SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ { ૫૦૬ ] પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનુવાદ -તરવાતવનું હોય તેવું જ વરૂપ જાણી શકતા નથી. વિશેષથી દેવ અને અદેવનું સવરૂપ આ પ્રમાણે જાણવું. જેમને લગ-અંગારાને બીલકુલ સંય હોતા નથી, કામદેવરૂપી મદિરાપાન હોતું નથી, શત્રુ ઉપર દ્વેષ કરવાનો હોતો નથી, મોહનો અંક કુટ નથી, માયા-પ્રપંચ આડંબરની સંપત્તિ પણ જેમને હોતી નથી, જેને શાંતરસમાં જીવતા હોય છે, મનોહર રૂપવાળા હોય છે. ત્રણે લેકને જાણવા માટે સમર્થ એવા કેવલજ્ઞાનવાળા, કોપાદિ કષાયાથી મુક્ત, સંસારપાશથી રહિત આવા પ્રકારના ગુવાળા જે હોય, તે દેવ કહેવાય અને ભવ્યાત્માને ભાગ્યયોગે જ તેનો ચાન થાય છે. આભૂષણથી અલંકૃત અંગવાળા, હંમેશા સુંદરીના સહવાસ રાખનારા શત્રુને ત્રાસ પમાડનાર હથિયારવાળા, મોટાં નૃત્ય-નાટક અને લીલાના કરનારા, અજ્ઞાન જાવનાર અક્ષમાળાના વ્યાપારવાળા જે દેવ બની શકતા હોય, તો કોઈપણ મનુષ્ય કે પશુ દેવતા કેમ ન થઈ શકે ? વળી જે પશુ વિણાનું ભક્ષણ કરે છે, પિતાના પુત્રની સાથે મૈથુન કરે છે, શિંગડા વગેરેથી જતુઓને હણે છે, તે ગાય કેવી રીતે વંદન યોગ્ય ગણાય છે કદાચ તમે જે એમ કહેતા હે કે, દૂધ આપવાના સામર્થ્યથી તે વંદનયોગ છે, તે સૅષને કેમ વંદન કરતા નથી ? એંધ કરતા લગાર પણ તેમાં અધિકતા નથી. જે આ ગાયને દરેક તીર્થો, ઋષિઓ અને દેવતાઓનું સ્થાન માતા છે, તે પછી તેને શા માટે મારવાનું, દેહવાનું, વેચવાનું કાર્ય કરો છો? સાંબેલું, આલિયે, ચલ, ઉંબરા પીપળે, જળ, લિંબડો, આંકડા આ સર્વે ને જેઓએ દેવો કહેલા છે, તે તેગે અહિં કેને વજેલા છે ?' હવે ગુરુ અને કુગુરુનું સ્વરૂપ કહે છે – સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રયયુક્ત, પાંચ સમિતિ અને ત્રણ ગુતિરૂપ અષ્ટ પ્રવચનમાતાના ધારક, મહાવ્રતના મહાભારને વહન કરવા માટે સમર્થ, પરિષહઉપસરૂપ મહાશત્રુ સિન્યને જિતવા માટે મહાસુભટ સમાન, પોતાના શરીર પર પણ મમત્વ વગરના હોય, પછી બીજી વસ્તુ વિષયક મમત્વ તો કયાંથી જ હોય. સંયમના સાધનભૂત ઉપકરણ સિવાય જેમણે સર્વ પરિગ્રહને ત્યાગ કરેલ હોય, માન-અપમાન, -લાભ-અલાભ, સુખ-દુખ, પ્રશંસા-નિન્દા, હર્ષ-શેક વગેરેમાં તુલ્ય ચિત્તવૃત્તિવાળા, કરવું, કરાવવું અને અતુમતિ મન, વચન, કાયા વગેરે પિટારો સહિત આરંજને ત્યાગ કરનારા, મોક્ષ સિવાય બીજા કોઈ પદાર્થમાં જેનું માનસ નથી, એવા જ આત્માભિમુખ કર્મોપદેશકે છે, તે ગુરુ કહેવાય. હવે કશુરુનું સ્વરૂપ કહે છે— પ્રાણીઓના પ્રાણેનું હરણ કરનાર, જૂઠ બોલનાર, પાકું ધન હરણ કરવા તત્પર બનેલા અને અતિશય કામ સેવન કરનાર ગધેડા અમાન, પરિગ્રહ અને આરંભ કરથામાં રક્ત, કોઈ વખત પશુ સંતોષ ન પામનાશ, માંસભક્ષણ કરનારા, મદિરાપાનમાં આયક્ત થયેલા, કેપ કરવાના સવભાવવાળા, કજિયા કરવામાં આનંદ માનનાશ, કુશાસના પાઠ માત્ર બોલીને હમેશાં પિતાને મહાપંડિત માનનાશ, વાસ્તવિક વિચાર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy