SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ મતાય મુનિની કથા [ ૩૦૧ ] પ્રિયદર્શના હતું. પ્રથમ પત્નીને સમુદ્ર સરખા ગ‘ભીર સાગરચંદ્ર પુત્ર હતા, તેમ જ પારકાં કાર્ય કરવામાં બહાદુર એવા બીને મુનિચ'દ્ર નામના પુત્ર હતેા. બીજી પત્નીને શુદ્ર અને મલચંદ્ર નામના બે પુત્રો હતા. તેમાંથી રાજાએ સાગરચંદ્રને યુવરાજ બનાવ્યે. મુનિચંદ્રને કુમારના ભાગવટા માટે ઉજેણી નગરી આપી. ત્યાં જઇને તે પોતાના સ્વજન માફક પ્રશ્નનું પાલન કરતા હતા. C કાઈક સમયે અંતઃપુરમાં રહેલા મહારાજા ચિતવવા લાગ્યા કે, હજી દેવી આવી પહેાંચી નથી, ત્યાં સુધી હું કાઉસગ્ગમાં ઉભે રહું, ‘ જ્યાં સુધી આ દીપશિખા દીપે છે, ત્યાં સુધી મારા કાઉસગ્ગ ડો.' આ પ્રમાણે ઉભા ઉભા તે રાજા મિથુની પૂતળી માફક શેાલતા હતા, રાત્રિના એક પહાર પસાર થયા, ત્યારે દીપકતુ તેજ ઘટવા લાગ્યું. ત્યારે દાસી વિચારવા લાગી કે, રાજા અંધકારમાં કેવી રીતે ઉભા રહેશે ? એમ ધારીને તે દાસીએ તે દીપકના ભાજનમાં પૂણ તેલ ભર્યું”. ત્યારે કેતુગ્રહની માફક તે દીપકની શિખા નિશ્ચલ અની ગઈ. રાજાએ પણ અભિગ્રહ ગ્રહણ કરેલા હોવાથી કાઉસગ્ગ ન પા. મનમાં ધમ ધ્યાનના દીપક સ્પર્ધા કરતા હોય તેમ મળવા લાગ્યા. આ પ્રમાણે બીજા, ત્રીજા પહેા૨માં પણ દાસીએ દ્વીપકમાં તેલ પૂર્યુ, જેથી ચારે પહેારમાં રત્નાંકુરની જેમ અખ~ લિત દીપક એલવાયા વગરના ચાલુ જ રહ્યો, અતિસુકુમાર શરીરવાળા રાજાના સ– ગમાં રુધિર ભરાઈ ગયુ અને વેદના પામેલે! તે આત્મ-ભાવના ભાવવા લાગ્યા. ૮ હું જીવ ! આ વેદનાથી શરીર અને ગાત્રે લેવાઈ જાય છે, તેમાં તારા આત્માને કયું નુકશાન થવાનું છે ? આ શરીર તેા આત્માથી જુદી વસ્તુ છે, વળી તે કૃતા એવું છે કે, ચાહે તેટલુ' શરીરનું' લાલન-પાલન કરીએ, તે પણ તેને કરેલા ગુણની ક્રિમત નથી અને ગમે ત્યારે આત્માને ગે। આપે છે. હું આત્મા! જીવાને જે અપ્રતિષ્ઠાન નારકીમાં વેદના ભેામવવી પડે છે, તેના અનંતમા ભાગની આ વેદના છે અને વેદના સહન કરવાથી આત્માને અનંત શુષુ નિર્જરાના મહાલાભ થાય છે. “ દિવસ અને રાત્રિરૂપી ઘડાની માળા લેકનાં આયુષ્યજળને ગ્રહણ કરીને ચંદ્ર અને સૂર્યરૂપી બળા કાળરૂપી અરહટ્ટને ભમાટે છે” જેમ જેમ અતિ સજ્જડ પીડાથી પ્રાણા ૫રેશાની પામે છે, તેમ તેમ તેના પાપ ભાળવા સમય એવે ધ્યાનાગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે. સ્નેહથી દીપક વધારે જળતા ફ્યો, ત્યારે આ રાજાની આવી દશા થઈ! એમ જાણે દ્વીપકના ઉપર કોપાયમાન થઈને અરુણેાય થયા. દીપક એલવાઇ ગયા, ત્યારે રાજા પણ નિર્વાસુને આક્રમણ કરવા માટે કાઉસગ્ગ પારે છે, પરંતુ તેનાં અંગે એવા જકડાઈ ગયાં કે ચાવતાં નથી, પગ ઉંચકયે, એટલા માત્રમાં તે પૃથ્વી ઉપર પડ્યો અને ગબડી પડ્યો. પચ પરમેષ્ઠિનું, નિલ ધ્યાન કરતા નિશ્ચલ ચિત્તવાળા તે દેવલાકે ગયા. તે "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy