SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ હિતોપદેશ [ ૫૮૩ ] હાથમાં રાખનાર, ધન હર કરનાર, ક્ષેત્ર-સ્ત્રીનું હરણ કરનાર એવા છને શસ્ત્ર ઉગામી મારી નાખવા તૈયાર થએલા સરખા છે. એવા હિંસકોને આવતો દેખો કે, વેદ પારઆમીને માત રે, તો તેને મારી નાખનારને હિંસક કહેવાતો નથી. જૈન મુનિઓ તે બીજે પીડાની પ્રવૃત્તિ કર, તો પણ સામાને પીડા ન કરવી એમ માનનાર છે. એમ કરવાથી અવિવેકી તેને અસમર્થ-કાયર ગાશે ત્યારે સમજાવે છે. અવિવેકી લોકે તેમ ક્ષમા રાખનારની હલના-લઘુતા કરશે કે, “આ બકરા જે પ્રતિકાર કરવા અસમર્થ છે. દુનિયામાં કોઈ ચંડિકા દેવતાને વાઘ-સિંહના રૂધિરનું બલિદાન આપતા નથી, બકા સરખા અસમર્થનું જ બલિદાન અપાય છે. કારણ કે તેમાં તેવું સત્વ નથી, માટે તું પણ સરવ વગરને બકરા જેવો છે” એમ કરીને કોઈ હીલના કરે, તો પણ મુનિએ ક્ષમાવાળા જ બનવું, પરંતુ તેના વચનથી ક્રોધ ન કરવો. કારણ કે, કોઈ પાક બગાડનાર થાય છે. આયુષ્ય અલપ છે અને પાક નજીક આવવાને છે. પિત્ત, વાયુ પ્રકોપ, ધાતુક્ષોભ, કફ અટક ઇત્યાદિ કાથી જીવ ક્ષણવારમાં શરીર છોડીને ભવાંતરમાં ચાલ્યા જાય છે. તે શિ! તમે સુંદર ધર્માનુષ્ઠાનમાં ઢીલા ન પડે અને પ્રમાદ છોડી સંયમમાં ઉદ્યમ કરે, અહિં મનુષ્મ-જન્મ અને ધર્મ સામગ્રી સદગુરુ-સમાગમ આદિ દુર્લભ પદાર્થો મળ્યા છે. માટે તે મળ્યા પછી પ્રમાદ કરવો યુક્ત નથી. કહેવું છે કે, “અહિં મનુષ્યભવ, સદગુરુ-સુસાધુનો સમાગમ મેળવીને ધર્મમાં ઉદ્યમ કરતા નથી, તો હે જીવ! તું પ્રગટપણે ઠગાય છે. હે ભવ્યાત્મા કાગનું બેસવું અને તાલફતનું પડવું એ ન્યાયે અથવા ચિંતામણિરત્ન-પ્રાપ્તિ દષ્ટાને માનુષક્ષેત્ર, પંચેન્દ્રિયપણું વગેરે દુર્લભ ધમ-સામગ્રી મેળવી તે કમને મથન કરનાર ધર્મ, શાશ્રવણ અને ઉત્તમ ગુરુ તે અણધાર્યા મેળવ્યા છે, તે હવે તું તત્કાલ ગતિ આપનાર એવા પ્રમાદને જરૂર ત્યાગ કર. સંપૂર્ણ પાંચ ઈન્દ્રિયની પ્રાપ્તિ, મનુષ્યજન્મ, મગહાદિક આર્યદેશમાં ઉ૫ત્તિ, તેમાં પણ ઉત્તમકુલ મળવું, વળી સાધુ-સમાગમ, તેમના મુખેથી શાસ્ત્રશ્રવણ, તેની શ્રદ્ધા, સંયમ-ભાર વહન કરી શકાય તેવી નિરોગતા, વળી સર્વસંગના ત્યાગરવરૂપ ભાગવતી દીક્ષા આ સર્વ સામગ્રી ઉત્તરોત્તર પ્રાપ્ત થવી દુલભ છે.' આટલો ઉપદેશ આપ્યા પછી માત્ર વર્તમાનભવ જેનાર દુબુદ્ધિ ધર્મ ન કર અને પાછળથી શેક કર, તેના પ્રત્યે કહે છે– આયુષ્ય ભોગવી જોગવીને ઘટાહત, અંગ અને ઉપાંગોના બંધને શિથિલ કરતે, દેહસ્થિતિ તેમ જ પુત્ર, પત્ની, ધન, સુવર્ણ - ત્યાગ કરતે તે અતિકરૂણ અવરથી બીજાને કરુણા ઉપજાવતે જીવ બહુ પશ્ચાત્તાપ કરે છે કે, સર્વજ્ઞ-શાસન પામીને નિભંગી મેં એક પણ સુંદર ધર્માચરણ ન કર્યું. વિષમની લોલુપતાથી હંમેશાં સંસાર વધારનાર એવાં પાપાચર, કર્યા, સારું વર્તન તે મેં કાંઈ કર્યું જ નહિ. સદગતિ પમાડનાર એક પણ ધર્મના અંગનું સેવન ન કર્યું. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy