SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિકાપુત્રાચાર્યની કથા [ ૪૪૭ ] ભોજન અકાલરહિત તરત કેવી રીતે હાજર કર્યું? સાધ્વીએ કહ્યું કે, “જ્ઞાનથી” કયા જ્ઞાનથી ? પ્રતિપાતી કે અપ્રતિપાતી જ્ઞાનથી જોયું?” ત્યાર “પ્રતિપાતથી રહિત એવા કેવલજ્ઞાનથી.” એટલે પિતે પિતાને ઠપકો આપતા કહેવા લાગ્યા કે, અનાર્ય એવા મને ધિક્કાર થાઓ કે, મહાસવવાળા કેવલીની મેં આશાતના કરી. આમ આચાર્ય શેક કરવા લાગ્યા. “હે મહામુનિ ! તમે શોક ન કરે, નહિં ઓળખાએલા કેવલી પણ આગળની સ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી, આ પ્રમાણે શોક કરવાનો નિષેક કર્યો. “હું ઘણા લાંબા સમયથી શ્રમણપણું પાછું છું, છતાં પણ મને નિવૃત્તિ કેમ પ્રાપ્ત થતી નથી ? આ પ્રમાણે સંશય કરતા આચાર્યને તેણે ફરી કહ્યું કે, “હે મહામુનિ ! તમને શંકા કેમ થાય છે? કારણ કે, ગંગાનદી પાર ઉતરતાં તમે પણ જલ્દી તે કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન અને મુક્તિ સાથે મેળવશે. એમ સાંભળીને આચાર્ય નાવડીમાં બેસીને ગંગા ઉતરવા અને સામે પાર જવાની અભિલાવાવાળા પ્રવર્તતા હતા, તેમ તેમ કર્મના દેષથી નાવડીને ભાગ ગંગાનદીના ઉંડા જળમાં ડૂબવા લાગ્યો. સર્વના વિનાશની શંકાથી નાવિકોએ અગ્નિકાપુત્ર આચાર્યને નાવડીમાંથી જળ મધ્યમાં ફેંકી દીધા. એટલે અતિશ્રેષ્ઠ પ્રશમરસની પરિણતિવાળા અતિપ્રસન્ન ચિત્તવાળા પિતે સર્વ પ્રકારે સમગ્ર આસવદ્વા૨ બંધ કરીને દ્રવ્ય અને ભાવથી ઉત્તમ નિઃસંગતા પામેલા અતિવિશુદ્ધમાન દઢ થાનનું ધ્યાન કરતા સર્વ કમનું નિમંથન કરી પાણી એ જ સંથારો પામેલા છતાં અત્યંત અદભુત નિરવદ્ય જોગવાળા તેમને મનવાંછિત એવી સિદ્ધિ નિવ-લાભથી પ્રાપ્ત થઈ. પુપચૂલા કથા પ્રસંગે આવેલ અગ્નિકાચાર્ય દષ્ટાંતથી બીજે ઉપદેશ આપતાં જણાવે છે કે – जो अविकलं तवं संजमं च साहू करिज्ज पच्छाऽवि । अनियसुय व्य सो नियगमट्टमचिरेण साहेइ ॥ १७१ ॥ જે મુનિએ બાર પ્રકારનો સંપૂર્ણ તપ તેમ જ પૃથ્વીકાય આદિ છ કાય ના રક્ષણ સ્વરૂપ સંપૂર્ણ સંયમ કરે છે, પર્યન્તકાળમાં પણ જેઓ આવા તપ-સંયમનાં અનુષ્ઠાન કરે છે, તેઓ અન્નિકાપુત્ર આચાર્યની જેમ જલ્દી પોતાના ઇછિત કાર્યની સિદ્ધિ કરે છે. (૧૭૧) અગ્નિકાપુત્રાચાર્યની કથા ઉત્તર મથુરામાંથી એક વેપારી દક્ષિણ મથુરામાં વેપાર માટે ગયો હતો, ત્યાં કોઈક વેપારી સાથે મૈત્રી કરી તેણે પિતાને ત્યાં ભેજન માટે નિમંત્રણ આપ્યું. ભજનસમયે તેની બહેન વીંજ નાખતી હતી. એવી અવિકાકન્યાને દેખી. તેમાં અતિશય અgશગ અને મત્ત ચિત્તવાળાએ અનેક પ્રકારે માગણી કરી, તેની સાથે લગ્ન કર્યા. ભાઈને બહેન પર એટલો નેહ કે, તેને સાસરે મોકલતો નથી. અતિશય આગ્રહ કર્યો, ત્યારે નેહી ભાઈએ એમ કહ્યું કે, “બહેનને મોકલીશ, પરંતુ ભાણિયાનું મુખ દેખ્યા પછી મિકઢીશ.” કઈક સમયે લાંબા કાળે પિતાની માંદગીને "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy