SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જેન ચિત્રકલ્પદ્રુમ પ્રકારે સાનિધ્ય કરવાવાળી હોવાથી મહામાનસી; પ્રતના પાના ૧૭૩ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ ઈચન્સમચોરસ; પૃષ્ઠભૂમિ સીરિયા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ઢાલ, અને નીચેનો જમણે હાથ વરદ મુદ્રાએ તથા ડાબા હાથમાં બીરાનું કળ; શરીરનો વર્ણ સફેદ; મુકટને સુવર્ણ, કંચુકી સફેદ રંગની; ગળે લાલ કઠે; ઉત્તરીય વસ્ત્ર વચેવચ્ચે લાલ રંગની ભાતવાળું પીળા રંગનું; કિનારને રંગ ઘેરો લાલ; સિંહના વાહન ઉપર ભદ્રાસને બેઠક. આ સોળે વિઘાદેવીઓની ગરદનની પાછળ અને મસ્તકના ઉપરના ભાગમાં ચિત્રકારને આશય ઊડતું વસ્ત્ર બતાવીને તેને આકાશમાં ગમન કરતી બતાવવાનો છે. Plate VIII ચિત્ર ૩૨ બ્રહ્મશાંતિ થક્ષ; પ્રતનું પાનું ૨૨૭; ચિત્રનું કદ ૨૪૨૩ ઇંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; દેખાવથી વિકરાલ; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં છત્ર તથા ડાબા હાથમાં દંડ, અને નીચેના જમણા હાથમાં પુસ્તક તથા ડાબો હાથ વરદ મુદ્રાએ; શરીરને વણે પીળા; હંસના વાહન ઉપર ભદ્રાસને બેઠક; મુકુટમંડિત જરા; આ ચિત્ર તથા ચિત્ર ન. ૪૮ વરચે ઘણું જ સામ્ય છે. બ્રહ્મશાંતિ યક્ષની માન્યતા ઘણી જ પ્રાચીન છે. એક માન્યતા એવી છે કે મહાવીરને વર્ધમાનપુર (હાલના વઢવાણુ)ની પાસે ચાના મંદિરમાં જે લપાણિ યક્ષે મિથ્યાષ્ટિ અવસ્થામાં ઉપસર્ગ કર્યો હતો, તે જ શૂલપાણિ યક્ષ પછીથી સમકિત પામ્યો અને તે જ બ્રહ્મશાંતિ યક્ષ તરીકે એળખાવા લાગ્યો. ચિત્ર ૩૭ કપર્દિયક્ષ (કવયક્ષ); પ્રતનું પાનું ૨૨૬; ચિત્રનું કદ ૨૪૨ ઇંચ; પૃષ્ઠભૂમિ લાલ; હાથ ચાર; ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ, અને નીચેનો જમણો તથા ડાબો હાથ વરદ મુદ્રાએ; છાતીના ભાગમાં વાદળી રંગનું ઉધાડા કબજા જેવું વસ્ત્ર; ધતીને બદલે વચમાં સફેદ બુટ્ટીઓ વાળું લાલ રંગનું ઢીંચણ સુધીનું ઉત્તરીય વસ્ત્ર; આ ચિત્ર તથા ઉપરોક્ત ચિત્ર નં. ૩૨ ઉપરથી તે સમયના પુરુષોના પહેરવેશનો સુંદર ખ્યાલ આવી શકે છે. આ યક્ષની માન્યતા પણ બહુ જ પ્રાચીન સમયથી ચાલી આવે છે. વિ. સં. ૧૦૮ (ઈ. સ. ૫૧)માં શ્રી વજસ્વામીજીએ સંધવી–હિ જાવડશાહને ઉપદેશ આપીને ઉદ્ધાર કરાવેલો તે સમયે હાલના કવયક્ષની સ્થાપના શત્રુજ્યના ધષ્ઠાયક તરીકે કરી છે. હાલમાં પણ એક નાની દેરીમાં પ્રાચીન મૃત ઉપર નવીન રંગરોગાન કરેલી કવદયક્ષની મૂર્તિ પ્રતિષ્ઠિત કરેલી છે.૨૦ ૨૦ એક પ્રાચીન હસ્તલિખિત પત્ર ઉપર શ્રીરંક્ષસ્તુતિ: નામની સ્તુતિ મને મળી આવી છે જે નીચે પ્રમાણે છે: श्रीमागादिजिनपूजनबद्धकक्षः प्रत्यूहमीतभुवनाभयदानदक्ष । प्रौढप्रभाबविहिताखिलसंघरक्षः शत्रुजये विजयतां स कपर्दियक्षः ॥ १ ॥ दारिद्रयरौद्रसन्तमसं समन्तात्रैवास्य वैश्मनि कतस्मयमभ्युदेति । यज्ञ कपर्दिनमदुर्दिनभानुमन्तः मन्तःस्फुरन्तमुदितोदितमीक्षते यः ॥ २॥
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy