SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત–બાહુબલીની કથા [ ૬૯ ] નાના ભાઈઓને વંદના કેવી રીતે કરૂં? માટે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી હું પર્વદામાં જઈશ'-એમ વિચારી કૃતાર્થ બનેલા તે ત્યાં જ પ્રતિમા ધારણ કરી મૌનપણે કાઉસ્સગ ધ્યાને રહ્યા. તેવી સ્થિતિમાં રહેલા બાહુબલિને દેખી અને પિતાનું ખરાબ વતન વિચારી નમાવેલી ગ્રીવાવાળે ભરત જાણે પૃથ્વીમાં પેસવાની ઈચ્છાવાળા હોય, તે ઝંખવાણે બની ગયે. સાક્ષાત્ શતરસવાળા બધુને પ્રણામ કર્યા અને બાકી રહેલા કોયને જાણ ત્યાગ કરતા હોય તેમ લગાર ઉણ આંસુ નેત્રમાં ભરાઈ આવ્યાં. આત્મનિંદા કરતા કહેવા લાગ્યા-“ખરેખર તમને ધન્ય છે કે, જેમણે મારી અનુકંપ ખાતર રાજયનો ત્યાગ કર્યો. ખરેખર હું પાપી, અસંતોષી અને ખરાબ અહંકારવાળો છું કે, જે તમને ઉપદ્રવ કર્યો. પિતાની શક્તિ જાણ્યા વગર અન્યાય-માગે પ્રવર્તી જેઓ લોભથી જિતાયા છે, તે સર્વમાં હું અગ્રેસર છું. ભવ-વૃક્ષનું બીજ રાજય છે -એમ જાણવા છતાં જેઓ છેડતા નથી, તેઓ અધમ કરતાં પણ અધમ છે. ખરેખર પિતાને પુત્ર તું જ ગણાય કે, જે પિતાજીના માગે ગયે. હું પણ તેમને તો જ પુત્ર ગણાહ, જે તમારા ચરખો થાઉં .” પશ્ચાત્તાપજળથી વિષાદ-કાદવને સાફ કરી બાહુબલિના પુત્ર સોમયશાને તેની ગાદીએ રાજ્યાભિષેક કર્યો. ત્યારથી માંડીને સેંકડો શાખાએ યુક્ત તે તે પુરુષ-રત્નની ઉત્પત્તિના એક કારણરૂપ એ સેમવંશ ચાલુ થયો. ત્યારપછી બાહુબલિને પ્રણામ કરી પરિવાર સહિત ભરતરાજા પિતાની રાજ્યલમી સરખી અયોધ્યા નગરીમાં ગયે. દુષ્કર તપ તપતા બાહુબલિમુનિને પૂર્વભવનાં કમ સાથે એક વર્ષનો કાળ પસાર થયો. ત્યારપછી ઋષભદેવ ભગવંતે બ્રાહ્મી અને સુંદરી સાવીને ત્યાં જવા આજ્ઞા કરી એટલે બાહુબલિ પાસે આવી તે કહેવા લાગી “હે મહાસત્તવવાળા ! સુવર્ણ અને પત્થરમાં સરખા ચિત્તવાળા ! સંગ-ત્યાગ કરનારને હાથી-સ્કંધ પર આ રેહશું કરવું યોગ્ય ન ગણાય. આવા પ્રકારના તમને જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય? નીચે લીંડીને અગ્નિ હોય એવા વૃક્ષને નવપલ ઉગતાં નથી. માટે જે તમારે ભવ– સમુદ્ર તરવાની ઈચ્છા હોય, તો તમે જાતે જ વિચાર કરી લોઢાની નાવ સરખા આ હાથી ઉપરથી નીચે ઉતરો.” ત્યારપછી બાહુબલી વિચારવા લાગ્યા કે, “વૃક્ષ પર ચડેલી વેલડી માફક મારા શરીરને હાથીને સંગમ કેવી રીતે લાગે? કદાચ સમુદ્ર મર્યાદા મૂકે, પર્વત ચલાયમાન થાય, તે પણ ભગવંતની આ શિષ્યાઓ અસત્ય વચન ન બોલે. હા, જાણ્યું. અથવા તે આ માન એ -જ હાથી છે અને એ જ મારું સાનફળવાળું વિનય-વૃક્ષ નાશ પમાડયું છે.” “નાના ભાઈઓને હું કેવી રીતે વંદન કરું ?” એવા વિચારને ધિક્કાર છે. તેઓ જ્ઞાન, ચાગ્નિ, તપ વડે મોટા છે. મારું મિથ્યા દુષ્કૃત થાઓ. દેવ અને અસુરોને વંદન કરવા યોગ્ય એવા ભગવંતની પાસે જઈને નાના ભાઈઓના શિષ્યોને પણ પરમાણુ સરખે થઈ હું તેમને વંદન કરું. એટલામાં તે મુનિ પત્ર ઉપાડીને ચાલ્યા, તેટલામાં "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy