SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૧૮ ] પ્રા. ઉપદેશમાતાની પૂજે નવા ક્રોધ, માન, માયા અને લાભ આ ચાર કષાયા પ્રસિદ્ધ છે. કવાયાની સાથે રહેનારા હોવાથી હાય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, છનેકષાય છે. આ સર્વે કજિયાના કારણભૂત અને ઉપલક્ષણથી સમગ્ર અનર્થના હેતુઓ છે. હવે તવ-સ્વરૂપ પર્યાય-એકાકિ નામે તેનાથી વ્યાખ્યા કરાય છે. તે ન્યાયથી ક્રોધના એકાર્દિક નામ કહે છે. ક્રોધ-અપ્રીતિ, કલહ-જામ સામા વચને સંભળાવવા, ખાર-બીજાપર દુર આશય શખ, પરસ્પર મર-એક બીજાને ઈષ્ય રાખવી, અનુશય પશ્ચાત્તાપ, અર્થાત્ કોલ કર્યા પછી પશ્ચાત્તાપ થાય છે, માટે તે ક્રોધનું નામ છે. ચંડ-ભૂકુટી ચડાવવી, અનુપાશમ-સમતા ન રાખવી, તામસભાવ-તમોગુણ શખવે, અને સંતાપ, કષથી આત્માનું મલિન થવું. બીજાને તિરસ્કાર કર, ક્રોધથી બીજની મરજી પ્રમાણે ન વર્તવું, પરિવાર સાથે ક્રોધથી વાસ ન કરે, કરેલા ઉપકારનો નાશ કરે, સમતાને અભાવ, આ સર્વે ક્રોધનાં કાર્યો હોવાથી ફલમાં હેતુનો ઉપચાર કર્યો. આ સર્વે ક્રોધનાં કાર્યો આચરનાર જીવ સજજડ પાપકર્મ ઉપાર્જન કરે છે. (૩૦૧ થી ૩૦૩) આ કલિકાળમાં સમગ્ર ક૯યાણ શ્રેણરૂપ પુપની પરંપશયુક્ત તપ અને ચારિત્રરૂપ વૃક્ષ જે પ્રશમરસના જળથી સિંચન કરાય તે મુક્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે અને જે તેના બદલે કપાગ્નિનું સેવન કરે, તો તે જ તપ-ચરણ વૃક્ષને તરત જ ભસ્મીભૂત કરે છે અને તેનું પરિણામ વિપરીત આવે છે. કોઇ પિતાને પરિતાપ કરનાર અને બીજા સર્વને ઉદ્વેગ કરાવનાર થાય છે. વૈરની પરંપરા ઉત્પન્ન કરનાર અને સદગતિનો નાશ કરનાર હોય તો કોષ છે. આઠ વર્ષ ન્યૂન એવા પૂર્વ કેટી વર્ષ સુધી તપ અને ચારિત્રથી જે શુભકમ ઉપાર્જન કરેલું હેય, તેને ક્રોધરૂપી અગ્નિ અ૫કાળમાં બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. વિરાગ્યરૂપી શમીવૃક્ષના નાના નાના પાંદડાના પુટ ભરી ભરીને શસ્ત્ર ઉપાર્જન કર્યો, તેવા કિંમતી અમૂરથ ને ક્રોધ રૂપ ખાખરાના મોટા પત્રના પડિયામાં ભરીને કેમ ફેંકી રે છે ? જીવ શરીરમાં કોલ ધારણ કરે છે, તેને શિકાર થાગો, કારણ કે, આ લક અને પરલોકનું સુખ છેદી નાખે છે, તેમ જ પિતાનો અને બીજાને અનર્થ કરે છે. તેઓ તો ખરા કે, ક્રોધમાં અંધ બનેલા નિષ પુરુષે પિતા, માતા, ગુરુ, મિત્ર, અંધુ અને ભાર્યાને પણ હણી નાખે છે. પિતે પાપ અંગીકાર કરીને જેમને પીડા કરવા ઇચ્છા કરે છે, તે પિતાના કર્મથી હણાએલા જ છે, કોઈ બાલિશ-મૂર્ખશેખર એવો કર્યો તેના ઉપર કોપ કરે? કદાચ કપ પામેલ હવા તત્પર બન્યો હોય, તે. સમયે એ વિચારવું કે, “આપણા આયુષ્યકમને ક્ષય થયો છે, તેથી કરીને એ પાપથી નિર્ભય બનેલું છે અને મરેલાને જ માર છે. સર્વ પુરુષાર્થને ચારનાર એવા કેપ ઉપર જે તને કો૫ ન થતો હોય તો તને ધિક્કાર થાઓ. કારણ અલપઅપરાધમાં પણું તું બીજા ઉપ૨ કોપ કરવા તૈયાર થાય છે. સર્વ ઈન્દ્રિયને નિબંબ કરનાર આગળ વધતા ઉગ સર્ષ ચરખા ફોને જિતવા માટે વિવેકી સુજ્ઞ પુરુષે જાંગુલિકી વિવા માફક નિરવલ સમાને હંમેશાં આશ્રય ક જોઈ.” (૧૧) "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy