SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાકાર પ્રશસ્તિ [ ૬૫ ] ઉપદેશમાળા-વિશેષ વૃત્તિમાં મારી અને બીજાની બનાવેલી સૂક્તિઓ શોભે છે.(ભગુપુર) નગ૨માં શ્રી અધાવબોધ તીર્થમાં શ્રીવીરજિનેશ્વરની આગળ શ્રી મુનિસુવ્રત સ્વામીના ભક્તિયોગથી આ ઘટ્ટી ટીકા શરુ કરી અને પૂર્ણ કરી. વળી કેટલાક મારી નજીક રહેલા મારા સહદય-સજજનેએ ટીકાને સંશોધન કરી છે, તેમ છતાં પણ કાંઈક ખલનારૂપ કંટક બાકી રહી ગયા હોય, તો સવ પાઠકવર્ગને ખવનશુદ્ધિ કરવા પ્રાર્થના કરું છું. દેદીપ્યમાન સુર્ય, ચન્દ્ર જેની આસપાસ ભી હેલા છે, ફેંકાલ વજની જેવી જેની આકૃતિ છે, નીકળી રહેલ જળવાળી શિલાત ઉપર ગાઢ ધરોના અંકુરો પ્રગટ થયેલા છે, એવા મેરુપર્વતને આકાશરૂપી સ્ત્રી, તારારૂપી દીપકથી જયાં સુધી આરતિ ઉતારે છે, ત્યાં સુધી આ મારી નવીકૃતિ વિજયને પામો. વિક્રમ સંવત ૧૨૩૮ના માઘ માસમાં ૧૧૧પ૦ શ્લોક-પ્રમાણ આ ટીકાગ્રન્ય સંપૂર્ણ કર્યો. લેખક અને પાઠ ભણાવનારનું કલ્યાણ થાઓ, વ્યાખ્યાકારની પ્રશરિત પૂર્ણ થઈ. તાડપત્રીય પ્રત લખાવનાર દયાવટ સંઘની પ્રશસ્તિ– બુદ્ધિશાળી ખેડૂતે પિતે કાળજીથી સાચવી રાખેલ સુંદર બીજ ગુપ્ત રહે, તેમ ખેતરમાં વાવણી કરે છે, તેમ નિપુણશ્રાવકો પોતાની પવિત્ર લક્ષ્મી સાતક્ષેત્રોમાં ગુપ્તતા જાળવીને સુંદર ભાવના-જળ સિંચીને વાવે છે અને તે દ્વારા પરંપરાએ મોક્ષકમી ફળ મેળવવાની અભિલાષા રાખે છે. પ્રમટ બીજ કે પ્રગટ ધર્મકાર્યનું યથાર્થ ફળ બેસતું નથી. આવા ગુપ્ત પુણ્ય-ધર્મકાર્યો જેમાં નિરંતર કરાતાં હતાં, તેવું દયાવટ નામનું નગર હતું. તે નગરને જૈન શ્રાવકસંઘ મંગળકારી વસ્તુઓના અનુકૂળ ઘણા ગુણ સમૂહના કારણે ઘણી પ્રસિદ્ધિ પામ્યો હતો, વળી તે સંધ પ્રાણીઓની રક્ષા કરવામાં ઘણે દક્ષ, મ્યજ્ઞાન પ્રાપ્ત કરવાના લાયવાળ, જિનવચનમાં પૂર્ણ શ્રદ્ધાવાળે, મનહર હત્તમ ચરિત્રવાળે, જિનેશ્વર ભગવંત અને સુગુરુ જેવા ઉત્તમ પાત્રની ઉપાસના કરવાની સુંદર ભાવનાવાળો, પુણ્યાનુબંધી પુણકાર્ય કરવાની પ્રતિવાળો, શ્રાવકવર્ગ હતો. તે સંધમાં પણ સજજન શિરોમણિ હોનાક, કુમરસિહશેઠ, શ્રાવકમાં શ્રેષ્ઠ, સોમાક, શિષ્ટબુદ્ધિવાળા અરિસિંહક સુકી કડુયા, સાંગાક, ખીસ્વા, સુહડાક વગેરે આવા મુખ્ય શ્રાદ્ધવર્યા હતા. જિનશાસનમાં ઉદાર તે સંઘ કોઈક સમયે જિનશાસનમાં ગૌરવરૂપ, હંમેશાં સુંદર આચાર પાળનાર, મનોહર વિચાર કરનાર, સુંદર ક્રિયાકારક, પવિત્ર વ્રતો પાળનારા, એવા શ્રીમદ્ જગન્ચન્દ્ર સુરીન્દ્રના શિષ્ય પૂજ્ય દેવેદ્રસૂરિના પ્રથમશિષ્યભાવને ધારણ કરનાર પ્રસિદ્ધ એવા વિઘાનન્દનામના ગચ્છાધિપતિ જેઓ ગુરુના ઉત્તમ ને વહન કરતા એવા ધમઘોષ નામના સૂરિરાજની સુંદર નિર્મલ દેશના શ્રવણ કરીને "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy