SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ { ૫૦૨ ] પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ કે, “તારું લગ્ન થાય, ત્યારે ભતરને ગળ્યા પહેલાં જે પ્રથમ મારી પાસે આવે, તે જ તને છડું, નહિંતર નહિં. આ પ્રમાણે કબૂલ કર્યું, એટલે ઘરે ગઈ, તુષ્ટ થએલા કામદેવે તેને મંત્રીપુત્ર એ શ્રેષ્ઠ પતિ આ. સામાંગલિક દિવસે શુભ હસ્તમેળાપ, યોગ્ય લગ્નાવસરે વિવાહ થયે. આ સમયે સૂર્યબિંબ અસ્તાચળે પહોંચ્યું. કાજળ અને ભ્રમરની કાંતિ અમાન ગાઢ અંધકાર-સમૂહ ચર્વ દિશામાં પ્રસરી ગયે. કુમુદનાં વનો કરમાઈ ગયાં. ચંદ્રમંડલ પ્રકાશિત થયું. એટલે તે પરણેલી કન્યા વિવિધ પ્રકારના મણિ-સુવર્ણના આભૂષણથી અલંકૃત થઈ સર્વાગ સુંદર વસ્ત્ર પરિધાન કરી શોભિત અંગવાળી મંત્રીપુત્રના વાસભવનમાં પહોંચી અને પતિને વિનંતિ કરી કે, મેં આગળ માળીને કબૂલાત આપી છે, તે ત્યાં તમારી આજ્ઞાથી જાઉં.” “આ સત્ય પ્રતિજ્ઞાવાળી છે” એમ માનીને જવાની રજા આપી. આભૂષણ પહેરીને તે નગર બહાર જતી હતી, ત્યારે તેને ચેરીએ દેખી. આજે મોટે નિધિ મળી ગયા–એમ બોલતા ચારોએ તેને પકડી. ત્યારે પોતાનો અભાવ જણાવ્યા. ત્યારે ચોરોએ કહ્યું કે, “હે સુંદરિ ! તું ભલે જલદી ત્યાં જા, પણ પાછી વળીશ, ત્યારે તને લૂંટી લઈશું. ભલે. હું પાછી આવું છું. એમ કહીને અર્ધમાગે પહોંચી, ત્યારે ચપળકીકી અને વિસ્ફા-- રિત નેત્રયુગલવાળે, જેના લાંબા દાંત ચમકતા હતા, જેણે સુખનું પિલાણ ઘણું જ પહેણું કરેલ હતું, લાંબા સમયથી ભૂખ્યો છું એવા સમયે તું પ્રાપ્ત થઈ છે, “આવ આવ” એમ બેલ, ભયંકર શરીરાકૃતિવાળો દેખતાં જ ભય લાગે તે રામ મળે. તેણે પણ હાથથી પકડી. એટલે તેણે પિતાને સર્વ સદ્દભાવ જણાવ્ય. એટલે છોડી. બગીચામાં જઈને સુખેથી ઊંઘતા માળીને જમાડશે. હે પુરુષ! હું તે જ કે આગળ તને કબૂલાત આપી હથી. આવી ત્રિમાં આભૂષણ સહિત તું કેવી રીતે આવી શકી ?” એમ પૂછ્યું, એટલે જે પ્રમાણે આવતાં બન્યું હતું, તે સર્વ વૃત્તાન્ત જણાવ્યા. ખરેખર સત્યપ્રતિજ્ઞાવાળી મહાસતી છે.” એમ માનીને તેના પગે પડીને માળીએ તેને જરદી છોડી દીધી. એટલે રાક્ષસ પાસે પહોંચી. માળીને વૃત્તાન્ત તેને પણ કહ્યો “અહે ! મહાપ્રભાવશાળી આ છે.” એમ કહીને રાક્ષસે પણ પગે પડીને તેને મુક્ત કરી. ત્યારપછી ચેર પાસે ગઈ. તેને પણ પૂર્વના સર્વ વૃત્તાનો કા, તેઓએ પણ અતિશય પ્રભાવવાળી જાણે તેના પ્રત્યે ગુણપક્ષપાત પામેલા ચોરાએ અલંકાર સહિત નમસ્કાર કરીને તેના ઘરે વિદાય આપી. હવે સર્વાલંકાર-સહિત, અક્ષત અંગવાળી અભગ્નશીલવાળી પતિ પાસે આવીને સર્વ વૃત્તાત બન્યો હતો તે જણાળે. અતિતુષ્ટમનવાળા તે પતિની સાથે આખી રાત્રિ સુખેથી સુઈ રહી, પ્રભાત-સમય થયા, એટલે મંત્રિપુત્ર ચિંતવવા લાગ્યો. “પોતાના અભિપ્રાયાનુસાર વર્તનાર, સુંદર રૂપયુક્ત, સુખ-દુઃખમાં સમાન ભાગીદાર એવા મિત્રો અને મહિલાઓનાં મુખે પ્રાત:કાળમાં જાગીને જેનાર ધન્ય છે.” જે સુંદર પુણ્ય જે જને ઉપા "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy