SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ સમાં ધારણ કરવી | [ ૨૮૫ ] મતિવાળે સાધુ હોય, તેને કયાંય પણ અક્ષમા હોતી નથી. શંકા કરી કે, “ન તા તિજોરાનો” એ ગાથામાં ક્ષમાને ઉપદેશ પહેલાં આપેલો છે, તે વળી ફરી આ ઉપદેશ આપવાની શી જરૂર ? જવાબમાં જણાવે છે કે – “અહિં ફરી કહેવાને દોષ નથી, વારંવાર એક ઉપદેશ શ્રવણ કરવાથી ક્રોધાદિકની ઉપશાન્તિનો વિશેષ લાભ થાય, તે માટે કહે છે કે – મંત્રપદોમાં ઝેરને વિનાશ કરવા માટે વારંવાર તે પદો બોલવામાં દોષ નથી, તેમ શગ-વિષને નાશ કરવા માટે ફરી કહેલાં અર્થપદે અદુષ્ટ સમજવાં. “વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશ-રતુતિ-દાનમાં, છતા ગુણની પ્રશંસા કરવામાં પુનરુક્ત છે લાગતા નથી.” બીજા સ્થાનમાં પણ આ જ પુનરુક્ત ઉપદેશ વિષયક કહેવું. જિનવચન વિધિના જાણકાર સાધુઓ અજ્ઞાન-બાલતપસ્વી માફક છwવનિકાય જીવના વધકાર કે હિંસક શાસ્ત્રોને ઉપદેશ કરનાર દેતા નથી. તેથી સાધુઓ ભાગવતની આજ્ઞા પ્રમાણે તપ-ચારિત્ર કરનાર હોવાથી તેમને મહાફળની પ્રાપ્તિ થાય છે. તે ચાલુ અધિકારમાં સમજી લેવો. (૮૩) મોહથી હણાઈ ગએલી બુદ્ધિવાળા ફરી તે બાલતપસ્વીઓને સારા માને છે, તેનું કારણ કહે છે-જે જેના હૃદયમાં વર્તતું હોય, તે તેને સુંદર સ્વભાવવાળું સ્થાપન કરે છે. જેમ વાઘણુમાતા પિતાના નાના બચ્ચાંને ભદ્રિક-કલ્યાણ સુખ-સ્વભાવવાળું માને છે. ક્રોધાદિકનો ઉપશમ થવાથી પોતાના બચ્ચાને વાઘણુ શાન્ત વેશ્યાવાળું માને છે, પણ વાસ્તવિક તેવું નથી. (૮૪) “હે હરણ! અહિં સિંહણના બચ્ચાની વિહારની વનસ્થલીઓમાં તૃણના અંકુરોના ખંડોને સંવરી લે-બંધ કર, જેના નહારના ઉદ્યમની લહમીને મોતીના સમૂહથી આચ્છાદિત પૃથ્વી પ્રકટ કરે છે.” આ૦ શ્રી રત્નપ્રભસૂરિ-વિચિત ઉપદેશમાલાની વિશેષવૃત્તિ-ઘટ્ટી ટીકાના બીજા વિશ્રામનો આ૦ મી હેમસાગરસૂરિએ કરેલ ગૂજેશનુવાદ પૂર્ણ થયે. [૫૪૦-ગ-થા] ત્રીજે વિશ્રામ. મf-શાક-કાન-વા-પૂમિ માળfમ સામિદોડવા अन्नो किर मज्झ वि सामिओ ति जाओ विगय-कामो॥ ८५ ॥ માત્ર સાધુ અવસ્થામાં વિવેક મોટું ફલ આપનાર થાય છે, તેમ નહિં, પરંત ગૃહસ્થ અવસ્થામાં પણ વિવેકનું મોટું કુલ મળે છે, તે શાલિભદ્રની કથા દ્વારા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy