SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાલ તુચ્છ સુખની અભિલાષા કરે છે, એવા અહિંસાદિક મહાવ્રતને તેડીને ખરેખર તેવા આત્માએ ફ્રોડ સોનૈયા આપી કાગિણી (કડી)ને ખરીદ કરવા સમાન મુખ છે. આ જીવ પિતે ઈછા કરે, તેવા મનગમતા પદાર્થો, વલલભ રી મેળવે, તે પણ દિવસ, માસ, વર્ષ કે આખી જિંદગી સુધી તેવા ઈષ્ટ પદાર્થો મેળવે, તો પણ આત્માને સતેષ પમાડવા સમર્થ બની શકતું નથી. સ્વપ્નમાં અનુભવેલું વિષય-સુખ આંખ ઉઘડી ગયા પછી કંઈ પણ હેતું નથી. એ જ પ્રમાણે આ વિષયસુખ ભોગવ્યા પછી કંઈ પણ સુખ નથી અર્થાત્ આ સંસારનાં વિષય-સુખ સવપનની ઉપમાવાળા છે. તેને સંચય કરી શકાતું ન હોવાથી તેની આહારદિકની જેમ તૃપ્તિ કેવી રીતે કરી શકાય ? કહેવાનું તાત્પર્ય એ છે કે, અસંખ્ય-પ્રમાણ વિષય-સુખથી પણ જીવને સંતોષ પમાડ શકય નથી. કહેલું છે કે, “ કોઈ પોતાની વિષય-તૃષ્ણાને ઉપભેર કરવા દ્વારા શાંત કરવાની ઈચ્છા કરતા હોય, તે પિતાના પડછાયાને પગથી ચાંપવા માટે આગળ આગળ એકદમ ત્વરાથી દડે છે.” તેથી કરીને નક્કી થયું કે, રાત્રે કેટલાક ક્ષણે સુધી સ્વપ્નમાં સુધાથી દુબલ થએલાને મોદક અર્પણ કર્યા હોય, એ કોઈ કયાંય પણ કદાપિ પણ યથાર્થ રીતે ક્ષુધાથી દૂર કરી શકે ખરા અર્થાત વપ્નાની સુખડી ભૂખ ભાંગે નહિં. વળી તરસ લાગેલી હોય, તેને ઝાંઝવાના જળથી તૃણાનો અંત આવતો નથી. તેમ ભોગ ભોગવવાથી આત્માને કદી પણ તૃપ્તિ-શાંતિ થતી નથી. આ પ્રમાણે આઠ રૂપકે સમાવ્યાં. (૧૮૭ થી ૧૯૦) આ પ્રમાણે વિષય ભોગવવામાં નુકશાન જણાવ્યું, તે પણ જેઓ તેમાં આસ્થા રાખે છે, તેને દોષ જાવતા કહે છે— पुर-निद्धमणे जक्खो, महुरामंगू तहेव सुय-निहसो । बोहेई सुविहिय-जणं, विसूरह बहुं च हियएण ॥ १९१ ॥ નગર બહાર ખાળ વહે છે, ત્યાં એક યક્ષ મંદિરમાં સિદ્ધાંતની પરિક્ષા માટે કસોટી સમાન-બહુશ્રુત થએલા મં નામના આચાર્ય ઈન્દ્રિય-વિષયમાં લાલુપ બનેલા, જેથી તેમાં યક્ષ તરીકે ઉત્પન્ન થયા હતા. “હું તે જિહાના વાદમાં આસક્ત બન્યા, પણ તમે આસક્તિ ન કરશો ”—એમ શિષ્યોને સમજાવે છે અને પિતે હદયથી ઘણે પશ્ચાત્તાપ કરે છે. (૧૯૧) વિશેષ ભાવાર્થ કથાનથી સમજાશે. તે આ પ્રમાણે– રસગૌરવાધીન મંગુ આચાર્યની કથા મથુરા નગરીમાં યુગપ્રધાન શ્રતભંડાર, નિરંતર શિષ્યને સ્વાર્થ કહેવામાં ઉદ્યમવાળા, ભવ્ય જીવોને સદ્ધર્મ-દેશના આપવી, શાસનનાં કાર્યો કરવામાં પરિશ્રમ ન ગણનાર, પાપવાળા કાચ વજવાના ઉદ્યમવાળા, ઉગ્રવિહાર કરનાશ, સામાચારી પાળનારા અને શિષ્ય પાસે પળાવનાર, સારણ, વારણા કરવાવાળા અગોપાંગ સંદીન. કરવાના મનવાળા, લોકોમાં પ્રસિદ્ધિ પામેલા એવા આયમંભુ નામના આચાર્ય "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy