SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકામ લેકની સામે દોરેલું ચિત્ર સંબંધ ધરાવે છે (ચિ. નં. ૧૪૩). કના રિરીકા પદમાંના “કરિ' શબ્દથી ધનિત થતા હાથીનું આલેખન એ લેકને ભાવાર્થ વ્યક્ત કરવા થએલું છે એમ લાગે છે. બીજી રીતે કહીએ તે લોકને રહસ્યનું સ્પષ્ટીકરણ અથવા દઢીકરણ ચિત્રદ્વારા અભિપ્રેત છે. ચિત્રમાં હાથી એ સામાન્ય પ્રાણી નથી; પણ એક વિલક્ષણ સંજનાથી ઘટાલે હાથીને આકાર છે. “નવનારીકુંજર’ને નામે ઓળખાતી એ આકૃતિ નવ સ્ત્રીઓની કલામય ગૂંથણીથી સિદ્ધ થએલી છે. હાથી ઉપર બેઠેલા પુરૂને માથે છત્ર ધરીને એક સ્ત્રી બેઠેલી છે. પુરુષને માથે મુકટ છે. ચિબુક ઉપર નાની સરખી દાઢી ઉગેલી છે. તેના બંને હાથમાં આકર્ષલંબિત ધનુષ્ય છે. ધનુષ્ય ઉપર બાણુ સજજ કરેલું છે. એ બાણનું લક્ષ્ય અથવા નિશાન બનેલી એવી એક સ્ત્રી સામે દેખાય છે. એ સ્ત્રીનો વસ્ત્રપાલવ તથા વેણ હવામાં પાછળ ઊડતાં દેખાય છે; છતાં નારીકુંજરમાંની સ્ત્રીઓની વેણી બાંધેલી છે, તેથી પ્રસ્તુત ચિત્રને નિમણુકાળ સોળમા શતકમાં હશે.૧૩ પુછપથી ગંથેલી અને છૂટી મૂકેલી એવી વેણી પંદરમા શતક સુધીનાં સ્ત્રીઆલેખનમાં છે છતાં માથું ઊઘાડું જ છે, તેથી એ વસ્તુસ્થિતિ રાજપૂત સમયની પહેલાં આ ચિત્રને મૂકવામાં સહાયભૂત થાય છે. હાથી ઉપર બેઠેલો પુરુષ કામદેવ હોય અને બાણનું લક્ષ્ય બનેલી શ્રી રતિ હોય અથવા સ્ત્રી જાતિની કોઈપણ પ્રતિનિધિ હોય એમ અનુમાન થાય છે. * ઉપર કલ્પસૂત્રના પાનાના હાંસિયામાં, નારી-અશ્વ'ની નોંધ કરતી વખતે સ્ત્રીઓના બનેલા અશ્વ ઉપર બેઠેલી સ્ત્રીને પરિચય કરાવવાની પ્રતિજ્ઞા કરી હતી. તેનો ખુલાસો આ સ્થળે થઈ શકે છે. નારી-અશ્વ ઉપર બેઠેલી સ્ત્રી રતિ હોય એમ ઘણે સંભવ છે, કારણકે એ જ પાનાના સામા હાંસિયામાં બીજો એક “નારી-કુજર' તેની સન્મુખ આવી રહેલો છે. રતિની અંગરક્ષિકા એક શ્રી અશ્વિની બાજુમાં ચાલી રહી છે. નારી-કુંજર કહ૫સુત્રના હાંસિયામાં કલ્પસૂત્રના પાનાના જમણા હાંસિયામાં સ્ત્રીઓનો બનેલે હાથી ચીતરેલો છે. તેને “નારીઅશ્વ' સામે મૂકવામાં ચિત્રકારનો કંઈક હેતુ હોય એમ લાગે છે. રતિરચના પાનામાં ચીતરેલા પુરૂ જેવો જ છત્ર ધરાએલ, મુકુટવાળા અને દાદી સાથેનો એ દેખાય છે. ફરક માત્ર એટલો જ છે કે અહીં પુરુષ હાથવડે અભયમુદ્રા બતાવે છે. પાછળ એક સ્ત્રી-રક્ષક બે હાથમાં ચમ્મર લઈ ઉભેલી છે. આગળ હાથીને મહાવત પણ એક સ્ત્રી જ છે. આખા હાથીની રચના પ્રોઓની, અંગરક્ષક સ્ત્રી અને મહાવત ૫ણું ; વળી આ આકાશમાં નેકી પોકારતી હોય અથવા જયનાદ કરતી હોય એ પણ સ્ત્રી આમ આખા સ્ત્રીમય વાતાવરણમાં હાથી ઉપર બેઠેલો પુરુષ જ વિજાતીય ૧૩ વેણુ બાંધેલી છે તેટલા ઉપરથી કરતુત ચિત્રને નિર્માણકાળ સેળમા સૈકામાં મૂકી શકાય નહિ, કારણકે વેણ બાંધેલી સ્ત્રીઓ તો તેમા સૈકાનાં ચિત્રમાં પણ મળી આવે છે (જુઓ ચિ. નં. ૧૪). મારી માન્યતા પ્રમાણે આ ચિત્રનિદાન કંદરમાં સૈકા પછીનું તો નથી જ. -સંપાદક * અને જે સ્ત્રી રજૂ કરેલી છે તે રતિ નહિ પણ કામવિવલા સ્ત્રીનું પ્રતીક હોય એમ સંભવે છે. બીજું, આ નારીજરમાં બધી જ સ્ત્રીઓ છે એમ પણ નથી. એ બધાં સ્ત્રી-પુરૂનાં યુમ છે અને તે દરેક જુદીજુદી જાતની કામચેષ્ટાઓ વ્યક્ત કરે છે
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy