SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ બહાચની નવગુપ્તિ અને સ્વાધ્યાય દ્વાર [ ૫૩૧ } સ્ત્રીના ગુપ્તસ્થાન, સાથળ, વજન, કાખ, વક્ષસ્થલ, તન, તેની વચ્ચેનાં સ્થળ ખીને દષ્ટિ એ ચી લેવી અને સ્ત્રીની દષ્ટિ સાથે દષ્ટિ ન મેળવવી, કાર્ય પ્રસંગે નીચી નજર રાખીને જ સ્ત્રી સાથે વાત કરવી. (૩૩૭) સવાધ્યાય દ્વાર કહે છે – सज्झाएण पसत्थं, ज्ञाणं जाणइ य सव्वपरमत्थं । सज्झाए वर्सेतो, खणे खणे जाइ वेरग्गं ॥ ३३८ । उडढमह-तिरियलोए, जोइसवेमाणिया य सिद्धी य । सव्वो लोगालोगों, सज्झायविउस्स पच्चक्खो ॥३३९।। जो निज्चकाल तव-संजमुज्जओ नवि करेइ सज्झायं । अलसं सुहसीलजणं, नवि तं ठावेइ साहुपए ॥ ३४० ।। વાચના, પુચ્છના, પાવતના, ધર્મકથા, અપેક્ષારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવાથી પ્રશસ્ત ધર્મધ્યાન થાય છે. આગળ શુકલધ્યાન પણ થાય છે, સ્વાધ્યાય કરવાથી સમગ્ર જગતના તમામ પદાર્થોનું કવરૂપ-પરમાર્થ જાણી શકાય છે, સવાધ્યાયમાં વત તે આત્મા ક્ષણે ક્ષણે શગાદિ ઝેરને નાશ કરનાર વાગ્ય પ્રાપ્ત કરે છે. (૩૩૮) વાધ્યાય કરનાર મુનિને હવે વૈમાનિક દેવલોક, સિદ્ધિ, અધોલક, નાકી, તિ– ચૂલોક, તિક, સર્વ લોકાલોક પ્રત્યક્ષ છે. સ્વાધ્યાય-યાનમાં ઉપયોગવાળો હોય, તે સમગ્ર પદાર્થોને સાક્ષાત્ માફક દેખે છે. (૩૩૯) વાધ્યાય એ એક અતિપ્રભુત ધર્મધ્યાનનો પ્રકાર છે, પ્રશંસવા લાયક તપ છે. લોક, અલક દેખવા માટે મનહર ઉલસિત નેત્ર છે. પ્રશમરસનું જીવન છે. મનરૂપી વાંદરાને કબજે શખવા માટે કાલતેની સાંકળ છે, કામદેવ પી હાથીના કુંભસ્થળમાં ઠોકવા માટે સ્વાધ્યાય એ વજીના અંકુશ પ્રસિદ્ધ છે. અતમાર્ગમાં જેની અતિશય ઘણું જ ભક્તિ છે, તેના અમે કેટલા શુ વાવીએ, જે હંમેશાં આનંદથી રોમાંચિત થઈ શાસ્ત્ર શ્રવણ કરે છે, તેની અમે પ્રશંસા કરીએ છીએ, બુદ્ધિ ઓછી હોવા છતાં જે તે શ્રત ભણવા માટે પ્રયતન કર છે, તેને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. અને શારામાં કહેલ વિધિ-નિષેધ તેને એ ગ્રહણ કરે છે અને વર્તન કરે છે તેમની પ્રશંસા કરવા માટે અમારી પાસે શબ્દ નથી. તેઓ તે ભણ્યાનું સર્વ ફલ પામેલા છે. (૩૩૯) જે ગુરુ તપ, સંયમ જયણમાં ઉઘુક્ત હોવા છતાં પણ સ્વાધ્યાય કરતા નથી, તે પિતાના આળસુ શાતાગૌરવવાળા શિષ્યવર્ગને સંયમના ઉદ્યમ કરવાના સ્થાનમાં કેવી રીતે સ્થાપના કરી શકશે ? અર્થાત્ પિતે સ્વાધ્યાય ન કરે, તે બીજાને કેવી રીતે વાધ્યાય કરાવે ? સ્વાધ્યાય વગર જ્ઞાન થતું નથી, પોતે અપ્રમાદી હોવા છતાં બીજાનું રક્ષણ કરવા. સમર્થ થઈ શકતા નથી. (૩૪૦) વિનયદ્વાર કહે છે "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy