SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૬૬ ] પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ તે પક્ષી શબ્દ કરવા લાગ્યા કે, “અરે! તમારા હાથમાંથી આ લાખનો લાભ ચાલ્યા ગયા.” કોડુક પામેલા ચોરસવામીએ તેની પાસે જઈને પૂછ્યું કે, “આમાં જે કંઇ તત્વ હેય, તો તું નિર્ભયપણે કહે” ત્યારે તે સાધુને કહ્યું કે, “વસની અંદર કંબલરત્ન છે. તો તેને જવા દીધો, આવીને તે કંબલરત્ન ગણિકાને સમર્પણ કર્યું. ત્યારે તેના દેખતાં જ તે ઘરની ખાળમાં ફેંકી દીધું, એટલે સાધુ કહેવા લાગ્યા કે, “આ તે શું અકાર્ય કર્યું ?' શેક કરનાર સાધુને તેણે શિખામણ આપી સમજાવ્યા કે, “હે ભગવંત! આપ તે પવિત્ર દેહવાળા છો, શીલાલંકારથી વિભૂષિત છે, માશ અશુચિથી પૂર્ણ શરીરના સંગથી તમે નકકી આ ગટર-ખાળની અશુચિ માફક ખરડાશે. આ૫ આવી કંબલને શેક કરી છે, પરંતુ તમારા આત્માના ગુણરત્નન-શીલરત્નનો નાશ થાય છે, તેને શોક કેમ કરતા નથી ? તે હે ભગવંત! ભલે તે કંબલરત્ન વિનાશ પામ્યું, પરંતુ તમારી પોતાની મુનિ પદવીને યાદ કરે. (૯૦) વળી ઉપકેશા હિતવચને કહેવા લાગી કે- “તમે ભર યુવાવસ્થામાં લાંબા કાળ સુધી અતિનિમલ શીલ પાળ્યું, ધ્યાન, અધ્યયન, તપશ્ચર્યા અને ચારિત્રથી પાપ-પંકને પખાળી સાફ કર્યું. હવે હાલાહલ ઝે૨ સરખી વિષયોની તૃષ્ણને ત્યાગ કર, અગ્નિમાં તપાવી ઉજજવલ બનાવેલ સુવણને ધમીને હવે કુંક મારીને તેને ધૂળ ભેળું ન કરે-ગુમાવી ન નાખે. અર્થાત્ લાંબા કાળ સુધી પાળેલ શીલ, અધ્યયન, તપ, ચારિત્ર અ૫ વિષય ખાતર તેને નિરર્થક ન ગૂમાવી નાખો.” (૯૧) “હે ધીર મહાપુરુષ! તમે ઉત્તમ જ્ઞાનને અભ્યાસ કર્યો, મુનિઓના ગુણ ગ્રહણ કરવામાં પુરુષાર્થ કર્યો, તે હવે મનમાં ઉપશમભાવને ધારણ કરે છે, જેથી જલ્દી જન્મ–જરા-મરણેનાં દુઃખ દૂર થાય. હે મહાયશસ્વી! તમે મારી વાત સાંભળો કે, ઈન્દ્રિયાને આધીન થએલા મદોન્મત્ત ચિત્તવાળા તમારી સાથે શ્રી સ્થૂલભદ્ર મહામનિની સરખામણી કેવી રીતે થઈ શકે? અરે હંસપક્ષની સાથે કાગડાઓની હરિફાઈ કેવી રીતે થઈ શકે ? સિંહોની સાથે શિયાળ બચાઓની અદેખાઈ શી રીતે શેવાલના તાંતણા સાથે કમલોની સ્પર્ધા કઈ રીતે સંભવી શકે તે પ્રમાણે મહાપુરુષોની સાથે ખલપુરુષોએ ઈર્ષા કરવી, અથવા ચરખામણી કરવી, તે અજવાળા સાથે અંધકારની સરખામણી કરવા સમાન સમજવી.” (૯૪) સૌભાગ્યની ખાણ રાખી તિકળામાં ચતુર જેણે કામદેવના વિકાર પ્રગટ કરેલા છે, એવી મારી ભગિની વડે હમેશાં પ્રાર્થના કરતા હતા, છતાં જે સ્થૂલભદ્ર મુનિ પિતાની પ્રતિજ્ઞામાં દઢ રહ્યા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy