીની પ્રત લખાવી અને ખરતરગચ્છાધિપતિ આચાર્ય શ્રીજિનભદ્રસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિના હુકમથી શ્રીકમલસંયમોપાધ્યાયને વહેરાવી. Plate LXXVII ચિત્ર ૨૪૪ શ્રી મહાવીરનું સમવસરણું. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી.નિશીથચૂર્ણની કાગળ પર લખા એલી એક નામાંકિત મુનિ મહારાજ તરફથી બંડારી દેતાં તે ભવ્યના આદિ અને અંતમાં બે ચિત્રવાળાં પાનાંની માગણી કરવાથી તે મળેલાં તે ઉપરથી આ ચિત્ર ૨૪૪ તથા ચિત્ર ૨૪૫ વાળી એતિહાસિક પ્રશતિ કે જેના ઉપર વિ.સં. ૧૫૦૮માં ગુજરાતમાં પડેલા દુકાળની અને તે સમયે સદા નામના જૈન ગૃહસ્થ કોઈપણ જાતના જાતિભેદ વિના અન્ના (દાનશાળાઓ) ખુલ્લાં મૂકવાની એતિહાસિક નેંધ મળી આવી છે. સમવસરણના વર્ણન માટે જુઓ ચિત્ર ૩૨ નું વર્ણન. ચિત્ર ૨૫ પ્રશસ્તિના પાનાના બે ટુકડાઓ ઉપરથી તેને અક્ષરશઃ અનુવાદ ગુજરાતના ઇતિહાસ માટે ઉપગી હોવાથી અને આથો છે. પ્રશસ્તિને અનુવાદ કયાણને કરનાર શ્રીગૂર્જરભૂમિના લોચન–નેત્ર સમાન, બીજે નગરોમાં અલંકારભૂત અહિલપાટક નામનું નગર છે-–૧. ભવ્ય મકાનેથી સુશોભિત, પુણ્યથી ભરપૂર શ્રીઅણહિલપાટકપુરમાં શ્રીમાળીવંશમાં તિલક સમાન, અને પ્રતિષ્ઠા પાત્ર સાધુ મદન થા–ર. તેનો પુત્ર,–ત્રણ લોકમાં અદ્વિતીય, ભાગ્યવાન અને પ્રસિદ્ધિપાત્ર અને રાજાના સમાન રૂપવાળા–દેવસિંહ નામનો હત–૩. તેને પુત્ર-આખા જગતમાં પ્રસિદ્ધ, સંધ્ર અને ગુરુભક્તિમાં તત્પર અને ધીરતા આદિ ગુણેથી યુક્ત-સરવણ નામનો શોભે છે––૪. તે સરવણને શીલગુણથી પવિત્ર બે પનીઓ હતી; જેમાંથી પહેલીનું નામ રીબ અને બીજીનું નામ લક્ષ્મી હતું. આ બંને ય પત્રીઓ સ્ત્રીમાં રત્ન સમાન હતી–૫. પહેલી ફની ટીબૂએ બે પુત્રને જન્મ આપ્યો. એક સદા કામનો અને બીજે હેમ નામનો-–૬. પહેલો સદા નામનો પુત્ર,–જે ગરીબોને દાન આપે છે, સજનોને-કુટુંબીઓને માન આપે છે, સપાત્રમાં ધન ખરચે છે, સુકૃત્યમાં પોતાના ચિત્તને રાખે છે, –એ કોને આનંદ ન આપે?---૭. એણે શત્રુંજય, ગીરનાર આદિ ઉપર આનંદથી યાત્રા કરી છે અને એ પરોપકારમાં પરાયણ ધીર છે–૮. સદાએ [ ગીરનાર ઉપરી ઘણું કલ્યાણક સૂચક ભN મંદિરમાં પોતાની લમી ખરચી છે ૫૬ અનુવાદક - વિદ્રય મુનિ મહારાજ શ્રી પુણયવિજયજી-પાટણ.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy