SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ચિત્રવિવરણ Plate LXXV ચિત્ર ર૭૭ શ્રીગૌતમસ્વામી. સહન. પાના ૭૮ ઉપરથી. ચિત્રની મધ્યમાં પદ્માસને ગૌતમસ્વામી બેઠા છે. તેની આજુબાજુ લાકડાની ગાદી છે. ઉપરના ભાગમાં મેંમાં ફૂલની માળા રાખેલા મોર ચીતરેલા છે. ગૌતમસ્વામીજીના જમણા ખભા ઉપર પહેરેલાં કપડાંના વસ્ત્રનો છેડો છે, જમણી બાજુના બોળામાં ઓઘો છે; તેઓએ પોતાના બંને હાથ હૃદયની પાસે અભયમુદ્રાએ ૫૪ રાખેલા છે. આવી રીતની મુદ્રાવાળી મૃત અગર ચિત્રો જવલ્લે જ મળી આવે છે. ગાદીને બે પાયા છે. કુલ ચાર પાયા હોવા જોઈએ પણ ચિત્રમાં બેની જ રજુઆત કરવાનું કારણ એકબીજાની પાછળ બીજા બે પાયા આવેલા હોવાથી સામેથી જેનારને હમેશાં પ્રથમ દૃષ્ટિએ એ જ પાયા દેખાતા હોવાથી અત્રે પણ બે રજુ કર્યા હોય એમ લાગે છે. ચિત્ર ૨૩૮ શ્રી સરસ્વતી દેવી. લાકડાના ભદ્રાસનની વચ્ચે ચાર હાથવાળી સરસ્વતીની સુંદર મૂર્તિ વિરાજમાન છે. તેણીના ઉપરના જમણે હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમળ છે, જ્યારે નીચેના જમણા હાથમાં કમંડલુ અને ડાબા હાથમાં વીણા છે. વસ્ત્રાભૂષણથી સુસજિત તેણી બીજા કોઈપણ ચિત્રમાં આવી રીતે બેઠેલી નથી. ભદ્રાસનની આગળ હંસપક્ષી તેણીના વાહન તરીકે ચીતરેલે ૭ની માફક આ ચિત્રમાં પણ ભદ્રાસનની ઉપર બંને બાજુ એકેક મેર મુખમાં ફૂલની માળા સહિત ચીતરેલે છે. આ ચિત્રની કળા બહુ ઊંચી કક્ષાની હોય એમ લાગે છે. ચિત્ર ૨૩૯ શ્રીમહાવીર. મો. મે. ભ. ની દાબડા. નં. ૧ માં ૧૯ નંબરની “અંતગ દશાંગસૂત્રની ૧૫ પાનાના કાગળની પ્રતમાંથી. ચિત્રનું કદ ૫૪૩ ઈચ ઉપરથી નાનું કરીને અત્રે રજુ કર્યું છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. તેમાં ઉપરના ભાગમાં પ્રભુ મહાવીરની પદ્માસનસ્થ મૂર્તિ છે. તેની નજીકમાં એક દેવ ઊભો છે જેના ચાર હાથ છે તેમાં ઉપરના બે હાથમાં ચક્ર તથા ગદા જેવાં આયુધો છે અને નીચેના હાથમાં કાંઈ સ્પષ્ટ દેખાતું નથી. નીચેના ભાગમાં બે હારમાં કુલ આઠ સ્ત્રીઓ હાથમાં દીપક અગર શ્રીફળ લઇને બેઠેલી છે. ચિત્ર ૨૪૦ મેધમારનો એક પ્રસંગ. મ. . . ની દાબડા. નં. ૧ ની ૧૭ નંબરની “જ્ઞાતાધર્મ થાંગસૂત્રની ૭૦ પાનાની પ્રત ઉપરથી. મૂળ કદ ૫૪૩ ઉપરથી આ ચિત્ર નાનું કરીને લેવામાં આવ્યું છે. આ ચિત્ર મૂળ રંગમાં ગુજરાત વિદ્યાપીઠ તરફથી પામેલા પંડિત બહેચરદાસ જીવરાજ દેશદ્વારા સંપાદિત “ભગવાન મહાવીરની ધર્મકથા' નામના પુસ્તકમાં મુખચિત્ર તરીકે છપાઈ ગએલું છે. ચિત્રમાં જે બે વ્યક્તિ ઊભી છે તે પૈકી જે સ્ત્રી છે તે મગધના રાજા શ્રેણિકની રાણી ધારિણી નામની, અને પુરુ, તે તેનો પુત્ર મેધમાર છે. બેઠેલી સ્ત્રીઓ મેઘકુમારની સ્ત્રીઓ છે. ધારિણી પાસે મેઘકુમાર દીક્ષા લેવા આજ્ઞા માગે છે તે પ્રસંગને લગતું આ ચિત્ર છે. વિસ્તૃત માટે જુઓ “જ્ઞાતાધર્મકથાંગસૂત્ર અધ્યયન ૧ લું. ५४ “दक्षिणहस्तनोजलिना पताकाकारेणाभयमुद्रा' ॥१५॥ _નિવાઢિ 3 રે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy