SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જેન ચિત્રકલ્પદ્રુમ પ્રભુનાં વચન સાંભળી ક્રોધાયમાન થએલો કમઠ તાપસ કહેવા લાગ્યા કેઃ “હું જાણું છું કે તમે એક રાજપુત્ર છે અને રાજપુ તે કેવળ હાથી-ઘોડા જ ખેલી જાણે! ધર્મનું સાચું તત્ત્વ કેવળ અમે તપોધન જ જાણીએ. મારાં માજશેખ તમને મુબારક હો, અમારા તપની વચમાં તમે વ્યર્થ માથું ન મારે.’ હામાસાગર પ્રભુએ આ વખતે વધારે વાદ ન કરતાં પોતાના એક સેવક-નોકર પાસે પિલું સળગતું કાટ બહાર કઢાવ્યું અને તેને યતનાપૂર્વક–સાવચેતીપૂર્વક ફડાવ્યું, તેમાંથી તરત જ તાપ વડે આકુળવ્યાકુળ અને મરણુપ્રાયઃ થએલા એક સર્ષ નીકળ્યો. પ્રભુની આજ્ઞાથી એક સેવકે તે સપને નવકારમંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યું; તે સાંભળી સર્પ તરત જ મૃત્યુ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયો. કમઠ તાપસ લોકોનો તિરસ્કાર પામી પ્રભુ પ્રત્યે દ્વેષભાવ રાખતો લોકોમાં અપકીર્તિ પામી બીજે સ્થળે ચાલ્યો ગયો. તે તપ તપી મરણ પામીને ભવનવાસી મેઘકુમાર દેવોમાં મેઘમાલી નામે દેવ થયો. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં ક્ષાના પરિચયની શરૂઆત ઉપરના પંચાગ્નિ તપના ચિત્રથી થાય છે. મધ્યમાં કમઠ બેઠે છે, ચારે બાજુ ચાર દિશામાં અગ્નિકુંડે સળગે છે અને મસ્તક ઉપરનો તાપ બતાવવા ઉપરના ભાગમાં ગોળાકાર સુર્ય ચિત્રકારે ચીતરી પંચામિ તાપની રજુઆત કરી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલો સળગતા સાપને ઉદ્ધારને પ્રસંગ જોવાનો છે. હાથી ઉપર જમણા હાથમાં અંકુશ પકડીને ડાબો હાથ આઝાદર્શક રીતે રાખીને પાકુમાર બેઠા છે, હાથીની આગળ નોકરે યવનાપૂર્વક કાર ચીરીને બહાર કાઢે મરણતોલ સ્થિતિમાં નાગ દેખાય છે. ચિત્ર ૨૦૭ કમઠને ઉપસર્ગ. કાંતિવિ૦ ૧ ના પાના ૫૯ ઉપરથી. આ પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૧૧નું વર્ણન. ફેરફાર માત્ર આ ચિત્રમાં પ્રભુના માથે સંકડા ફણાએ ચીતરી છે તથા પ્રભુની બંને બાજુએ બીડાએલાં કમળનાં ફૂલ ઉપર જમણ બાજુએ તથા ડાબી બાજુ ત્રગુ પક્ષીઓ બેઠેલાં, ચિત્ર ૧૧૧ કરતાં અને ચિત્રકારે વધુ ચીતરેલા છે તે છે. Plate LXV ચિત્ર ૨૦૮ શ્રી પાર્શ્વનાથનું નિવગુ. સેહન. પ્રતના પાના ૪૮ ઉપરથી પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ સમેતશિખર ઉપર થએલું હોવાથી ચિત્રકારે પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનની બેઠકની નીચે પર્વતની દાઢાએ ઉપર સિદ્ધશીલાની અર્ધચંદ્રાકાર આકૃતિ ચીતરી છે. બંને બાજુ સુંદર બારીક ઝાડ ચીતરેલાં છે. પ્રભુના મસ્તક ઉપર ધરણેન્દ્રની સાત ફણું તથા કણ ઉપર છત્ર છે. વિસ્તૃત વર્ણન માટે જુએ ચિત્ર ૧૧૧નું વર્ણન. ચિત્ર ૨૦૯ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સમવસરણ. સમવસરણના વર્ણન માટે જુઓ ચિત્ર ૭૨ નું વર્ણન. સાહન. પાના ૪૭ ઉપરથી, ચિત્ર ૨૧૦ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય. સોહન. આ પ્રમાં ચિત્રકારને આશય શ્વેતામ્બર જૈનોના
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy