SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ { ૩૦૮ } પ્રા. ઉપદેશમાલાને ગૂજનુવાદ સુંદર વજી લેપ સરખી તેઓની પરસ્પર પ્રીતિ જામી. “પિતાના ઘરની ગુપ્ત હકીકત કહેવી, તેણે કહેલ રહસ્થનું અખંડિત રક્ષણ કરવું અર્થાત્ ગમે તે સંગમાં બીજાને ન કહેવું, એકબીજાને વારંવાર મળવું--તે યથાર્થ સાચી મૈત્રીને પ્રકાશિત કરે છે.” શેઠાણીને પણ તે સમયે ગર્ભ ઉત્પન્ન થયા. બંને સાથે ગર્ભવતી બની. ચંડલિનીને પુત્ર અને શેઠાણીને પુત્રી જન્મી. કોઈને ખબર ન પડે તેમ શેઠાણની દાસીએ પુત્રી ચંડાલિનીને આપી અને તેનો પુત્ર શેઠ પત્નીને અર્પણ કર્યો. પિતાના સ્વાર્થના કાર્ય કરવામાં તત્પર એવા અપૂર્વ કાર્ય નિર્વાહ કરનાર દેવના વિનોદ સરખો યુવતિવર્ગ કાર્યને અકાર્ય, અકાર્યને કાર્ય કરવા તૈયાર થાય છે. પર્વતના વહેતી નદીના વાંકા કાંઠા ઉપર વળી ગએલા વૃક્ષની જેમ શેઠાણ દરરોજ ચંડાલીના પગમાં પુત્રને પાડીને તે એમ કહેતી હતી કે, “હે સખી ! તારા પ્રભાવથી આ પુત્ર દીર્ઘકાળ સુધી જીવતા રહે.” તે બંનેને સ્નેહ-સંધિને સંબંધ વજલે ચરખો કોઈ વખત ન તૂટે તે સજજડ બંધાઈ ગયે. “મેતાય' એવું પુત્રનું નામ સ્થાપન કર્યું. સમગ્ર કળાઓને અભ્યાસ કર્યો. પેલે દેવ આવીને સદ્ધર્મ માર્ગને પ્રતિબંધ કરે છે અને કહે છે કે, “તારા આગલા ભવનો મિત્રદેવ છું. તે સંકેત કર્યા પ્રમાણે દીક્ષા-પ્રાપ્તિ કરાવવા માટે હું તને અરણ કરાવવા આવ્યો છું, તે હવે દીક્ષા ગ્રહણ કર. તું વિષયાસક્ત બની સતેજથી પરાક્ષુખ બની નરકના કુવામાં પડવાને ઉદ્યમ કરી રહેલ છે અને હું ધર્મને ઉપદેશ આપું છું, તે પ્રમાણે કર્તા નથી. વિડ્યોમાં આસક્ત થએલે પ્રાણી ચિતારૂપ ચિતાના અગ્નિના ઈધણા જે છે, વિષયાધીન આત્મા પ્રૌઢ અપકીર્તિ મેળવવા માટે મદિરાના ઘડા જેવો છે, વિષયમાં મૂઢ થએલો જીવ મહાસંકટવાળા સ્થાન મેળવનાર થાય છે, વિષયો તરફ પ્રીતિવાળે મનુષ્ય ખરાબ મેનિના નગર તરફના માર્ગે ચડે છે.” (૧૨) ઉછળતા કલોલ સમૂહવાળા સમુદ્રમાં પ્રવેશ કરે સારો છે, જવાલા સમૂહથી ભયંકર અગ્નિમાં ક્રીડા કરવી સારી છે, અથવા સમરાંગણમાં અંગેઅંગના છેદ કરવા સારા છે, પણ અષમ વિષયની તૃષ્ણા કરવી નકામી છે.” ત્યારે તે દેવતાને મતાર્ય કહેવા લાગ્યો કે, “અરે! આજે મારા માટે આ વ્રત કરવાને અવસર છે. ખરેખર આજે તે પ્રથમ કેળિયે ગ્રહણ કરતાં વચ્ચે માખી આવીને પડી, તેના સરખું આ કહેવાય. સર્વથા તું કેવા પ્રકારને મિત્ર, દેવ કે અસુર છે કે જે, આ નવીન યૌવનમાં પ્રાપ્ત થએલા વિષય છેડાવે છે. હું તને પૂછું છું કે, કઈ રાજય પ્રાપ્ત થયું હોય અને તેનું મળેલું રાજ્ય ટળાવે-છોડાવે, તે તેને મિત્ર ગાવો કે શત્રુ ગણવો? એટલે દેવતા ચાલ્યા ગયા. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy