SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૯૬ ] પ્રા. પરેશભાલાનો ગુજરાનવાદ દેવાળી કામિનીઓ, કામદેવ, મનોહર રૂપ આ સર્વ ધર્મનું ફળ કહેલું છે અને તે તે અહિં મેળવેલા છે. આ જ અહીં મોટું તત્ત્વ છે. ત્યારે સૂરપ્રભે કહ્યું કે, જે પુય-પાપ પદાર્થ નથી, તે અહિ જગતમાં એકને સુખ અને બીજાને દુખ એક સાથે કેમ ઉત્પન્ન થાય છે ? લેકમાં તે બાહ્ય પ્રયતન સરખે હોય છે, તે તેનું સમાન ફળ મળે છે, જે તે કારણ વગરનું હોય, તે તે સાર્વજીને કેમ પ્રાપ્ત થતું નથી ? જેને કોઈ હેતુ તે નથી, તે પવનને માર્ગ-આકાશ તેની માફક સર્વ કાલ હોય, અથવા ન હોય તે નિત્ય આકાશમાં કમળ માફક ન હોવું જોઈએ, અપક્ષ ૨સ સેવન કરવાથી જેમ પાછળ વેદના સહેવી પડે છે, તેમ રાજય, ઋહિ, યૌવન, વિષયે, સ્ત્રીએ સુખના હેતુઓ નથી. કારણ કે, તેના પરિણામ જીવને પાછળથી કડવા અનુભવવા પડે છે. વળી આ સર્વ પરાધીન સુખ છે. આત્માનું પોતાનું વાભાવિક સુખ જે હોય, તે તે પ્રશમસુખ શાશ્વતું અને તે પિતાને કાયમનું સ્વાધીન હોય છે, તેનો દેહે દુખમાં આવતો નથી, વળી સ્વાભાવિક સુખમાં હજજા, પશ્ચાત્તાપ હપન્ન થતા નથી. પુમલ પરિણામમાં જે સુખ-દુઃખ થાય છે, તે પોતાની કલપના માત્ર છે. કર્મવશ પ્રાણીઓને કોઈ પરમાર્થ હોતો નથી, જે માટે કહેલું છે કે, “તેના તે જ પદાર્થો હોય, પરંતુ એક વખત જેને અનિષ્ટ ગણતા હતા, તે જ પદાર્થોને ફરી ઇષ્ટ ગણે છે. નિશ્ચયથી તે તેને કોઈ ઈષ્ટ કે અનિષ્ટ છે જ નહિ.” તથા જેઓને પિતાની વહાભ સાથે રાત્રિ ઋણ માફક એકદમ આનંદમાં પસાર થઈ, તેમને જ જ્યારે વલસભાનો વિરહ થાય છે, ત્યારે તે જ ઠંડા કિરણવાળે ચંદ્ર ઉકાગ્નિ માફક સંતાપ કરનાર થાય છે, અમારે તો ૧૯૯ભા નથી કે તેને વિરહ નથી, તેથી સંચાગ-વિયોગ વગરના અમારે તે તે ચંદ્ર ચાંદીના દર્પણતલની આકૃતિ માફક ઠંડો નથી કે ઉષ્ણુ નથી. જયારે અમારા આત્મામાં કામાંધકારના સંસ્કાર યુક્ત અજ્ઞાન વર્તતું હતું, ત્યારે આ સમગ્ર જગત્ સ્ત્રીમય દેખાતું હતું, અત્યારે તે અમને સુંદર વિવેકવાળી એકસરખી દષ્ટિ થએલી હોવાથી ત્રણે ભુવનને પણ બ્રહ્મ-જ્ઞાન સ્વરૂપ માનવાવાળી થઈ છે. આ પ્રમાણે કહેવા છતાં તે મેહબકારવાળો જ્યારે પ્રતિબોધ પામતો નથી, ત્યારે અતિશય વૈરાગ્ય પામેલા તે મહા આત્મા પ્રવ્રયા ગ્રહણ કરી. સંયમની સુંદર આરાધના કરીને તે બ્રહ્મદેવલોકકલ્પમાં ઉત્પન્ન થયા. બીજે ભાગમાં આસક્ત બની મૃત્યુ પામી ત્રીજી નરકે ગયા. ત્યારે સૂરપ્રમદેવ તેની અનુકંપાથી પ્રતિબધ કરવા માટે ત્રીજી નરક પૃથ્વીમાં પહોંચીને તેને એમ કહેવા લાગ્યો કે, બધુ ! ત્યારે મનોહર ધર્મ કરીને હું દેવતા થયે. હું તે સૂરપ્રભ છું અને હંમેશાં ત્યાં સુખમાં રહેલો છું. હું તને વારંવાર ધર્મ કરવાનું કહેતું હતું, પરંતુ તે મારું વચન પાલન ન કર્યું - ધર્માચરણ ન કર્યું. તે વખતે કરેલા પાપનાં આ કટુક ફળ તુ જોગવી રહેલ છે. શશિપ્રભ તે સર્વ વૃત્તાન્ત યાદ કરીને સોપશમ થવા વેગે નચ્છના દુખથી દુઃખી થએલે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy