SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૪૨ ] પ્રા. ઉપદેશમાતાને ગુજેશનુવાદ છે, તો માર્ગની પડિલેહણ કરી આવ, એટલે “ઇ” એમ કહીને તે બચ. અતિવિનીત એવો તે શિષ્ય માગ તપાસીને પાછો આવ્યા. ત્યારપછી રાત્રે આચાર્ય ચાલવાને અશક્ત હેવાથી વૃદ્ધપણાના કારણે એકલા એક ડગલું પણ ચાલવા અસમર્થ હોવાથી નવદીક્ષિતની ખાંધ પર ભુજથી મસ્તક પકડીને ચાલ્યા. માર્ગમાં ખાડા-ટેકાથી ખલના થાય તે, સ્વભાવથી અતિક્રોધી હોવાથી તેનો તિરસ્કાર કરી મસ્તકમાં દાંડાથી માર મારે છે. તે નવદીક્ષિત મહાનુભાવ પોતાના મનમાં શુભભાવ ભાવતા વિચારવા લાગ્યા કે, “મેં કયાં આવા સંકટમાં નાખ્યા ! સુંદર સવાધ્યાય-ધ્યાનયુત ચિત્તવાળા આ મહામાને દુઃખ ઉપજાવ્યું. અરેરે ! મેં પાપનું કાર્ય કર્યું. પોતાના સમગ્ર સાધુના આચારા પાલન કરવામાં એક ચિત્તવાળા આમને મેં દુઃખ ઉત્પન્ન કરી ખરેખર મેં પાપ વતન કર્યું. બહુ લાંબા વખતનું વૃદ્ધપણાથી જર્જરિત અને અશક્ત બનેલા ગાત્રોવાળા ભુવનના એક મહાન આત્માને અસુખ ઉપજાવ્યું, તે મેં પાપનું કાર્ય કર્યું છે. આવા પ્રકારના સુંદર પરિણામ વૃદ્ધિ પામવાના વિશુદ્ધ ગુફલધ્યાન પામેલા તે નવીન મુનિવરને નિર્મલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી તે તેવી રીતે તેને લઈ જાય છે છે, જેથી લગાર પણ ખલના થતી નથી. ત્યારે આચાર્ય કહ્યું કે, “હે ભદ્ર! હવે તું કેમ બરાબર ખલના વગર મને ઉંચકી લઈ જાય છે?” “હે સ્વામી! અતિશય ભાવ પામેલ હોવાથી હવે મને બરાબર દેખાય છે. ત્યારે સૂરિએ પૂછયું કે, “પ્રતિપાતી કે અપ્રતિપાતી ?” ત્યારે નવશિષે કહ્યું કે, “અપ્રતિપાતી અર્થાત્ મેળવેલું કેવળજ્ઞાન પાછું ન ચાલ્યું જાય તેવા ક્ષાવિક ભાવથી.” ત્યારે ગુરુ મહારાજ પણ તેને સારી રીતે મિથ્યા દુષ્કૃત” કહે છે. જ્યારે સૂર્યોદય થયા, તે સમયે ચંડ રુદ્રાચાર્ય પિતાના શિષ્યને સખત દંડ મારવાથી મસ્તકમાંથી નીકળતી લેહીની ધાશથી ખરડાએલ શિષ્યને જાતે દેખ્યો. ત્યારપછી ઉપન થએલા વાગ્યવાળા આચાર્ય ચિંતવવા લાગ્યા કે, “અરે! કપાધન બની મેં આ મહાપાપ કર્યું છે. મેં આટલું પણ ન વિચાર્યું કે- “કોપ કરવાથી સંતાપને વધારે થાય છે, વિનય ભેદાય છે. હૃદયમાં સુંદર ભાવોનો ઉછેર થાય છે, પાપવચને પેદા થાય છે, કજિયા-કંકાસ કરવા પડે છે, કીર્તિ નાશ પામે છે, કુબુદ્ધિ પ્રાપ્ત થાય છે, પુણ્યોદયને નાશ થાય છે, સત્પરૂષોને પણ રોષ દુર્ગતિ આપે છે, માટે સજજન પુરુષોએ દોષવાળો આ રોષ દૂરથી જ ત્યાગ કરવા લાયક છે.” બીજું આજે જ દીક્ષિત થએલા જ્ઞાન વગરના બાળકને, હજુ જિનમતને ૫, જેણે જાણેલ નથી, છતાં પણ દેખે કે તેની ક્ષમા કેવી અપૂર્વ છે? હું લાંબા સમયને દીક્ષિત હોવા છતાં, સિદ્ધાંત-સમુદ્રના તીરને પામેલા, તીર્થની પ્રભાવના કરનાર છતાં માશમાં આટલી હદને ક્રોધ છે. આ બાળક હોવા છતાં પણ આવા પ્રકારની ક્ષમાથી રંગાએલ છે–તે ઉત્તમ છે. પાકી વયવાળો થયા છતાં હું કેપમાં અંધ થયો છું. તો અત્યારે મેં તેને કંઈ પણ મનદુઃખ કર્યું હોય, તે હું વિધિથી શુદ્ધભાવ પૂર્વક "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy