SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ { ૬૮ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજ શંતુવાદ સળગી રહેલુ હાય તેવું મહા ભયંકર યુદ્ધ શરૂ થયું. આ પ્રમાણે નિષ્ઠાણું અનેક જીવાના સહાર દેખી આ ઘણું ખાટુ' થાય છે—પ્રેમ દેખીને બાહુબલી બન્ધુને એમ કહે છે કે, ‘નિરપરાધી ઢાકાના વિનાશ કરવાનુ છેડી આપણે આપણાં ગૈાથી યુદ્ધ કરીએ.' ત્યારે ભરતે કહ્યું કે, ભલે એમ થાએ. શું હું તેમ કરવા સમથ નથી ? શક્ર પણ જેની શંકા કરે છે, તે પછી બીજાની યુદ્ધમાં કઈ ગણુના ગણવી ?' (૮૪) ( અહિંથી ૧૦૮ ગાથા સુધી અપભ્રંશ કાન્યા છે.) ' ત્યારપછી મનેએ એક મંગથી યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી અને પક્ષાના નિ– કાને યુદ્ધ કરતા નિવારણ કર્યો, એટલે તેએ સાક્ષીથી માફક બંને પક્ષમાં જોતા ઉભા રહ્યા. પ્રથમ દૃષ્ટિયુદ્ધ શરુ થયું, એટલે નિર્નિમષ નેત્રવાળા આ બંને નરદેવે જૈવે છે’ એમ દેવતાઓએ પણુ અનુમાન કર્યું, જેમાં સાક્ષીએ દેવતા હતા, એવા તે બંનેમાં ભરત હારી ગયા; એટલે પક્ષ અને પ્રતિપક્ષ સ્થાપવારૂપ વાદ-વિવાદરૂપ વાગ્-યુદ્ધ કર્યું". તેમાં પણ ભરતને પરાજય થયા, એટલે મહાભુજાવાળા બંનેએ ભુજાયુદ્ધથી યુદ્ધ શરૂ કર્યું. બાહુબલિએ પાતાના હાથ ભાળ્યે, તેને ભરત વાળવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ મહાવૃક્ષની ડાળી ઉપર વાંદરા લટકે તેમ લટકતા દેખાયા. ભરતની માટી ભુજાને બળવાન બાહુબલિએ એક જ હાથ વડે લતાનાળની જેમ વાળી નાખી. પછી મુષ્ટિયુદ્ધ શરુ થયું. એટલે બાહુબલિના ઉપર ભરત પ્રહાર કરવા લાગ્યે, પણ સમુદ્રનાં માજા કિનારા પરના પર્વત પર અથડાય તેની મા તેની મુષ્ટિએ નિષ્ફળ ગઈ. બાહુબલિએ વ સરખી મુષ્ટિના પ્રહાર કર્યો, એટલે ભરત પેાતાના સૈન્યના અશ્રુજળ સાથે પૃથ્વીમાં પડયેા. મૂર્છા ઉતર્યાં બાદ હાથી ઈતૂથળથી પર્યંતને તાડન કરે, તેવી રીતે ભરતે અભિમાનથી બાહુબલિને ક્રૂડ વડે તાડન કર્યું". ત્યારપછી બાહુઅલિએ પણુ ભરતને દંડથી માર્યો, જેથી તે ભૂમિમાં ખેડેલા ખીલા માફક ાનુ સુધી ખૂંચી ગયા. પછી ભરતને સશય થા કે, શું આ ચક્રવર્તી હશે ?' તેટલામાં યાદ રતાં તરત ચક્ર તેના હાથમાં આવી ગયું. મહાકાપથી ભૂમિમાંથી બહાર નીકળીને ભરત મહારાજાએ લશ્કરના હાહારવ સાથે તેવા પ્રચ'ડ ચમકતા ચક્રને ફૂંકયું, તે ચક્ર બાહુમલીને પ્રદક્ષિણા ફરી પાછુ આવ્યું. કાશ્યું કે દેવતાથી અધિષ્ઠિત શો એકાત્રવાળા સ્વજનાને પરાભવ કરતા નથી. તેને અનૈતિકતા દેખીને કાપથી લાલ નેત્રવાળા બાહુબલિએ ‘ચક્ર સાથે તેને ચૂરી નાખું.' એમ વિચારી મુઠ્ઠી ઉગામી. તેની માફક હું. પણ કષાયે વડે ભાઈના વધ કરવા તૈયાર થયા છું, માટે ઇન્દ્રિયેાને જિતી હું કષાયાને હછુ.' એમ વિચારતા ઉત્પન્ન થએલ વેરાગ્યવાળા માહુબલિએ તે જ સૃષ્ટિથી મસ્તકના કેશના લેાચ કરેં. અને તરત સામાયિક-ચારિત્ર ગ્રહણ કર્યું. - સુ કર્યું", સુ ́દર કર્યું' એમ આનંદપૂર્વક ખેલતા દેવતાઓએ માહુબલિના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ' બાહુબલિએ મનમાં વિચાર્યું” કે, ' ભગવ ́તની પાસે જઈને જ્ઞાનાતિયવાળા "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy