SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ કુણે કરેલી સાધુ વંદનાનું ફલ [ ૪૩૯ ] રાજને વા, અન્ન, પાન, મકાન, કામની વગેરે સંયમમાં ઉપયોગી વસ્તુઓનું દાન આપવું, ગુરુની ભક્તિ કહેવાય છે. આ સર્વેમાં પણ ગુરુને વંદન કરવું તેની અધિકતા અને વિશેષતા કહેલી છે. જે માટે કહેવું છે કે – “કર્મને દૂર કરવાના પ્રયત્નવાળા એવા ગુરુજનને વંદના કરવી, પૂજા કરવી. તે દ્વારા તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન અને કૃતધર્મની આરાધનારૂપ ક્રિયા થાય છે. તેમ જ નીચગોત્ર ખપાવે છે, ઉંચ ગાત્ર ઉપાર્જન કરે છે, સૌભાગ્ય નામકર્મ બાંધે છે, જેની આજ્ઞા દરેક ઉઠાવે તેવું જનપ્રિયત્વ પ્રાપ્ત કરે છે. ત્યારે કુણે કહ્યું કે, “હે ભગવંત! હું પણ ઈન્દ્રિ ને દમનારા ક્ષતિ-(મા) શખનારા, શીલવંત અઢાર હજાર શીલાંગ ધારણ કરનારા, શેર તપશ્ચરણ કરનારા આપના સાધુઓને વંદના કરું. વીશ સાલવી સાથે કૃષ્ણ દરેક સાધુઓને વંદના કરી. પ્રતિજ્ઞા-નિર્વાહ કરીને પ્રભુ પાસે પાછા આવ્યા. અતિઝળકતા વિજળીના સમૂહયુક્ત નવીનશ્યામ મેઘમાંથી જેમ જળ, તેમ કૌતુલનના કિરણથી પ્રકાશિત શ્યામ દેહમાંથી નીતરતા વેદ જળવાળા બે હાથરૂપ કમળની અંજલિ કરેલા કુબ, ભગવંત આગળ બેસીને ફરી ફરી પ્રણામ કરીને પ્રકુટિલત થઈ કહેવા લાગ્યા કે, “હે ભગવંત! ક્રેડો સુભટે સામસામે આથડતા હોય, મદોન્મત્ત હાથીએના ચિત્કાર સંભળાતા હોય તેવા યુદ્ધમાં મને એટલે પરિશ્રમ નથી થયું કે, જેટલા મુનિ-ભક્તિ વેગે ઉલસામાન ભાવથી રોમાંચિત થએલા રેહવાળા, મુનિઓના ચરણ-કમલમાં વંદન કાર્ય માં તત્પર થએલા મનવાળા મને અત્યારે થાય છે. ત્યારે ભગવંતે કૃષણને કહ્યું કે, “હે સુભટ! આજે તે યુદ્ધ કરીને ચારિત્ર મહારાજાનું મહાફળ ઉપાર્જન કર્યું છે. વધારે શું કહેવું? પ્રથમ અનંતાનુબંધી નામના ચાર કષા, ત્રણ દન મોહનીય-એમ મહમહારાજાના સાત સુભટને તે અત્યારે જ ખુરદો કાઢી નાખ્યો છે અર્થાતુ ક્ષય પમાડ્યા છે. દાઢ વગરના મહાવિષધર સર્ષની જેમ મહમહારાજા આ સુભટો વગર નિએ કંઈ પણ કરી શકવા સમર્થ નથી. ખરેખર હવે તે સમ્યકત્વરૂપ શિયાયિક રત્ન પ્રાપ્ત કર્યું છે. અત્યાર સુધી ચારગતિ ૨વરૂપ સંસારના ગહન જંગલમાં અથડાયા કરતો હતો, તેમજ હમેશાં ચારિત્રરાજના સન્યથી ભ્રષ્ટ થએલે છે. આ દુષ્ટ મહારાજાના સુભટેએ જીવનું તરવભૂત સ્વરૂપ ઘેરી લીધું હતું, જેને તે આજે હાર આપીને તારા આત્મામાં જ રહેલું એવું ક્ષાયિક સમ્યકત્વચન પ્રગટ કર્યું છે. (૨૫) આ સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તેને સમગ્ર મંગલના સમૂહ શાશ્વત સુખ-પૂર્વ મોક્ષ નક્કી ત્રીજે ભવે પ્રાપ્ત થાય છે. બીજું મહા આરંભથી એકઠું કરેલું કર્મ તે આજે જે સાતમી ભૂમિને થગ્ય હતું, તે આ પ્રમાણે ત્રીજીએ લાવી નાખ્યું છે. આ સાંભળીને ભયભીત થએલા કેશવે ભગવંતને કહ્યું કે, “ આપ જેવા મારા સ્વામી છતાં મારું અકલ્યાણ કેમ થાય? - સ્વામિ ! આ પાપરૂપ ભાવશત્રુથી પરવશ થએલનું મારું આપ રક્ષણ કરો. સ્વામી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy