SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪૦ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાતવાદ સેવકોને સંકટ પામેલા દેખવા કદાપિ સમર્થ બની શકતા નથી. જે ચિંતામણિ મળવા છતાં જીને દરિદ્રતા પરાભવ કરે, સૂર્યોદય થવા છતાં અંધકાર-સમૂહ વૃદ્ધિ પામે, તે હે નાથ ! અમારે કયાં જઈને ફરિયાદ કરવી ? અમારે કોનું શરણ મેળવવું ત્યારે ભગવંતે કહ્યું કે, “હે કેશવ! આ નિકાચિત બાંધેલું કર્મ અવશ્ય જોગવવું જ પડશે. કદાચ પાપક્ષય કરવા માટે ફરી વંદન કરીશ, તે પણ તે અનુષ્ઠાન કર્મ નિજા કરવા માટે તેટલું સમર્થ નહિં થાય. આ પ્રમાણે તેને જેટલામાં ના પાડી. એટલે કાંઈક વિલખાં થએલ કૃષ્ણને ફરી પણ ભગવંતે આશ્વાસન આપતાં જણાવ્યું કે, હે ભદ્ર! તું શક ન કર, કારણ કે મારી જેમ તમે પણ ઉત્તમ કેવલજ્ઞાન-દર્શન દ્વારા ભુવનને પ્રકાશિત કરનાર, તેમજ ત્રણે ભુવનને પૂજનીય પ્રશંસનીય, ભારતમાં હજાર મુનિઓથી પરિવારે બારમા તીર્થકર થશે. જેનું આવું કલ્યાણ થવાનું છે, તે અત્યારે શા માટે ખેદ વહન કરે છે? વળી કૃષણે પૂછ્યું કે, “મારી સાથે આ વીરે વંદન કર્યું, તે તેને વંદનનું શું ફળ મળશે?” ત્યારે ભગવંતે કહ્યું કે, તમારા ચિત્તની પ્રસન્નતા પિતા માટે મેળવવી તેટલું જ માત્ર તેને ફળ થયું, પણ કર્મની નિર્જરા નહિં. કારણ કે, ક્રિયા જ્ઞાન, દાન, ચારિત્ર, ઈન્દ્રિય-દમન, દયા, કષાય-દમન આ વગેરે અનુષ્ઠાન વિવેક સહિત મનથી કરવામાં આવે તે સફળ અર્થાત્ કર્મ-ક્ષય કરનાર થાય છે, નહિંતર માત્ર કલેશ એ જ ફળ મળે છે. આ પ્રમાણે નેમિભગવંતથી ઘણા પ્રકાર ઉપદેશ પામેલા મુક્તિની તૃષ્ણાવાળા કૃષ્ણ, ભગવંતને નમસ્કાર કરીને પોતાની નગરીમાં પહોંચ્યા. આ પ્રમાણે સાધુઓને વિધિ-આદર-વિનય-સહિત વંદન કરવાથી દારસિંહ-કૃષ્ણ સાતમી વેદનીયકર્મ ત્રીજીમાં લાવી નાખ્યું, તે સાધુને નિરંતર વંદન કરવું. (૩૯) ૧૮ હજાર સાધુને વંદન વિષયક કૃષ્ણ કથા માટે જ કહે છે કે, अभिगमण-वंदण-नमसणेण पडिपुण्छणेण साहूणं । चिरसंचियपि कम्म, वणेण विरलत्तणमुवेइ ॥ १६६ ॥ के सुसीला सुहमाइ सज्जणा गुरुजणस्सऽवि सुसीसा । विउलं जगति सद्धं, णह सीसो चंडरुदस्स ।। १६७ ।। ગુરુ બહારથી આવતા હોય તે સામા જવું તે અભિગમન, તેમના ગુણોનું કીર્તન કરવારૂપ વંદન, કાયા અને મનની નમ્રતા-નમસ્કાર કરવો, શરીરની કુશળતા પૂછવી, સાધુઓને આ વગેરે કરવાથી લાંબા કાળનાં ઉપાર્જન-(એકઠાં) કરતાં કર્મો ક્ષણવારમાં દૂર થાય છે. (૧૬) ગુરુનો વિનય કરનાર શિષ્ય તેઓને શ્રદ્ધા ઉત્પન્ન કરાવે છે, તે કહે છે– કેટલાક ઉત્તમ સવભાવવાળા શ્રુત-ચારિત્ર ધર્મયુત, સર્વ પ્રાણોને અમૃત સરખાં "Aho Shrutgyanam'
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy