SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશી રાજાની કથા [ ૩૨૫ ] ઝેરની લતા ભયંકર છે? ના, તે પણ તેવી નથી, ત્યારે કોણ તેવી ભયંકર છે? તે કે, સમગ્ર દેશની ખાણ એવી ઓ મહાભયંકર અને હાલાહલ ઝેર કરતાં પણ વધારે વિષમ અને અનેક ભવોના મરણનાં દુખે અપાવનાર હોય, તે આ સ્ત્રીઓ જ છે. માટે તેમને દૂરથી જ નવ ગજના નમસ્કાર થાઓ.” પણ હૈયે ધાર કરી તે સ્ત્રી ઉપર મનથી પણ દ્વેષ નહિ કરતે પિતાની મેળે જ સર્વ અણુવ્રતોને વીકાર કરી અનરાન કરે છે. પંચ નમસ્કારના ધ્યાનમાં તત્પર બનેલો પોતાના અતિચારેનું આચનનિંદન કરીને સર્વ જીને નાના કે મોટા અપરાધ કરેલા હોય, તેવા સ્થાનને અમાવે છે. સમતાપૂર્વક સમાધિથી મરણ પામેલ તે પ્રદેશ રાજા ચાર પોપમના આયુષ્યવાળ ધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. તે વિમાનના નામ સરખું એવું તેનું નામ સૂયભટેવ પાડયું. ત્યાં દેવલોકમાં દેવતાઈ કામગ અપસરાની સાથે ભગવે છે, તેમ જ જિનેશ્વર ભગવંતના સમવસરણમાં જઈને હંમેશાં તેમની દેશના સાંભળે છે. એક સમયે આમલક૫ નગરીમાં શ્રી વર્ધમાનવામીનું સમોસરણ ચ્ચાયું હતું, ત્યારે પિતપોતાની સમૃદ્ધિ સહિત આવીને પ્રણામ કરવા પૂર્વક ભગવંતને વિનંતિ કરવા લાગ્યું કે, “હે દેવ ! ગૌતમસ્વામી વગેરે સાધુઓને હું મારું નવીન નાટક-નૃત્યારંભ બતાવું.” ભગવંત મૌન રહ્યા, એટલે તે દેવ ઉભે થઈને તુષ્ટ થઈને તેણે ભગવંતની આગળ અટકયા વગર સુંદર નાટય વિધિ પ્રવર્તાવી બતાવી. ત્યારપછી જે આવ્યું હતું, તે તે સૂર્યાભદેવ પ્રણામ કરી પાછો પોતાના સ્થાને ગ. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં શુક્લધ્યાનથી સિદ્ધિ પામશે. (૫૪) પ્રદેશી રાજાની કથા પૂર્ણ થઈ. नस्य-गइ-गमण-पडिहत्थए कए तह पएसिणा रण्णा । अमरविमाण पत्त, ते आयरिअ-प्पभावेण ॥ १०३ ॥ धम्ममइएहि अइसुंदरेहिं कारण-गुणोवणीएहि ।। पल्हायंतो य मणं, सीस चोएइ आयरिओं ॥ १०४ ॥ जीअं काऊण पणं, तुरमिणिदत्तस्स कालिअज्जेणं । अविअ सरीरं चत्तं, न य भणिअमहम्म-संजुतं ॥ १०५ ।। પ્રદેશી રાજાએ નારિતકપણાના કારણે નરકગતિમાં જવાની સંપૂર્ણ તૈયારી કરી ' હતી, છતાં પણ દેવ વિમાનમાં પ્રસિદ્ધ એવું સૂર્યાભ દેવપણું મેળવ્યું, તે પ્રભાવ હોય તે માત્ર કેશી આચાર્ય ભગવંતનો જ છે. (૧૦૩) તેથી સુશિવેએ આચાર્ય ભગવંતની આરાધના કરવી. તેમજ આચાર્ય "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy