SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિકને વિવાદાતા ચંડાળ પ્રય વિનય [ ૫૦૩ ] જન કર્યું હોય, તો સમાન પ્રેમરસ, સમાન રૂપ-યૌવન, સમાન નેહસદુભાવ, સુખદુઃખમાં સહભાવ રાખનાર મનુષ્યની પ્રાપ્તિ થાય છે. એમ વિચારતાં તેણે તેને સમગ્ર ઘરની સ્વામિની બનાવી. પ્રેમાધીન થતા હૃદયવાળા સાથે નિષ્કપટ સ્વભાવ રાખવાથી શું નથી કરાવી શકાતું ? “ આ પ્રમાણે પતિ, ચોર, રાક્ષસ અને માળીની અંદરથી કે ત્યાગ કરીને દુષ્કર કાર્ય કર્યું ? તે મને કહે, ત્યારે ઈષ્યલોક કહેવા લાગ્યા કે, પતિએ અતિ દુષ્કર કર્યું, કારણ કે રાત્રિ-સમયે પતિએ બીજા પુરુષ પાસે મેકલી. જે સુધા હતા તેમણે રાક્ષસે અતિષ્ઠર કર્યું એમ જણાવ્યું. કારણ કે, - લાંબા સમયનો ભૂખ્યો હોવા છતાં પણ ભક્ષણ મળ્યું, તે પણ ભક્ષણ ન કર્યું. હવે જે પારદારિક હતા તેમણે એક માળી જ દુષ્કરકારક છે. કારણ કે, રાત્રે પ્રાપ્ત થવા છતાં પણ ત્યાગ કરી. જયારે ચાંડાલે કહ્યું કે, “ચોરોએ દુકકાર્ય કર્યું ગણાય. કારણ કે, તે વખતે સુવણું-આભૂષણ સહિત હોવા છતાં એકાંતમાં તેને ત્યાગ કર્યો. એ પ્રમાણે કહેવાથી ચારને નિશ્ચય કર્યો અને ચાંડાલને અભયે કેટવાલ દ્વારા પકડાવી પૂછયું કે, તે રાજબગીચામાં ચેરી કેમ કરી?” તેણે કહ્યું કે, “હે નાથ! મારી શ્રેષવિદ્યાના બહથી. ત્યારપછી પોતાની પત્નીના દેહલાને વૃત્તાંત કહ્યો. અભયે આ સવ હકીકત શ્રેણિકને કહી. ત્યારે રાજાએ કહ્યું કે, જે કોઈ રીતે તે પિતાની વિદ્યાઓ મને આપે તે જ છૂટી શકે, નહિંતર તેનું જીવન હરણ કરો. ચંડાળે વિદ્યા આપવાનું કબૂલ કર્યું. હવે રાજા સિંહાસન પર બેસીને વિદ્યાઓ શીખવા લાગ્યો. વારંવાર ગોખવાનો પ્રયત્ન કરવા છતાં પણ રાજાને વિદ્યા સ્થિર થતી નથી. એટલે રાજ રોષાયમાન થઈને તેને ઠપકો આપે છે કે, “તું બરાબર મને વિદ્યા આપતા નથી. ત્યારે અભયે રાજાને કહ્યું કે, “હે દેવ ! આમાં તેને જરાય પણ દેવા નથી. “વિનયથી ગ્રહણ કરેલી વિદ્યાએ સ્થિર અને ફલદાયક થાય છે. જે માટે કહેવું છે કે, “વિનયવંત પુરુષે ગ્રહણ કરેલી વિદ્યા ફળ આપનારી થાય છે. જેમ 'ઉત્તમકુલમાં જન્મેલી બાલિકા ઉત્તમપતિ પ્રાપ્ત કરનારી થાય છે. તે આ ચાંડાલને સિંહાસન ઉપર મારીને અને તમે પૃથવી પર બેસીને વિનયપૂર્વક વિદ્યા ગ્રહણ કરે, તે અત્યારે જ તમને વિદ્યા આવડી જશે. તેમ કર્યું એટલે વિદ્યા તરત રાજામ સંક્રાન્ત થઈ. એટલે સનેહીજનની જેમ તેને અત્યંત સંસ્કાર કરીને મુકત કર્યો. આ પ્રમાણે જે આ લેકની તુછ કાર્ય માટેની વિદ્યા પણ આદર સહિત અને હીનનો પણ વિનય કરવાથી મેળવી શકાય છે, તે પછી સમગ્ર મનોવાંછિત પદાર્થ આપવા સાથે જિનભાષિત વિદ્યાશ્રુત આપનાર ગુરુમહારાજને વિનય કરવામાં પંડિતજન કેમ વિમુખ થાય? બીજી વાત એ કે, પથરના બનાવેલા દેવો પણ વિનયથી સાંનિધ્ય કરનારા થાય છે, તે પછી અપૂર્વ વસ્તુની સિદ્ધિ માટે ધીરપુરુષને વિનય કરવામાં કેટલે લાભ થાય માટે કલ્યાણ-પરંપરા પ્રાપ્ત કરાવવામાં અતિશય ઉત્તમ એવા વિનયમાં પંડિત પુરુષે પત્રકાશ જેટ કાળ પણ પ્રમાદ ન કરે. (૭૧) "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy