SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલભદ્રમુનિની કથા [ ર૬ ) દરરોજ મનોજ્ઞ આહા૨ ગ્રહણ કરતા સુંદર દેહવાળા, સમાધિ ગુણવાળા સ્થૂલભદ્ર મુનિવર પણ ચાતુર્માસ પૂર્ણ કરી ઉપાશ્રયે આવી પહોંચ્યા. એટલે ઘણા વાત્સલ્ય અને પ્રેમપૂર્વક ઉભા થઈ “અતિ દુષ્કર-દુખાકારક મુનિનું સ્વાગત કરું છું. એમ ગુરુએ બધાની હાજરીમાં કહ્યું–એટલે પ્રથમ આવેલા ત્રણને સ્થૂલભદ્ર ઉપર ઈર્ષા. થઈ, અને બોલવા લાગ્યા કે, અમે આટલું કષ્ટવાળું તપ અને ઉપસર્ગ સહન કરીને આવ્યા. છતાં આચાર્ય ભગવંત “દુષ્કરકારક” માંડ માંડ બોલ્યા અને મંત્રીપુત્રની, શરમ પડી, એટલે ચાર મહિના મનોહર આહાર વેશ્યાના હાથનો ખાધે, તેના સુંદર સગવડવાળા મકાનમાં આનંદથી રહ્યા, છતાં તેમને, દુષ્કર-દુષ્કરકારક’ કહી મોટી પ્રશંસા કરી. સિંહગુફામાં રહી કરેલી તપસ્યાવાળા મુનિના મનમાં ઈર્ષ્યા- રોષ પ્રસરવાથી બીજા ચાતુર્માસ-સમયે ગુરુની પાસે જઈ આજ્ઞા માગી કે, “હું કોશાની નાની બહેન ઉપકોશાને ઘર જઈ તેને પ્રતિબોધ કરું, શું હું કંઈ થૂલભદ્ર કરતાં ઓછો ઉતરું તેમ નથી.” તે જ વાત અહિં કહેવાશે. જે સાધુ જેવા હતા, તે પ્રમાણે, “દુષ્કરદુષ્કરકારક’ એમ કહેવાયું, તે તેમાં આ સંભૂતિવિજયના શિષ્યો તે કેમ સહન ન કરી શકયા? ૭૫) ગુરુએ ઉપગ મૂકયો કે, આ પિતાની પ્રતિજ્ઞાને પાર પામી શકશે નહિ, તેથી તેને જવાની ના કહી, છતાં તે ઉપકોશા વેશ્યાને ત્યાં ગયો. ત્યાં રહેવાનું સ્થાન માગી ચાતુર્માસ રોકાયે. પેલી ભદ્રિક પરિણામી સુંદર રૂપ ધારણ કરનારી આભૂષણ રહિત ધર્મશ્રવણ કરવા લાગી, પરંતુ અગ્નિ નજીક મીણનો ગોળો ઓગળે તેમ વેશ્યાના રૂપને દેખીને સંયમના પરિણામ ઢીલા થઈ ગયા અને કામક્રીડા ત૨ફ પ્રીતિવાળો બન્ય. એટલે લજાને પાગ કરી કામાધીન પરિણામવાળે તેને પ્રાર્થના કરવા લાગ્યો. ચતુર બુદ્ધિવાળી ઉપકોશાએ તેને કહ્યું કે, “તું મને શું આપીશ ?” તે કહે. સાધુ કહેવા લાગ્યા કે, “હે સુંદરિ! હું નિન્ય હોવાથી મારી પાસે આપવા લાયક કંઈ નથી.” ત્યારે તરયાએ કહ્યું કે, “કાં તો લાખ સેનવા, અગર પાછા ચાલ્યા જાવ.” તેણે સાંભળ્યું હતું કે, “નેપાલ-દેશમાં પહેલે જે સાધુ જાય, તેને રાજા લાખના મૂલ્યવાળું કંબલરત્ન આપે છે. એટલે ભ૨-ચેમાસામાં તે કામાંધ ત્યાં ગચો. ત્યાં તેવા મહામૂલ્યવાળી રત્નકંબલ મેળવી. મોટાવાસના પિલાણના મધ્યભાગમાં સ્થાપના કરી અને તેનું છિદ્ર એવી રીતે પૂરી દીધું કે, “કઈ જાણી શકે નહિ. હવે નગ્ન સરખો તે એક વચમાં વિસામો લીધા વગર ચાલ ચાલ કરતો હતો. તે સમયે કાઈક પક્ષી બોલવા લાગ્યું કે, “લાખના મૂલ્યવાળા અહિં કોઈ આવે છે. પક્ષીના શબ્દને જાણનાર કોઈ ચરસ્વામીએ તે સાંભળ્યું અને નજર કરે છે, તો એક આવતા સાધુને દેખ્યા, તે ચેર પક્ષીના શબ્દની અવગણના કરી બેસી રહ્યો, ત્યારે ફરી પણ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy