SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જેન ચિત્રકકુમ ચિત્ર ૩૫ અંબાઇ (અંબિકા); પ્રતના પાના ૨૨૭ ઉપરથી; વિ. સં. ૧૨૪૧ (ઈ. સ. ૧૧૮૪)માં પ્રાચીન ગુજરાતી ભાષામાં ભરતેશ્વર બાહુબલિ રાસની રચના કરનાર શ્રીશાલિભદ્રસૂરિએ રચેલા બુદ્ધિરાસની શરૂઆતના મંગલાચરણમાં અંબિકાન અંબાઈ નામથી જ ઉલ્લેખ કર્યો છે. જે નીચે પ્રમાણે છે:૨૨ ‘પણુમવિ દેવિ આંબાઈ, પંચાણુણ ગામિણિ વરદાઈ જિણ સાસણિ સાંનિધિ કરઈ સમિણિ સુર સમિણિ તું સદા સોહાગિણિ.” અંબા એટલે માતા-જનની જેવી રીતે માતા પિતાના સંતાન ઉપર વાત્સલ્ય ભાવને ધરનારી હોય છે તેમ અંબિકા પણ ભક્તજનું વાત્સલ્ય કરવાવાળા હોવાથી તેનું અંબાઈ-અંબિકા નામ સાર્થક છે. આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે તેના જમણા હાથમાં પુત્ર રાખીને તેના તરફ વા થતા ભર્યા નયનાએ નિહાળી રહેલી અને તેના ડાબા હાથમાં પરમ મંગલારૂપ આશ્રલંબી આપીને તેના નામની સાર્થકતા સિદ્ધ કરી બતાવી છે. અંબિકાદેવીના પૂર્વભવ વગેરેનું વર્ણન શ્રીજિનપ્રભસૂરિએ વિવિધ તીર્થ ક” નામના ગ્રંથમાં અંબિકાદેવી ક૫માં કરેલું છે.૨૩ અંબિકા દેવીની પણ ભિન્ન ભિન્ન પ્રકારની સુંદર મુનિએ, સુંદર ચિત્રો તથા ભિન્ન ભિન્ન પ્રકારનાં સ્તો, મંત્ર, વૈો વગેરે મળી આવે છે, પરંતુ વિસ્તારભયથી તે અંગે નહિ આપતાં હવે પછી મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.૨૪ ચિત્ર ૩૬ મહાલક્ષમી (લમી); પ્રતના પાના ૧ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ ઇંચ છે. મૃભૂમિ રાતા સીરિયા રંગની; ચાર હાથ ઉપરના જમણ તથા ડાબા બંને હાથમાં કમળનાં વિકસિત ફૂલ અને દરેક ફૂલની મધ્યમાં એક હાથી સુંદ લાંબી કરીને અભિષેક કરવાની તત્પરતા બતાવતા હોય એવી રીતે આલેખેલા; નીચેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં સોનાનો કુંભ-કલશ; કમલના seems to have belonged to the Svetambar sect. The goddess is shown sitting squatted, with her knees up, on a rectangular pe. destal, holding a manuscript in her left hand. The right hand, which was raised, has been lost. The figure is clothed in very stiffly executed drapery, a small attendant with hair dressed in rolls stands on each side. The attendant on the left wears a tunic and holds a jar - the attendant on the right has his hands clasped in adoration.' - 'Statues of Sarasvati and a female plate. 99 page 56 in 'Thic jain stupa and other antiquities of Mathura.' 1901 by V. A. Smith I. C.S. ૨૨ જે . ક, ભા. ૧, પૃષ્ઠ ૨. ૨૩ “અમ્બિકાદેવી કહ૫' નામ આ કપ મૂળ પ્રાકૃત તથા ગુજરાતી ભાષાંતર સાથે બપભટ્ટસરિત ‘ચતુર્વિશતિક' નામના ગ્રંથના પાન ૧૪૫ થી ૧૪૯ ઉપર આપેલ છે. ૨૪ જુઓ મા પાવતી હg” નામને જૈન મંત્રશા અને શ્રેય.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy