SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૬] પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ ધન પ્રાપ્ત કરીને કણ ગર્વવાળા નથી બન્યા વિષયાધીન મનુષ્યની આપત્તિ કોની અસ્ત થઈ? સ્ત્રીઓની સાથે આ જગતમાં કોનું મન ખંડિત નથી થયું? આ જગતમાં કાયમનો રાજાને પ્રિય કોણ બન્યા ? કાળના વિષયમાં કોણ બાકી રહ્યું ? કયે માગનાર ગીરવ પામ્યા? દુર્જનની જાળમાં ફસાએલ ક મનુષ્ય સેમે કરીને બહાર નીકળી શકશે.” -એમ વિચાર કરીને ફરી તેઓએ કહ્યું કે, પ્રભુને પૂછીને પછી તેઓ કહેશે તે તેમની આજ્ઞા મસ્તકે ચડાવીશુ તે ભારત પાસે પહેાંચી સર્વ હકીકત નિવેદન કરી. હવામી પણ વિચરતા વિચરતા કેઈ વખતે અષ્ટાપદ પર્વત પર સમવસર્યા. ત્યાં જઈને કુમારએ પ્રભુને વિનંતિ કરી કે, “અમારે યુદ્ધ કરીને રાજયરક્ષણ કરવું કે સોંપી દેવું?” ઋષભદેવ ભગવંતે વિષય-તૃણું દૂર કરનારી દેશના આપી કે, “હે વસે ! આ વિષયેથી સયું. આ વિષયે અનર્થ કરનારા અને કવચ વનસ્પતિ જેવા છે. સંસારના છેડા સુધી ભોગવીએ, તો પણ તેને છેડે આવતું નથી.' “ આ વિષયે લાંબા કાળ સુધી અહિં વાસ કરીને નકકી ચાલ્યા જનારા છે, વિયોગમાં કે ફરક છે ? કે જેથી મનુષ્ય પિતે આને ત્યાગ કર્તા નથી? વિષય પિતાની સ્વતંત્રતાથી ચાલ્યા જાય છે, તે મનને અતિશય સંતાપ થાય છે અને વિષયોને જાતે ત્યાગ કરે તે અપરિમિત સમતા ઉત્પન્ન કરે છે.” “વિષ અને વિષ એ બંનેમાં મોટું અંતર છે. ખાધેલું ઝેર મારનાર થાય છે અને વિષ સ્મરણ કરવાથી આત્માને મારી નાખે છે.” તથા અંગાશદાહકનું દષ્ટાન્ત વિચારવું. આ તમને કહેવાથી તમારી વિષયતૃષ્ણા દૂર થશે. એક અંગારા પાડનાર મનુષ્ય સખત તાપવાળી તુમાં પાણી ભરેલો ઘડો લઈને અરણ્યમાં ગ. લાકડાં કાપી કાપીને તેના કાષ્ઠો મધ્યાહ્ન સમયે બાળતા હતે. કઠેર સૂર્યના તાપમાં લુવાળા સખત વાયા વાતા હતા, તેથી વારંવાર તે -તૃષાતુર થતો હતો. પાણી પીવે તો તાજી તૃષા લાગતી હતી. હવે પાણી પીવા માટે મોટી આશાએ ઘડા પાસે આવ્યો. પરંતુ વાંદરાઓએ તેને ઘડો હલાવી ઢાળી નાખ્યા હતે, એટલે બિચારો નિરાશ થઈ કંઈક ગરમ રેતીમાં આળોટવા લાગ્યો. દુઃખ સહિત ઉઘી ગયો. રવપ્ન આવ્યું. તેમાં ઘરના ઘડાનું, કૂવાનું, વાવડી, તળાવ, નદીઓનું, સમુદ્રનું, સર્વ જળાશયાનું પાણી પી ગયા; તે પણ તેની તૃષા દૂર ન થઈ એટલે વનના ઉંડા કૂવામાં નવીન ઘાયનું દોરડું બનાવી છેડે તૃણને પૂળો બાંધી બહાર કાઢી ઘાસના તણખલા પર લાગેલા બિન્દુ ચાટવા લાગ્યો. તેથી તેની તૃષા દૂર થાય ખરી? સમુદ્રાદિક જળથી જે દૂર ન થઈ, તે તેટલા તૃણબિન્દુથી તૃષાની શાંતિ થાય ખરી? દેવકનાં, મનુષ્યોના ભોગો ભેગાવ્યા પછી આવા અસાર ભેગાથી તમને કદાપિ તૃપ્તિ થવાની છે? અત્યારના ભેગા જળબિ૬ સરખા તુચ્છ છે. પ્રભુએ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy