SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ જેન ચિત્રકઃપદ્રુમ ચિત્રથી થાય છે. ધનગિરિ મુનિ ભદ્રાસન ઉપર બેઠેલા છે. તેમની સન્મુખ સ્થાપનાચાર્ય છે. સ્થાપનાચાર્યની બાજુમાં સુનંદા બે હાથમાં સ્વામીને ઊંચા લઈને ધનગિરિ મુનિને વહોરાવતી દેખાય છે. પછી ચિત્રના અનુસંધાને, નીચેના પ્રસંગમાં વજી સ્વામી બાળક હોવાથી પારણામાં બેઠા છે; પારણાની બાજુમાં ચાર સાધ્વીઓ હાથમાં મુહપત્તિ રાખીને પાઠ કરતી દેખાય છે જે વજીસ્વામી સાંભળે છે. ચિત્ર ૨૨૭ શ્રીવાસ્વામીની દેશના. કાંતિવિ. ૧ ના પાના ૭૯ ની ડાબી બાજુ ઉપરથી. વાસ્વામીને પાટલિપુત્રને એક ધનશ્રેઠિએ કરાડ ધન સાથે પોતાની પુત્રી પરણાવવા કહ્યું; અને પેલી પુત્રી પણ સાધવીઓ પાસેથી વજમુનિના ગુણે સાંભળીને એટલી બધી મુગ્ધ બની હતી કે હું વરું તો વજીને જ વરૂં એવો નિશ્ચય કરી બેઠી હતી, છતાં વમુનિ એ મહમાં ન ફસાયા અને પેલી રૂકિંમણ નામની કન્યાને પ્રતિબધી દીક્ષા આપી. વળી એક વખત દેશભરમાં ભારે દુકાળ પડવાથી શ્રીને વિદ્યાના બળથી પિતાના વસ્ત્ર ઉપર બેસાડી એક સુકાળવાળા ક્ષેત્રમાં લઈ ગયા. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત વજીસ્વામીની દેશનાના ઉપરના પ્રસંગથી થાય છે. ભદ્રાસન ઉપર બેસીને વજીસ્વામી દેશના આપતાં સામે બેઠેલો ધન િવગેરે શોતાવર્ગ એ હસ્તની અંજલિ જેડીને દેશનાનું શ્રવણ કરતો દેખાય છે; વચ્ચે સ્થાપનાચાર્ય છે, જેની બાજુમાં સૌથી આગળ બે હાથ જોડીને રૂમિણી કન્યા કે જેને વસ્વામીએ પ્રતિબોધીને દીક્ષા આપી હતી તે દેશનાનું શ્રવણ કરતી બેઠેલી છે. આ પછી ચિત્રને અનુસંધાને, વજીરવામાએ વિદ્યાના બળથી વિશાળ પટ વિકલે છે તે પ્રસંગ જોવાનો છે. ચિત્ર ૨૨૮ બારવવિદુષ્કાળ સમયે સાધુઓનાં અનશન. કાંતિવિ. ૧ ના પાના ૮૧ ઉપરથી. પોતાનું મૃત્યુ નજીક આવી પહોંચેલું જાણી સ્વામીજીએ પોતાના વજુસેન નામના શિષ્યને કહ્યું કે, હવે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડવાનો છે અને જે દિવસે લક્ષ મૂલ્યવાળા ચોખામાંથી તને ભિક્ષા મળે તે દિવસે સુકાળ થવાનો એમ જાણું લેજે.” એટલું કહીને તેઓ પોતાની સાથે રહેલા સાધુઓને લઈ ત્યાં રહ્યા અને વજનમુનિ અન્યત્ર વિહાર કરી ગયા, હવે વજસ્વામીની સાથે રહેનારા સાધુઓ અનેક ઘર ભમતા પણ ભિક્ષા મેળવી શકતા ન હતા એટલે ભિક્ષા વિના ક્ષુધા સહન કરવામાં અશક્ત બનેલા અને અન્નની વૃત્તિ રહિત તેઓ | લાવી આપેલા વિદ્યાપિંડને ઉપગ કરવા લાગ્યા. એકદા ગુમહારાજે કહ્યું કેઃ બાર વર્ષ સુધી આ પ્રમાણે વિદ્યાપિંડનો ઉપગ કરવો પડશે માટે જે તમારા સંયમને બધા ન લાગતી હોય છે તે હું તમને દરરોજ લાવી આપું, નહિ તો આપણે અન્નની સાથે જ શરીરને પણ ત્યાગ કરી દઈએ.’ આ પ્રમાણેનું ગુરુમહારાજનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુએ બોલ્યા કેઃ “આ પિપણુરૂપ વિદ્યાપિંડને અને પોષવા લાયક આ પિંડ (શરીર)ને પણ ધિક્કાર થાઓ. હે ભગવન્! અમારા પર પ્રસાદ કરે, કે જેથી આ પિંડ (દેહ)ને પણ અમે ત્યાગ કરીએ!” પછી તે સર્વ મુનિઓને લઈને વવામીજી થાવર્ત પર્વત ઉપર ગયા અને અનશન કરી દેવલોક પામ્યા. પારાનગરમાં જિનદત શ્રાવકના ઘરમાં, લક્ષમૂલ્યવાનું અન રાંધીને તેની ધરા નામની રી તેમાં ઝેર ભેળવવાને વિચાર કરી રહી હતી, તેટલામાં વછવામીજીના મુખ્ય શિષ્ય શ્રીવાસેન
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy