SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રગુપ્ત અને ચાણકયની કથા [ ૪૦૯ ] સૈન્ય ભગ્ન થયું. ત્યારે નંદરાજાએ ધર્મ દ્વાર૪ માંગ્યું. ત્યારે કહ્યું કે, “એક રથથી તમારાથી જેટલું લઈ જઈ શકાય તેટલું ગ્રહણ કરો.” એટલે નંદરાજા એ ભાર્યા, એક કન્યા અને કેટલુંક ધન ગ્રહણ કરીને જ્યાં નગર દરવાજે પહે, એટલામાં કન્યાની ઘણા વિલાસવાળી દષ્ટિ ચંદ્રગુપ્ત ઉપર પડી. પિતાએ તેની સાથે જવા અનુમતિ આપી. જેટલામાં કન્યા રથ ઉપર ચડવા લાગી, એટલામાં ચંદ્રગુપ્તને જે રથ હતો, તેના નવ આર ક્ષણવારમાં ભાગી ગયા. એટલે ચંદ્રમુખ સરખો ચંદ્રગુપ્ત પ્લાનમુખવાળો થયો. ચાણકયે તેને કહ્યું કે, “તેને રથમાં ચડતાં રોકી નહિં. કારણ કે, નવવંશ સુધી નવપાટ પરંપરા સુધી લાશ વંશમાં કફુરાયમાન સત્વવાળા રાજપુરુષે રાજય કરશે, અને તેઓ પરોપકાર કરનાર થશે.” (૮૦) ત્યા૫છી કુસુમપુરમાં પહેલા તેઓએ રાજયના બે વિભાગ કરી નાખ્યા અને વહેચી લીધા. હવે ત્યાં આગળ મહેલમાં વિષભાવિત દેહવાળી નંદરાજાની એક પુત્રી હતી. પર્વત રાજાને તેની ઈચ્છા થઈ, એટલે તેને આપી. પરણાવવાનો વિધિ ચાલુ ક, મધ્યમાં અગ્નિ પ્રગટાવ્યા. ત્યારે પર્વતરાજાનું શરીર ખેંચાવા લાગ્યું. કન્યાના શરીરના ઝેરની સંક્રાતિ સ્પર્શ કરવાથી શરુ થઈ. તે કહેવા લાગ્યો કે, “હે મિત્ર! મરી જાઉં એવી પીડા થાય છે, તો તેને પ્રતિકાર કરવા માટે ઉતાવળ કર.” જ્યાં ચંદ્રગુપ્ત તેને પ્રતિકાર કરવા આદરવાળા થાય છે, ત્યાં ચાણકયે ભ્રકુટી ચડાવી કપટથી ઈસાર કરી તેને રોકો. એટલે ચંદ્રગુપ્ત પાછો ફર્યો. પર્વત કન્યાના વિષ– પરિણમનથી મૃત્યુ પામ્યા. હવે બંને રાજ્ય સ્વામી આ થયો. રાજ્યો સારી રીતે રાજ કર્યા. ચપળ ઊંચા અશ્વોના સમૂહથી સુભગ, મન્મત્ત ઉત્તમ જાતિના હસ્તિ ની શ્રેણયુક્ત રાજ્ય જે બ્રાહ્મણ છતાં પ્રાપ્ત કર્યું, તે પ્રભાવ નકી આ રાજાને, તેમાં પણ ચાજજન મિત્રને પ્રભાવ વિશેષ હતો. આમ છતાં કૌટિલ્ય ચાણકયે કટિલતા જાણ કરી. “ખરેખર કરેલા ગુણને નાશ કરનાર કુતદન લોકોને તિરસ્કાર થાઓ.” તથા શાસ્ત્રમાં પણ જણાવેલું છે કે- “ ભાઈઓને મારવાની બુદ્ધિ થાય કે સાસૂ-વહુએને મારવાની મતિ થાય, તે પણ મહાઅનર્થ કહેલ છે.’ હવે નંદ રાજાના પુરુષ ચંદ્રગુપ્તથી આજીવિકા મેળવી શકતા નથી એટલે તે જ નગરમાં તેઓ ચોરી કરવા લાગ્યા. હવે ચાણકય એક સખત ચોર પકડનાર એક પુરુષને શોધતા હતા, ત્યારે નગર બહાર પરિમણ કરતાં કરતાં તેણે એક નવરામ નામના એક કેલિકને છે. તે જ્યારે પિતાનું ઘર બનાવતો હતો, ત્યાર તેના પુત્રને જીમેલ સરખા તીર્ણ મુખવાળી કીડીઓએ ડંખ આપ્યા. એટલે તેના ઉપર નલરામ અત્યંત કંધે ભરાયે અને કીડીઓનું મૂલ-ઉત્પત્તિસ્થાન–તેનું દર * ધર્મઠાર સ્થાનિક રાજા માગે, ત્યારે પોતે એક રથમાં જેટલું સમાય, તેટલું ધન-ઝવેરાત વગેરે: સામગ્રી અને પિતાના સ્વજને લઈ જાય છે, તેને નિર્ભયપણે બહાર લઈ જવા દેવાય છે. પર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy