SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલપકુમ ચિત્ર ૧૨ શ્રી હેમચંદ્રસૂરિ. પાટણના , પા. ભંડારની, ત્રિપાઠી શલાકા પુય ચરિત્રના અંતિમ પર્વ (મહાવીર ચરિત્ર)ની, વિ. સં. ૧૨૯૪ (ઈ.સ. ૧૨૯૭)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતનાં પ્રશસ્તિનાં છેલ્લાં ત્રણ પત્ર પૈકીના પ્રથમ પત્ર ઉપરથી લેવાએલું, શ્રી હેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધિમાં આવેલું આ ચિત્ર તેરમા સૈકાના સાધુઓના રીતિરિવાજ તથા પહેરવેશનું સંપૂર્ણ દિગદર્શન કરાવે છે. ચિત્રમાં વચ્ચે સિંહાસન ઉપર શ્રી હેમચંદ્રસૂરિ બેઠેલા છે. પાછળ એક શિષ્ય કપડું હાથમાં રાખીને ગુરુની સુશ્રુષા કરતો દેખાય છે. (પ્રાચીન ચિત્રોમાં જેમ રાજાએ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા અને સિહાસનની પાછળ ચામર ધરનાર ચીતરાતા તેવીજ રીતે જેનશાસનરૂપ રાજ્યના જેવા પ્રભાવિક રાજમાન્ય આચાર્યોનાં ચિત્રોમાં પણ તેઓને સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા અને સિંહાસનની પાછળ શિધ્ય સુશ્રુષા કરતા ચીતરેલા હોય છે, જે તેઓની બહુમાનતાનું સૂચન કરે છે). સામે બેઠેલા શિષ્ય હાથમાં તાડપત્ર રાખીને મુની પાસે વાચના લેતા હોય એમ લાગે છે. શ્રી હેમચંદ્રસૂરિના ડાબા હાથમાં મુહપતિ છે અને જમણે હાથ પ્રવચન મુદ્રાએ રાખેલે છે.૧૨. ચિત્ર ૧૩ પરમહંત કુમારપાળ. ચિત્ર નં. ૧૨ વાળી પ્રતના છેવટની પ્રશસ્તિના બીજા પુત્ર ઉપરથી લીધેલું ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ પરમહંત શ્રી કુમારપાળના નામથી પ્રસિદ્ધિમાં આવેલું આ ચિત્ર તેરમા સૈકાના વૈભવશાલી ગૃહસ્થોના રીતિરિવાજ-પહેરવેશના સુંદર પુરાવા રૂપે બહુ જ અગત્યનું છે. કુમારપાળ પિતે અંજલિમુદ્રા એ૧૩ બંને હાથમાં ઉત્તરાસંગનો છેડો પકડીને, અને જમણે ઢીંચણ જમીનને અડાડીને ડાબા ઢીંચણ બે રાખીને ગુમહારાજને ઉપદેશ શ્રવણ કરતા દેખાય છે.૧૪ મૂળમાં પાયજામો તથા કટ વાદળી રંગના આલેખેલાં છે અને તે જરીથી ભરેલાં બતાવવા ચિત્રકારે મૂળ ચિત્રમાં પીળા રંગને ઉપયોગ કરે છે. અગાઉ આપણે જાણી ગયા છીએ તેમ મસ્તકની પાછળ વાળને અંબોડો વાળેલો સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૧૪ શ્રાવિકા શ્રીદેવી. એ જ પ્રતની પ્રશસ્તિના ત્રીજા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે અને તે તેરમા સૈકાના વૈભવશાલી ગૃહસ્થની સ્ત્રીઓના પહેરવેશને સુંદર પ્રખ્યાલ આપે છે. ચિત્ર નંબર ૧૩ માંના આલેખન પ્રમાણે અંજલિ જેડીને બેઠેલી આ સ્ત્રીનું નામ શ્રીદેવી છે અને જે દિશા પાલવંશની છે તેવું પ્રશસ્તિ ઉપરથી જણાય છે.૧૫ તેણીના માથાનો ભાગ આપણે અગાઉ १२ दक्षिणाष्ठेन तर्जनी संयोज्य शेषाङ्गलीप्रसारणेन वामहस्तं हृदिन्यसेत् ततः प्रवचनमुद्रा ॥६॥ सूरिमन्त्रनित्यकर्म पृष्ठ १. १३ उत्तानो किञ्चिदाकुञ्चितकरशाखौ पाणी विधारयेदिति अंजलिमुद्रा ॥१॥ निर्वाणकलिका पृष्ट ३३. ૧૪ જૈન ગૃહસ્થ આજે પણ જિનમંદિરોમાં પ્રભુ સન્મુખ ત્યવંદન કરતાં તેમ ઉપાશ્રયમાં ગુમહારાજ સમુખ વ્યાખ્યાન શ્રવણ કરતાં આ પ્રમાણે જ બેસે છે. જે સાબિતી આપે છે કે આ પ્રથા આજે સાત વર્ષ થયાં હજુ પણ જેમની તેમ પ્રચલિત છે. १५ संवत १२९४ वर्षे चैत्र वदि ६ सोमे लिखितमिदं श्रीमहावीरचरित्र पुस्तक लेख. महिणलेन इति મે | મંજરું માત્ર છે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy