SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૪ ] પ્રા. ઉપદેશમાવાને ગુજરાતના માટે એક કુટીર તૈયાર કરવી. તેમાં રસીની દુર્ગધના સંબંધથી અનેક માખીએ આવી તેની મૈત્રી કરવા લાગી. અનેક પ્રકારની જુગુપ્સા થાય, તેમ કરતે હવામાં કોઈ પુત્ર તેની પાસે સે કરવા જતો નથી. કેસર, અગર, કપૂર, કસ્તૂરી આદિ સુગંધી પદાર્થોના વિલેપન કરેલી પુત્રવધૂઓ પણ તેના નજીકના માર્ગે જતી ન હતી. તેમ જ હવે મ૨ણ-પથારીએ પડે છે–એમ સમજી તેની વાત સાંભળતી નથી કે કાર્ય કરતી નથી. યૌવનમાં ઉમાદ કરતી એવી તે વારંવાર ફૂંકતી હતી અને માં પહોળું કરી ઉંચે વર હાસ્ય કરતી હતી. ત્યારે મનમાં અતિ ખેદ પામતે અભિમાન નિષ્ફલ ક્રિાધ કરતે, અંદર ગુરાતે પ્રસૂતિ પામેલ ગધેડી માફક નમ્ર-કટાણું મુખ કરતે ઝુંપડીમાં નિચેષ્ટ પડી રહેતે હતો. કોઈ વખત તેની તૃષા તૃપ્ત થતી ન હતી, ભૂખથી કુક્ષિ દુબળ થએલી છે, વારંવાર પાણી, ભેજન માગવા છતાં ચાંડાલની જેમ તે મેળવી શકતો નથી. જ્યારે અહ જ કહેવામાં આવે, ત્યારે કપડાંથી નાસિકા ઢાંકીને કોઈક દાસી કઠોર શબદ સંભળાવતી કંઈક માત્ર આપી જાય. આ પ્રમાણે પૂર્વે આટલા નેહવાળો હતા, છતાં આવી અવજ્ઞાથી હવે દેશ અને અભિમાન શેકના દુઃખથી દુખી થએ અને દ્વેષ કરતે ચિંતવવા લાગ્યો કે- “ આ કુટુંબને મેં આટલી ઉંચી પ્રતિષ્ઠા પમાડી, તે પણ તેઓ મારે દ્વેષ કરે છે. એમની કૃતજ્ઞતાને ધિક્કાર થાઓ. “પ્રણયથી જળ-પાન કરીને સમુદ્રના ઉદરમાં પડીને મેઘ આકાશ-પોલાણમાં વિરતાર પામી શ્રેષ્ઠ ઉન્નતિ પામ્યા, ત્યારે તે સમુદ્ર ઉપર ફેલાએલ ચંચળ જિહ્વા સરખી વિજળીયુક્ત પ્રચંક મેઘ પડવા સહિત ના કરે છે. આવા કૃતનેને તિરસ્કાર થાઓ. ઘુષ જાતિના કીડા માફક ઘણા વગરને ખલ-દુર્જન પુરુષ જે કુળમાં ઉત્પન્ન થાય છે, તેને સેંક છિદ્રો ઉત્પન્ન કરીને તે વંશને જદી મૂળમાંથી ઉખેડીને પાડી નાખે છે. જે ચંદ્રના પ્રભાવથી કુમુદપો વિકસિત થયાં, તે જ નિગી કુતદન કમળો પિતાથી થવા તે વિકસિત થવા રૂપ હાસ્યના બાનાથી ચંદ્રને હસે છે.” તે જ પ્રમાણે આ મારા પુત્રોને વૈભવ પમાડે, એ જ પુત્ર મારે પરાભવ કરે છે, પરમાર્થથી આ મારા વૈરીઓ છે. માટે અન્યાયરૂપ દુષ્ટવૃક્ષનું ફળ હું તેમને ખવરાવું, આ દુરામાઓના મતક ઉપર આકાશમાંથી વજ પટકાવું. આજે હું ગમે તેટલે ચતુર હોવા છતાં વજાવિનથી બળી ગયો છું. અતિવમવાથી શીતળ ચંદનમાંથી પણ અગ્નિ પ્રગટ થાય છે. બકવૃત્તિવાળા ચિત્તથી કંઈક વિચારીને પોતાના પુત્રોને પણ કહ્યું કે, “હે પુત્રો ! હવે હું જીવિતથી કંટાળ્યો છું. તેથી રહે છે આપણે કુલાચાર કરીને કષઈક તીર્થ માં જઈને હવે પ્રાણત્યાગ કરવાની ઇચ્છા રાષ્ટ્ર છું. આ સાંભળીને હર્ષ પામેલા પુત્ર આ પ્રમાણે કહેવા લાગ્યા કે, “હે પિતાજી! આ પાપમય રોગ આ પ્રમાણે જ શાન્ત થાય છે, નહિંતર આ રોગ જન્માંતરમાં પણ જતો નથી, તો ભલે તેમ કરેહવે આપ કહો કે, કરે કુલાચાર કરે છે? "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy