SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ મા સાહસ પક્ષી સરખા ઉપદેશકો [ ૫૮૫ ] મતલબ એ છે કે, જીવિત ચંચળ છે. જેણે જીવનમાં ધમાધન ન કર્યું હોય, તે આત્મા મૃત્યુ સમયે શેક કરે છે. જેણે ધમનુષ્ઠાન કરેલ હોય, તેને શોક કરવાનો અવકાશ હોતો નથી, તે કહે છે સદગતિમાં જવા માટે જે નિયમ, અગિક વડે જેણે ધમકીષ (ધર્મભંડાર) ભ છે, સુચારિત્ર અને તપ ક્ષમા સહિત જેણે કરેલું છે અને સદ્ગતિ તથા મોક્ષ સાધી આપનાર એ સંયમ, તપ, અભિગ્રહને જીવરૂપી આડામાં ભરેલા છે. તેવા આત્માને મરણ-સમયે કઈ ચિંતા હોય ! અર્થાતુ ન હોય. આ વતુ જાણવા છતાં પણ ભારે કર્મી આત્માઓ ધમનુષ્ઠાન કરતા નથી. તે કહે છે– કેટલાક ઉપદેશકો “મા સાહસ” પક્ષીની સરખા પટ્ટાક્ષરથી ધર્મની સુંદર વ્યાખ્યા સમજાવે છે, પરંતુ કમના ભારોભારથી ભારેકમ હોવાથી કથની પ્રમાણે પિતાની રહેણી હોતી નથી જેમ કથન કરે, તેમ પિતે વર્તન કરતા નથી. તે દષ્ટાંત કહે છે– વાઘના મુખમાં પ્રવેશ કરીને તેની વચ્ચે ચૂંટેલું માંસ ચાંચથી ખેંચી ખાય છે અને “સાહસ ન કર” તેમ બીજાને કહે છે, જેમ પિતે બોલે છે, તેમ વયં વર્તન કરતા નથી કાઈક પક્ષી માર્ગમાં જતા બ્રાહ્મણને સંભળાવે છે કે, સાહસ ન ક” એમ કહેતાં સાંભળ્યું અને વળી તે પક્ષી સુતેલા વાઘના મુખમાં પ્રવેશ કરીને તે માં ચાંચથી ખેંચે છે. ત્યારે બ્રાહ્મણે તે પક્ષીને સંભળાવ્યું કે, બીજાને સાહસ કરવાની મના કરે છે અને વિશ્વાસથી વાઘના મુખમાંથી માંસ હરણ કરે છે, તું ભેળું પક્ષી જણાય છે, વચન પ્રમાણે આચરણ તે કરતું નથી. એ પ્રમાણે જે જુદું અને કર જુદું, તે પણ “મા સાહસ” પક્ષી સરખે છે. આ સમજીને આગમ જાણકાર જેવું કથન તેવું વર્તન કરવું. તેથી વિપરીત કરવામાં આવે, તે લઘુતા થાય, તેમ જ આગમના અભ્યાસ પ્રમાણે વર્તન નથી-તેમ નિંદા થાય અને મા સાહપક્ષી માફક વિનાશ પામે. વળી તે બીજું શું કરે, તે કહે છે–અનેક વખત બન્યા અને તેના અર્થને વિસ્તાર કરી વ્યાખ્યા કરવી તેમ જ ગોખી ગોખીને કડકડાટ તૈયાર કરેલ હોય અને એદંપર્યાયં સુધી સૂત્રને સાર પણ જાણે છે, સારી રીતે પરીક્ષા કરીને સ્વાર્થ ગ્રહણ કરતા હોય, પરંતુ ભારેક એવા તેને તે. સુવાળે મોક્ષ માટે થતા નથી, પણ નટના બાલવા સકખું નિફલ થાય. નટને ઉપદેશ નિષ્ફલ થાય, તેમ વર્તન વગરના વાચાળ વક્તાનો ઉપદેશવચને વ્યર્થ જાય છે. ભાક્રમના સૂત્રાર્થ-પઠનાદિક નિષ્ફલ થાય છે. નટ પિતાની વાણ દ્વારા વૈરાગ્ય ઉપન કરાવે અને રાતે પણ ગ્રહણ કરાવે, તેમના ઉપદેશથીકથનથી ઘણા સંસારથી વૈશગી બની વ્રત-નિયમે રવીકારે. તેના હાવ-ભાવ-અભિનય બીજાને માત્ર ઠગવા માટે હોય, પરંતુ તેના હદયમાં તે છેતરવાના માત્ર પરિણામ વર્તતા હોય. માછીમાર જાળ લઈને જળમાં પ્રવેશ કર, તે મારા પકડવા માટે, તેમ આ નટ સરખો ઉપદેશક હૃદયમાં વૈરાગ્ય વગરને અને લોકોને ઠગવાના પરિણામવાળા હોય છે. હું મનુષ્ઠાન કેવી રીતે કર્યું અને કેવી રીતે ન કરું, કેવી રીતે ७४ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy