SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૧૫ આસન ઉપર પદ્માસને બેઠક; શરીરનો વર્ણ પીળો; કંચુકી લાલ: મુકુટ સુવર્ણન; લાલ રત્નજડિત બતાવવા ચિત્રકારે પીળા રંગના મુકુટમાં લાલ રંગની ટીપકીએ કરી છે; ઉત્તરીય વસ્ત્ર વચમાં લાલ રંગનો પટાવાળા કાળા રંગનું; તેના કમળના આસનમાં ઉપરાઉપરી ત્રણ કમળે છે, જેમાં જુદીજુદી જાતના રંગે ચિત્રકારે ભરેલા છે; સાથી નીચેના કમળને રંગ પીળા, તેની ઉપરના વચ્ચેના) કમળનો રંગ આસમાની (Sky blue) તથા સૌથી ઉપરનો કમળને રંગ બરાબર કમળના રંગ જે ઝાંખો ગુલાબી છે. લક્ષ્મી સંબંધી સુંદરમાં સુંદર પ્રાચીન સ્થાપત્યો અને પ્રાચીન ઉલ્લેખ ઉપરથી . આનંદકુમારસ્વામીએ એક મનનીય લેખ લખેલો છે.૨૫ આ સેળ વિદ્યાદેવી તથા બીજ યક્ષે અને દેવીઓનાં કુલ મળીને એકવીસ ચિત્રોનાં આયુધ વગેરે, બીજા ગ્રંથો જેવા કે (1) નિર્વાણુકલિકા, (૨) આચારદિનકર, (૩) પ્રવચન સારોદ્ધાર વગેરેમાં આપેલાં વર્ણન કરતાં થોડા ફેરફારવાળાં કેટલેક ઠેકાણે જણાઈ આવે છે, તેથી એમ સાબિત થાય છે કે બીજા પણ જૈન મૂર્તિવિધાનનાં વર્ણનોના ગ્રંથે આ પ્રત ચીતરાઈ હશે ત્યારે હાલા જોઇએ. આ પ્રતનાં ચિત્ર ઉપરથી બારમા સૈકામાં ગુજરાતનાં સ્ત્રી-પુરો કેવી જાતનાં વસ્ત્રાભૂષણે પહેરતાં તેને ખ્યાલ આવી શકે છે. વળી આ એકવીસે ચિત્રોમાં લક્ષ્મીદેવી સિવાયનાં વીસ ચિત્રોની આકૃતિઓની બેઠક ભદ્રાસને છે અને બધાને આકાશમાં ગમન કરતાં બતાવવા ચિત્રકારે દરેકના વસ્ત્રના છેડા ઊડતા દેખાડવ્યા છે, દેવીઓમાં દેવીઓના ત્રણ પ્રકારે છેઃ (૧) કુમારિકા-રસ્વતી આદિ; (૨) પરિગ્રહીતા (પરિણીતા)–વેટયા આદિ; (૩) અપરિગ્રહીતા (છાએ ગમે ત્યાં ગમન કરવાવાળા) –શ્રી લક્ષ્મી આદિ. દેવદેવીઓનાં આ સ્વરૂપ તે સમયનાં સ્ત્રી અને પુરૂતરોનું સ્પષ્ટ નિરૂપણ કરે છે. આકૃતિઓ ઘણી જ ત્વરાથી દોરાએલી હોવા છતાં ચિત્રકારની કુશળતા રજુ કરે છે. દેવીઓના હાથમાં જે ટભરી રીતે આયુ રમતાં મૂકેલાં છે તેમાં કલાદષ્ટિ સ્પષ્ટ તરી આવે છે. Plate IX ચિત્ર ૩૭ સોળ વિદ્યાદેવી. દેલવાડા (આબુ)ના વિમલવસહીના જિનમંદિરમાં ઘુમટની છતમાં સ્થાપત્યમાં કિતરેલી સોળ વિદ્યાદેવીઓની સુંદર મૂર્તિઓ. Plate X ચિત્ર ૨૮ સરસ્વતી. ચિત્ર નં. ૩૪ વાળું જ ચિત્ર છાણના બંદરના ચિત્ર ઉપરથી બેવડું મોટું કરીને અત્રે મૂળ રંગમાં રજુ કર્યું છે, વર્ણન માટે જુઓ ચિત્ર નં. ૭૪નું વર્ણન. Plate XI ચિત્ર ૪ ચશ્વરી. વર્ણન માટે જુએ ચિત્ર નં. ૨૦ નું વર્ણન. RUDr. Coomarswainy in Eastern Art. Vol. I. No. 3. 1929.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy