SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૭૧ પાંચે પવિત્ર તીર્થસ્થાને રજુ કરવાના હાય એમ લાગે છે. સવારની પ્રાભાતિક સ્તુતિમાં પ્રત્યેક જૈન નિમ્નલિખિત સ્તુતિથી એ પવિત્ર સ્થાન ઉપર મેણે જનાર પુણ્યાત્માઓને વંદન કરે છેઃ બુ અષ્ટપદ ગીરનાર, સમેતશિખર શત્રુંજય સાર, પંચતીર્થ એ ઉત્તમ ધામ, સિદ્ધિવર્યાં તેને કરું પ્રણામ, તીર્થાધિરાજ શ્રીશત્રુંજય ઉપર મૂળનાયક તરીકે શ્રીઆદીશ્વર પ્રભુની મૂર્તિ બિરાજમાન હાવાથી વૃષભના લાંછન-ચિહ્ન વાળી શ્રીઆદીશ્વર પ્રભુની સ્મૃતિ ચિત્રકારે અત્રે રજુ કરી છૅ. ચિત્રની અંદર શિખરની ઉપરના ભાગમાં એક મેર અને એક સર્પનું ચિત્ર છે, જે બંને ચિત્રા આજે પણ મૂળનાયકના દેરાસરની પાછળના ભાગમાં રાયણ વ્રુક્ષની નીચે ડાબી બાજુએ વિદ્યમાન છે. વળી ચિત્રની ડાબી બાજુએ એક ઝાડ ચીતરીને રાયણના ઝાડની રજુઆત પણ ચિત્રકારે કરી છે. ચિત્રના મથાળે કાઉસગ્ગધ્યાને પાંચ પાંડવાની સાધુ અવસ્થાની મૂર્તિ ચીતરેલી સ્પષ્ટ દેખાય છે (જૈન ધર્મની માન્યતા પ્રમાણે વીસાઈ સાધુ સાથે પાંચે પાંડવેા શત્રુંજય ઉપર મેક્ષે ગયા છે). પાંચે પાંડવાની સ્થાપત્ય મૂર્તિઓ આજે પણ શત્રુંજય પર્વત ઉપર વિદ્યમાન છે. ચિત્રની જમણી બાજુએ બેઠા ઘાટનાં શિખરવાળુ પુંડરીક ગણધરની મૂર્તિવાળું મંદિર ચીતરેલું છે. મૂર્તિની પલાંસીમાં પદ્મનું ચિહ્ન છે. આજે પણ મૂળનાયકના મંદિરની સામે જ આ મંદિર આવેલું છે. આ મૂર્તિમાં ખાસ વિશિષ્ટતા એ જ છે કે શત્રુંજય ઉપરના જિનર્માંદેર સિવાય કાપણુ તીર્થના જિનમંદિરની અંદરની ગણુધરાની મૂર્તિઓ તીર્થંકરની માફક પદ્માસને પ્રાચીન શિલ્પીઓએ ઘડી નથી. મૂળનાયકના મંદિરનું શિખર બહુ જ ઊંચું, ઊડતી ધ્વન્ત સહિત ચિત્રકારે ચીતરીને તે સમયના જિનમંદિરની વિરાાલતાના આબેહુબ ખ્યાલ આપવા પ્રયત્ન કર્યાં છે. બંને મૂર્તિઓની નીચે એક પટ્ટીમાં હાથીઓની એક હાર ચીતરેલી છે. નીચેના ભાગમાં પહાડની આકૃતિ છે. બંને મૂર્તિની ડેડ નીચે ધર્મચક્રની રચના છે હરણીઆના બેડલાં મૂકીને કરી છે, ચિત્ર ૨૧૧ મહાતીર્થ શ્રીગીરનાર. સાહન. પ્રતમાંથી શિખરબદ જિનમંદિરની મધ્યમાં શંખના સંછનવાળી આભૂષણ સહિતની મૂળનાયક બાવીસના તીર્થંકર શ્રોનેમિનાયની સુંદર મૂર્તિ ચીતરી છે. ચિત્ર ૨૧૦ની માર્કક આ ચિત્રમાં પણ શિખર ઉપર ધ્વજા કરી રહી છે. મૂળ નાયકની જમણી બાજુએ એક પુરુષ અને એક સ્ત્રી એ હાથની અંજિલ બ્લેડીને સ્તુતિ કરતાં દેખાય છે. ઘણું કરીને આ વ્રત ચીતરાવનાર ધણીધણીઆણી તેઓ હશે એમ લાગે છે. ડાબી બાજુએ કાઉસગ્ગયાને ઉમેલી એક સ્ત્રીની આકૃતિ છે, જે ઘણું કરીને ‘રાજિમતી'ની હેવી બ્લેઇએ, કારણ કે મૂળનાયકના મંદિરથી જરા ઉંચની ટેકરી ઉપર ‘રાજુલની ગુફા' નાનની એક ગુફા માટે પણ ગિરનાર ઉપર વિદ્યમાન છે. રાજુલના ઉપરના ભાગમાં એ પદ્માસનસ્થ નિમૂર્તિ છે જે ચીતરીને ચેાથી અને પાંચમી ટૂંક બતાવવાના આશય ચિત્રકારના હાવા જોઇએ એમ લાગે છે. તે દેરીના ઉપરના ભાગમાં એક હંસપક્ષીનું વ્હેલું ચીતરેલું છે. ચિત્રની ડાબી બાજુના શિખર ઉપર એક પક્ષી ચીતરેલું છે તથા ઉપરના ખુણામાં પહાડની આકૃતિ કરી શ્રીનેમિનાથ ભગવાનના શાસનની અધિકાયિકા અંબિકા
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy