SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પદ્રુમ દાઢી ચીતરેલી છે. તેમ જ કપસૂત્રની કાગળની પ્રત ઉપરના હાંસિયામાંના કામદેવ પણ દાઢીવાળા જ ચીતર્યા છે. શ્વસંતવિલાસમાં કામદેવનું ચિત્ર દાઢી એ કામદેવના સ્વરૂપનું આવશ્યક અંગ હેવા માટે એક વધુ પ્રમાણ મળી આવ્યું છે, શ્રીયુત ન્હાનાલાલ ચમનલાલ મહેતાએ એવા જ કામદેવના ચિત્રની નોંધ ‘વસંતવિલાસ'ની ચિત્રમાલામાં કરી છે. સુશોભિત વસ્ત્રોમાં સજ્જ થએલા, દાઢીવાળા, પ્રભામંડલથી પ્રકાશિત અને ડાબા હાથમાં કમળદંડ લીધેલ એવા કામદેવ “વસંતવિલાસ’ના ચિત્રક ૧૩માં છે.૧૫ સામે કામદેવ પત્ની રતિ દેખાય છે. આમ મમુરાજિથી ગૌરવવનું દેખાતું કામદેવનું સ્વરૂપ પરંપરાપ્રાપ્ત અને સિદ્ધ હોવું જોઈએ એમ કહેવાનું મન થાય છે. ગીતા, અધ્યાય ૧૦ કંદર્પનું ચિત્ર વડેદરાના પ્રાચ્યવિદ્યામંદિરના ચિત્રસંગ્રહમાં “પચરત્ન ગીતાનો સચિત્ર ગુટકે છે. તેમાં ભગવદ્ગીતાનાં ચિત્રો અદષ્ટપૂર્વ અને ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. ગીતાના દસમા અધ્યાયમાં વિભૂતિયોગ વર્ણવ્યો છે. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ, સૃષ્ટિનાં સર્વ સર્જનોમાં જે શ્રેષ્ઠતાસૂચક અંશ છે તે પરમાત્માનો અંશ છે–અથવા એ શ્રેષ્ઠતા અને તેજસ્વીપણું પરમાત્માને લીધે છે, એવું અર્જુનને સમજાવે છે. આ પ્રકારના શ્લોક ૧૯થી ૩૮ સુધીના છે. એ લેકના એક એક પાદને અનુસરતું ચિત્ર ચિત્રકારે રંગરેખાંકિત કર્યું છે. એવાં સિત્તેર ચિત્રો એ ગુટકામાં છે. રાજપૂત કલા ઉપર મુગલ અસર થયા પછીની ચિત્રપદ્ધતિ એ રજૂ કરે છે. તેમાં “બઝનયામિ યઃ ' એ ચરણનો ભાવાર્થ વ્યક્ત કરવા જગતની ઉત્પત્તિ કરાવનાર કંદર્પ–કામદેવનું ચિત્ર આપ્યું છે. કામદેવના મૅળામાં ધનુષ્ય પડયું છે. અને એક હાથમાં પાંચ પેયણાંની કળીઓ, મૃણાલદંડ સાથે છે. રતિરોને ગુજરાતમાં પ્રચાર કિકણદેશના કુકમભટ્ટના તિરચને તિરમા શતકનો પૂર્વાર્ધ) પ્રચાર ગુજરાતમાં વિશેષ થયો હોય એમ જણાય છે. તેની બે સચિત્ર પિથીઓની નોંધ ઉપર લીધેલી જ છે; અને એ જ કામશાસ્ત્રના ગ્રંથની છાયારૂપ “કેકચઉપાઈ' અને કોકસાર” જેવા ભાવગ્રાહી ગદ્યપદ્ય અનુવાદ ગુજરાતમાં ઠીક 44'ENT: Gujarati Painting in the 15th century '- A Further Essay on Vasant Vilas (1931 : London ), p. 12, Note on Picture No. 13. "Shows the God of love elaborately dressed, bearded, haloed and holding a lotus-stalk in his left hand. In front is his wife Rati." 15 Asiatic Researches, Vol. I 178641 Wishim 17.-'Gods of Italy, Greece and India' સંબંધી તુલનાત્મક લેખ લખે છે. તેમાં માતાના દસમા અધ્યાયનાં તેમને પ્રાપ્ત થએલાં ચિત્રના કેટોગ્રાફ આપ્યા છે. તે ભેગું “કંદ”નું ચિત્ર આપ્યું છે અને તેની સરખામણી ગ્રીક Eros (Cupid) સાથે કરી છે. આ ચિની પદ્ધતિ માવિદ્યામંદિરના ગુટકાને મળતી આવે છે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy