SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ Plate II ચિત્ર ૨ શ્રીઅમરચંદ્રસુરિ. વિ. સં, ૧૩૪૯ (ઇ.સ. ૧૨૯૨)ની, પાટણના ટાંગડિયાવાડાના જિનમંદિરમાં આવેલી ‘પદ્માનન્દ મહાકાવ્ય' તથા બાલભારત' આદિ ગ્રંથેાના કર્તો વાયદ્રગચ્છીય શ્રીઅમચન્દ્ર સૂરિની આ ભદ્રાસનસ્થ પ્રાચીન શિલ્પપ્રતિમા ગુજરાતના ઇતિહાસ માટે ઉપયાગી છે.તેની જમણી બાજુએ વ. મહેન્દ્રની મૂર્તિ છે. ૧૦૩ ચિત્ર ૩ શ્રીદેવચંદ્રસૂરિ, ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ વનરાજને આશ્રય આપીને ચંદુર ગામમાં શ્રાવકને ત્યાં ઉછેરાવનાર આચાર્ય શ્રીશીલગુસૂરિના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિની આ પ્રાચીન શિલ્પ પ્રતિમા પણ ગુજરાતના ઇતિહાસ માટે બહુ મહત્ત્વની છે. મૂર્તિની ગરદનની પાછળ જૈન સાધુનું ચિહ્ન એધે કોતરેલું છે. આચાર્ય ભદ્રાસને બિરાજમાન છે, છાતી સન્મુખ રહેલા તેમેના જમણા હાથમાં નવકાર વાળાનું કુમનું છે; ડાભા ઢીંચણની નીચે સ્થાપનાચાર્યજી છે, ચિત્ર ૪ શ્રીપાર્શ્વનાથ પાટણના ખડાકાટડીના પાડાના જિનમંદિરમાં આવેલી અપ્રતિમ કારીગરીવાળા પરિકર હિતની મૂળનાયક શ્રીપાર્શ્વનાથની અદ્ભુત શિલ્પપ્રતિમા. ચિત્ર ૫ લાકડાની પૂતળી. પાટણના કુંભારીઆ પાડાના શ્રીઋષભદેવ પ્રભુના જિનમંદિરના રંગમંડપમાં થાંભલાની કુંભી ૫૨ કાતરેલી લાકડાની શિલ્પમૂર્તિ ચિત્ર ૬ દેવી પદ્માવતી. પાટણુના ખેતરપાલના પાડામાં શ્રીશીતલનાથના જિનમંદિરમાં મૂળનાયકની મૂર્તિની ડાખી બાજુના ખૂણા ઉપર આવેલી પદ્માવતી દેવીની પ્રાચીન સ્થાપત્ય મૂર્તિ, ચિત્ર ૭ ગૂર્જરેશ્વર વનરાજ, પાટણના પંચાસરા પાર્શ્વનાથના જિનમંદિરમાં પેસતાં દેરાસરની જમણી બાજીથી શરૂ થતી ભમતીની પહેલી જ નાની દેરીમાં, ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ વનરાજની, શૂરવીરતા દાખવતી આ ઊભી મૂર્તિ આવેલી છે. તેના માથા ઉપર છત્રનું રાજ્યચિહ્ન છે; તેના મસ્તકની પાછળ આભામંડળ છે. તેના જમણા હાથ સત્તાચક રીતે રાખેલા છે અને ડાબા ખભા ઉપરથી જમણી બાજુની ત્સંગ સુધી તે સમયને શૂરવીરેના એક રિવાજ સૂચવતી જનોઇની માફક નાખેલી લોખંડની સાંકળ છે, જેના ગઠ્ઠાને ભાગ મૂર્તિના ડાબા હાથથી પકડેલા કોતરેલે છે. તેની પાછળ પીઠના ભાગમાં ઉત્તરાસંગના વસ્ત્રના છેડા પગના ઢીંચણના પાછળના ભાગ સુધી લટકતા કોતર્યાં છે. આ મૂર્તિને અંગમરેડ ચિત્ર નંબર ૯ ની સરસ્વતીની ઊભી સ્મૃતિના સંવત ૧૧૮૪ના ચિત્ર સાથે બરાબર મળતા આવે છે. એટલે કેટલાકેા જે એમ માને છે કે આ મૂર્તિ મુસલમાની રાજ્યઅમલ દરમ્યાનની છે તે માન્યતા ખોટી છેૢ છે. અલબત્ત, એવા અંગમરાડની રજુઆત બારમા સૈકા પછીનાં ચિત્રામાં અગર મૂર્તિઓમાં જવલ્લે જ દેખાય છે. મારી માન્યતા પ્રમાણે આ મૂાત બારમા સૈકા પૂછીની તો નથી જ, વનરાજની જમણી બાજુએ આવેલી મૂર્તિ તેના મંત્રી બની હિં, પણ તેની નીચેની The figures of the king and of his Mantri or minister Jamba, who stands against the returning wall on his right.—Archeological Survey of Western India, vol. IX. page 44.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy