SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૭૬ } પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ કોઈપણ બદલાની આશા રાખ્યા વગર નિષ્કામભાવથી હમેશાં અત્યન્ત વયાવચ્ચ કરીને પિતાની પ્રતિજ્ઞા સફળ કરતા હતા. શાસ્ત્રમાં કહેલું છે કે, “જ્ઞાન, ચારિત્ર, ત૫ વગેરેમાં અજીર્ણ થાય, તે તેનું ફળ ચાલ્યું જાય છે, પરંતુ કરેલું વૈયાવચ્ચ તેનું કુળ કદાપિ નાશ પામતું નથી.”(૫૦) ચારિત્રથી ભગ્ન થયા હોય, અગર મૃત્યુ પામેલાનું ચારિત્ર નાશ પામે છે, આવૃત્તિ કર્યા વગરનું શ્રુતજ્ઞાન તે પણ ભૂલાઈને નાશ પામે છે, પરંતુ વૈયાવચ્ચ કરીને ઉપાર્જન કરેલ પુણ્યોદયનું શુભકામે નાશ પામતું નથી. તેયાવચ્ચ કરવાના પરિણામવાળા, શ્રદ્ધાથી કરવાની ઈચ્છાવાળા, દીનતા વગરના મનવાળા તપસ્વી મુનિને લાભ જ થાય છે. હવે સુબાહુસાધુ સમુદાયના અર્વ સાધુઓની વિશ્રામણ-શરીર દબાવવાનો નિયમ ગ્રહણ કરે છે. સાહસિક-શિરોમણિ તે નિયમની સાધના અવિશ્રાન્તપણે કરતા હતા, સર્વે સાધુઓની સર્વ યત્નપૂર્વક જેમ જેમ તે વિશ્રામણા કરતા હતા, તેમ તેમ લાંબા કાળના પાપની પરંપરાને તેણે પાતળામાં પાતળી–અ૫ પ્રમાણવાળી કરી નાખી. શ્રી વજાભ આચાર્ય સાધુની પર્ષદામાં હંમેશાં તેઓની નિષ્કામભાવવાળી વેયાવચ્ચ અને વિશ્રામણાની એવી રીતે પ્રશંસા કરતા હતા કે, “આ બંને આત્માઓ તદ્દન નિસ્પૃહભાવે કર્મ ખપાવવાના મુદ્દાથી ભેદભાવ રાખ્યા વગર કેવું અપૂર્વ વેયાવચ્ચ અને વિશ્રામ કરે છે આચાર્ય તે માત્ર તેમના યથાર્થ ગુણે હાવાથી છતા ગુણની પ્રશંસા કરી સમ્યક્ત્વની નિર્મળતા કરી. ત્યારે પ્રવચન સૂત્ર અને અર્થથી ભણતા અને ભણાવતા એવા પીઠ અને મહાપીઠ બંને સાધુઓ પોતાના અશુભ કર્મોદયથી આ પ્રશંસા સાંભળીને મનમાં વિચારવા લાગ્યા કે, “અહિં ગુરુકુલવાસમાં પ, રાજકુલ, દેવકુવા અને સંસારીઓમાં જે વ્યવહાર દેખાય છે, તે અહિં પણ વ્યવહાર દેખાય છે. પિતાનું કાર્ય કરવામાં જેઓ હંમેશા સજજ રહે, તેને ગુરુઓ પણ વખાણે. અમે દરરોજ શાસ્ત્રોના પરમાર્થના વિસ્તારને વિચારવામાં સ્થિચિત્તવાળા છીએ, તેમાં જ સદા ઉદ્યમશીલ છીએ, છતાં પણ પર્ષદામાં આચાર્ય મહારાજ અમારું નામ પણ લેતા નથી. આચાર્ય ભગવંતે વીશ સ્થાનકનું સુંદર આરાધના કરી સર્વ પુષ્યોમાં શિરમણિ સ્થાનમાં રહેલ તીર્થક-નામ ગોત્ર બાંધ્યું. કરેલા યાવશ્ય રૂપ સુકૃતની અનુમોદના કરનાર બાહુમુનિએ ચક્રવર્તી-કુલ ઉપાર્જન કર્યું. પિતાના બાહુથી સાધુની વિશ્રામણા કરનાર સુબાહુએ બાહુનું બલ ફલ ઉપાર્જન કર્યું. પીઠ અને મહાપીઠ સાધુઓ ગુરુની પ્રશંસામાં શ્રદ્ધા થવાના યોગે અને છેલ્લી વખતે તે પાપને ન આવ્યું, તેથી તે શલ્પના પ્રભાવે તે સ્ત્રી માવ પામ્યા. અને કોટી વર્ષો સુધી સાધુ-પર્યાય પાલન "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy