SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૮૪ ] પ્રા. ઉપશમાવાને ગુજરાત તેને વર છે, કીર્તિ તેની સન્મુખ જાય છે, તે ભવદુઃખથી મુક્ત થાય છે, અવગતિ તેની પૃહા કરે છે, દગતિને દેખતે નથી, વિપત્તિઓ તેનાથી દૂર ચાલી જાય છે. કમલવનમાં જેમ કલહંસી વાસ કરે છે તેમ જે પુણ્યની ઈચ્છાવાળો વગર આપેલ ગ્રહણ કરતો નથી, તેને વિશે પુયની શ્રે િવાસ કરે છે. સૂર્યથી રાત્રિ દૂર ભાગે, તેમ તેનાથી આપત્તિઓ દૂર ચાલી જાય છે. વિનીતને વિદ્યા વર છે, તેમ ચોરીની વિરતિ કરનારને દેવની અને મોક્ષની સંપત્તિ વરે છે. ચોરી એ બીજા લોકોના મનની પીડા માટે ક્રીડાવન છે, પૃથ્વીમાં વ્યાપેલ આપત્તિ લતાને વિકસિત કરનાર એકનું મંડલ છે, દુર્ગતિ-ગમનનો માર્ગ અને વર્ગ-મક્ષની અર્ગલા સરખી ચારીને હિતાભિલાષી મનુષ્યએ ત્યાગ કરવી જોઈએ. શ્રાવકો પદારાગમનની વિતિ કરનાર હોય, કારણ કે, દિશામાં નેત્રકટાક્ષાને ફેકતી, દેખનારની આંખેને જદી આકર્ષણ કરે છે, જગતમાં સાક્ષાત લીલાથી ચપળ અને આળસપૂર્ણ અંગવાળી કામદેવના સંગથી ઉત્પન્ન થતા અંગના ભંગ-હાવભાવને વિસ્તરે છે. કામરૂપી દાવાનળ તેને તંતિ કરવાના પ્રબળ પ્રયાસથી ભરેલા ખેદ-વેદ વગેરે પ્રકારને વિરતારે છે, સપની શ્રેણી જેમ ચિત્તથી વિચારાએલી સ્ત્રી ભુવનને જમાડે છે. શ્રાવકોએ પિતાની પત્ની સાથે આસક્તિથી વિથ સેવન ન કરવું, કારણ કે તે પણ સર્વ પાપની ખાણ છે. તે પછી પણ વિષયમાં તો શું કહેવું ? પિતાના પતિને ત્યાગ કરીને લજા વગરની જે જાર પુરુષને ભજે છે, તેવી ક્ષણિક સ્નેહ ચિત્તવાળી બીજાની સ્ત્રીમાં વિશ્વાસ કેવી રીતે કરી શકાય? મૂઢબુદ્ધિવાળા લોકો નિતમ્બ, સાથળ, સ્તનના મોટા ભારને, સુતક્રીડા માટે છાતી ઉપર ભાર વહન કરે છે, પરંતુ સંસાર-સમુદ્રની અંદર ડૂમાડનારી પિતાના કંઠે બાંધેલી આ સ્ત્રી રૂપી શિલાને જાણતા નથી. ભવ સમુદ્રમાં ભરતી સમાન, કામદેવ શિકારી માટે હરિણી સમાન, મદાવસ્થા માટે હઝેર સમાન, વિષયરૂપ મૃગતૃષ્ણ માટે મરુભૂભિ સમાન, મહામહ અંધકારને પુષ્ટ કરનાર અમાવાસ્યાની રાત્રિ સરખી, વિપત્તિની ખાણ સમાન નારીને હે બુદ્ધિશાળી શ્રાવકે તમે પરિહાર કરે. (૨૪૩). विरया परिग्गहाओ, अपरिमिआओ अणत-तण्हाओ । बहुदोस--संकुलाओ, नरयगइ-गमण--पंथाश्रो ।। २४४ ॥ શ્રાવકો અપરિમિત પરિગ્રહથી વિમેલા હોય, અનંત તૃષ્ણારૂપ મૂછથી વિરમેલા તે આ પ્રમાણે- નિર્જન માણસ અ૫ ધનની ઈચ્છા કરે, એમ કરતાં સમગ્ર રાજયની પ્રાપ્તિ કરી, રાજ થયે એટલે ચક્રવર્તીપણું ઈચ્છવા લાગે, સમ્રાટુચક્રવર્તી થી એટલે ઇન્દ્રપણું વછવા લાગ્યો, જેમ જેમ અધિક ઈચ્છવા લાગશે, તેમ તેમ આગળ આગળની તૃષ્ણા વધવા લાગી, પણ ઈચ્છાથી અટકતું નથી. પરિગ્રહ ઉપર બેસીને જે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy