SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ બિલની ભક્તિ [ ૪૯ ) કરવા લાયક છે. (૨૬૦) તેઓ દયાપાત્ર સાથી છે, તે કહે છે. નાદિપૂર્ણ ધન કાર બતાવીને તે બિચારાનાં નેત્રો ઉખેડી નાખ્યાં. જિનવચન જાણીને આ લોકમાં તેનું આચરણ કરતા નથી. સદગતિનું કારણ હોય તો ધમ, તેથી તેનું ધર્મધના નિષ્ફલ થાય છે. (૨૬૧) તે તેઓને દેષ નથી, પરંતુ કમને દોષ છે. તે આ પ્રમાણે ઉચ્ચ, ઉચ્ચતર, મધ્ય, હીન, હીનતર દેવગતિ, મોક્ષગતિ, મનુષ્યગતિ, તિયચગતિ અને નરકગતિ એમ ક્રમપૂર્વક ઉંચી નીચી ગતિ જણાવી. જે જીવને જે દેશમાં કે કાળમાં જે સ્થાનમાં જવાનું હોય, તેને તેની અનુસરતી ચેષ્ટા હોય છે. (૨૨) હમતિના કાણુભૂત તેની ચેષ્ટા કહે છે. જે જડબુદ્ધિ ધર્માચાર્ય-ગુરુને પરાભવ-અપમાન કરે, જે સાધુઓને અનાદર કર, અ૯પ પણ ક્ષમા રાખી શકતા નથી, શ્રતચારિત્રરૂપ ધર્મની અભિલાષા થતી નથી, તેને દુર્ગતિની જ ચેષ્ટા થતી હોવાથી તે ગતિ જ ઈચ્છે છે. (૨૬૩) ઉલટાવીને કહે છે – શારીરિક અને માનસિક હજારે દુખેથી-વિવિધ પ્રકારની પીડાઓથી ભય પામેલા મુનિએ જ્ઞાન-અંકુશથી ઉછુંબલ લગ-ગજેન્દ્રને દબાવીને વશ કરે છે. શગ ભવનું કારણ છે અને પરિણામે દુઃખદાયક છે, માટે તેનાથી ભય પામી તેના કારણે ને જ બંધ કરે છે, એમ સમજવું. (૨૬૪) રાગાદિકને નિગહ સમ્યગજ્ઞાનથી થાય. છે, માટે તેને આપનારની પૂજાતા જણાવે છે – મોક્ષમાર્ગ પ્રકાશિત કરે એવું જ્ઞાન આપનારને આપણું જીવિત આપીએ, તે પણ એછું છે, અર્થાત તેઓ મતાઉપકારી છે. જેમ ભિલે શિવને પિતાની આંખ કાઢી આપી. (૨૬૫) તેની કથા આ પ્રમાણે ભિલની ભક્તિ એક અટવીમાં પર્વતની ગુફામાં વ્યંતર દેવાધિષ્ઠિત શિવની પ્રતિમા હતી. હંમેશા તેના પૂજારી રખાન, વિલેપનની પૂજા કરીને પિતાના ગામમાં પાછા આવતો હતે. કાઈક દિવસે પ્રાતઃસમયે પૂજારી પૂબ કરવા આવ્યું, ત્યારે પિતે આગલા દિવસે. કરેલી પૂજાનાં પુષ્પાદિક પૃથ્વી પર પાડી નાખેલાં દેખીને વિચારવા લાગ્યું કે, “આ મારી કરેલી પૂજા ભૂમિપ૨ કોણે પાડી નાખી?” બે ત્રણ દિવસ સુધી તે જ પ્રમાણે દેખતે અને તેનું કારણ જાણવા માટે કયાંઈક સંતાઈને આજુબાજુ ઉભો રહ્યો. એટલામાં જમણા હાથમાં ધનુષ-બાણ રાખી, ડાબા હાથમાં આકડાનાં પુપોવાળે, મુખમાં પાણીને કાગળે સ્થાપીનેધૂળવાળા પગ ધોયા વગર એક મોટો મિહલ ત્યાં આવી પહો. તે શિવની પૂજારીએ કરેલી પૂજા પગથી દૂર કરી અને મુખના કોગળાથી પ્રતિમાને નાન કરાવી પૂજા કરી. પુપો ચડાવ્યાં અને હર્ષથી તેની સાથે વાત કરવા લાગ્યો. બીજા દિવસે પૂજારીએ તે પ્રતિમાને ઠપકો આપ્યો કે, “હું હંમેશા મહાશતિ પૂર્વક પ્રયત્નથી તમારી પૂજા કરું છું, છતાં મારા પર તમે પ્રસન્ન થતા નથી. ત્યારે પેલે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy