SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૨ ] પ્રા. ઉપદેશમાલાનો જવાદ દેવલોક પામવાથી સાગરચંદ્ર ઘણું દારુણ દુઃખ અનુભવવા લાગ્યો. માણેત્તર ક્રિયાઓ કરીને પ્રિયદર્શના સન્મુખ કહેવા લાગ્યા. પિતાની જય ધુરા માફક તારા પુત્રને પશુ આજ સુધી ધાર કરી શખ્યા. હે માતાજી ! તારી સમ્મત્તિથી હવે હું દીક્ષા અંગીકાર કરીશ. મ૨ણ અંતવાળા સંસાર-સાગરમાં જે કંઈ પણ સાભૂત પદાર્થ હોય, તે માત્ર પ્રવજ્યા જ છે. હાલાહલ ઝેર સરખા અને સંસારના ઝગડાથી ગભરાએલો હું પ્રત્રજ્યા રૂપ અમૃતપાન કરીને સુખી થઈશ. “ અરે ! આ સંસારરૂપી જાળને ક્રિયાક્રમ કઈ વિપરીત છે. જાળથી જળચર જંતુઓનું બંધન થાય છે, પરંતુ જાળવાળો ઘીવર-માછીમાર પણ કર્મ-જાળથી બંધાય છે.” આ જગતમાં અનેક શરીરધારી પ્રાણીઓને વિવિધ પ્રકારનો જવ-સમૂહ છે, તેને વિષે આ કર્મવિપાક પ્રવેશ કરે છે અને નાટકમાં સૂત્રધારથી માંડી સર્વ સેને વિસ્તાર દેખવામાં આવે છે, તેમ આ ભવરૂપી નાટકમાં મૃત્યુને રોકનાર કોઈપણ હેતું નથી.” (૨૫) હવે પ્રિયદર્શના કહેવા લાગી કે, “આ રાયધુને તું જ વહન કર, કુમારે આ ભાર વહન કરવા માટે કેવી રીતે સાહસ કરે? તે ગુણના સાગર પ્રત્યે ચંદ્ર સમાન એવા સાગરચન્દ્રને સામંતો, મંત્રીઓ, માંડલિક રાજાએ, શેઠ, સાર્થવાહ દરેકે મળીને રાજ્યગાદીએ સ્થાપન કર્યો. પિતાના રાજ્યમાં અન્યાય-અનીતિ પાપનું વજન કરાવે છે, સજનને સુખ કરાવી આપે છે, સમ્યગ પ્રકારે ધમને જાણે છે, તેમ જ દુજના લોકોને પણ બરાબર ઓળખી રાખે છે. ઈન્દ્રની જેમ હાથીની ખાંધ પર બેસીને સર્વ સેના–પરિવાર સાથે રાજા રાયવાડીએ (રાજ પાટિકાએ) નીકળ્યા. આવા પ્રકારની જાની અપૂર્વ શોભા અને ઐશ્વર્ય દરરોજ દેખતી ઈથની રાખથી વ્યાપેલી પ્રિયદર્શના આ પ્રમાણે ચિંતવવા લાગી અહો ! લહમીનો પ્રભાવ કેવો છે ? આ મારી શક્યના બંને પુત્રો મહાસમૃદ્ધિ સાથે રાજવાડીએ કેવા આનંદથી હરે ફરે છે. અરેરે ! હું કેવી હણાએલા. ભાગ્યવાળી કે, તે સમયે મને રાજય આપતા હતા, છતાં મેં પુત્રો માટે તેને સ્વીકાર ન કર્યો. મારા પિતાની જ દુમતિ મને નડી. જે તે વખતે મળતી રાજ્યલક્ષમી સ્વીકારી હેત, તો મારા અંગથી ઉત્પન્ન થએલા મારા પુત્ર આ લક્ષમી અને રાજશોભાથી કેવા સારા શોભા પામતા હતા. લોકોની કહેવત મેં આજે સત્ય સાબિત કરી છે– “જે અપાતું ન સ્વીકારે, તે પછી માને તે પણ ન મળે.” હજુ આજે પણ કંઈ નાવા પામ્યું નથી, ઝેર આપીને સાગર રાજાને મારી નાખું. જેથી કરીને આ રાજલક્ષમી મારા પુત્રને વિષે સંક્રાન્ત થાય. એ પ્રમાણે તેને મારી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy