SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ મેતા મુનિની કથા [ ૩૧૧ ] કરગસ્વા લાગી કે, અમારી ખાતર બાર વરસ પછી યાદ કરાવજે.” સંસારથી ઉદ્ધાર કરવાની મતિવાળા દેવે વારંવાર આગ્રહ કર્યો, પરંતુ તે વખતે તે દેવતાના હૃદયમાં તે બંનેએ દીનતા બતાવી. ફરી બાર વરસ પસાર થયા પછી દેવે સમરણ કરાવ્યું કે, “ભોગો ભેગવતાં બાર વરસ પૂર્ણ થયાં, એટલે મેતાએ ઉત્તમ મુનિ પણું ગ્રહણ કર્યું'. નવીન નવીન નવ પૂર્વના મહા અર્થો ગ્રહણ કર્યા, ગીતાર્થ તીવ્ર તપસ્યા કરવામાં થિર મનવાળા થયા. કોઈક વખત વિચરતા વિચરતા એકાકી પ્રતિમાવાળા તે મુનિવર રાજગૃહી નગરમાં પધાર્યા. ગોચરચર્યાએ ફરતા ફરતા એક સુવર્ણકારના ભવનના આંગણામાં પહોંચ્યા. તે સમયે સુવર્ણકાર ૧૦૮ સુવર્ણમય ય ઘડીને તૈયાર કરતે હતે. તે ત્યાં જ સ્થાપન કરીને પોતાના ભવનની અંદર ગયે. તે સમયે ત્યાં કચપક્ષી ક્રીડા કરતું હતું, તે ત્યાંથી જવલા ચરી ગયું. કાઉસગ-ધ્યાનમાં ઉભેલા મુનિએ જવલા ગળતા દેખ્યા. સવારમાં સુવર્ણકાર અંદરથી બહાર આવ્યા અને જવલા ન જોયાં, એટલે ભયભીત બની નજીકમાં રહેલા સાધુને પૂછ્યું કે, “કૃપા કરીને કહે કે, અહિંથી આ સેનાના ય કેણે હરણ કર્યો? અહિં તમે લાંબા કાળથી ઉભેલા છે એટલે જાણતા જ હશે. શ્રેણિક રાજા જિન-પ્રતિમાની આગળ નવીન સુવર્ણના બનાવેલા ૧૦૮ જવાથી દરરોજ પૂજા કરે છે. તેને સુંદર સ્વરિતક રચે છે અને પછી વિસ્તારથી દેવાધિદેવને વંદન કરે છે. રાજાને દેવની પૂજા કરવાને અત્યારે સમય થયો છે. સમય થયાં પહેલાં મારે જવલા આપવાના છે, તે આપ કહે. નહિંતર રાજા મારા કુટુંબસહિત મને મરાવી નંખાવશે, માટે મારા ઉપર કરુણ લાવીને આપ કહે કે, “આપે કે બીજા કોઈએ રહણ કર્યા છે. હું તમારી કે બીજા કોઈની વાત કોઈને પણ કહીશ નહિં. એટલું જ નહિં, પરંતુ તે સવામી ! આટલા પ્રમાણનું સુવર્ણ પણ હું તમને આપીશ. અત્યારે મારે રાજાને જવલાં આપવાનો સમય સાચવવો છે. (૭૫) પ્રાણિ દયા-જીવ-રક્ષણ માટે મેતા મુનિ કશું પણ બોલતા કે જવાબ આપતા નથી. એટલે સોની બે કે, “આ પાખંડી છે, આ જ ચોર છે, શા માટે કંઈ બાલતે નથી, તપસ્વી-સાધુનો વેષ માત્ર પહેર્યો છે. પ્રાપનાશ થવાની પીડા આજ સુધી તે પામ્યું નથી. ચામડાની વાર પાણીમાં ભીની કરીને મુનિના મસ્તક ઉપર સજજડ ખેંચીને એવી સજ્જડ બાંધી કે તડકામાં સૂકાવા લાગી એટલે વાધર વધારે ખેંચાવા લાગી. એટલે બંને નેત્રો બહાર નીકળી ગયા, તે મહાત્મા મેતાર્ય મુનિ તે સમયે મનમાં "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy